સૂર્યની સપાટી કરતા તેનું વાયુમંડળ 500 ગણું ધગધગતું કેમ? સંશોધકોને મળ્યો જવાબ

સૂર્યની ધગધગતી સપાટીનું તાપમાન 55000 ડીગ્રી સેલ્સિયસ છે. પરંતુ તેની સપાટીથી દૂર જાઓ તો તાપમાન 10 લાખ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. એકંદરે સપાટી કરતાં તેના વાયુમંડળનું તાપમાન વધુ છે

સૂર્યની ધગધગતી સપાટીનું તાપમાન 55000 ડીગ્રી સેલ્સિયસ છે. પરંતુ તેની સપાટીથી દૂર જાઓ તો તાપમાન 10 લાખ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. એકંદરે સપાટી કરતાં તેના વાયુમંડળનું તાપમાન વધુ છે

  • Share this:
વિશ્વને હચમચાવી નાખનાર વાયરસનું નામ કોરોના છે, તેમ સૂર્યની ઉપરના વાયુમંડળને પણ કોરોના કહેવાય છે. સૂર્યના કોરોનાએ સદીઓ જૂના રહસ્યને પોતાનામાં સમાવી દીધા છે. સૂર્યની ધગધગતી સપાટીનું તાપમાન 55000 ડીગ્રી સેલ્સિયસ છે. પરંતુ તેની સપાટીથી દૂર જાઓ તો તાપમાન 10 લાખ મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. એકંદરે સપાટી કરતાં તેના વાયુમંડળનું તાપમાન વધુ છે.

સૂર્યની સપાટી અને વાયુમંડળના તાપમાન વચ્ચે રહેલો આ મસમોટો ભેદ ખગોળવિજ્ઞાનીઓના માથાનો દુ:ખાવો બની ગયો છે. વર્ષ 1942માં સ્વીડનના વૈજ્ઞાનિક હેંસ અલ્ફવેને સિદ્ધાંત રજૂ કર્યો હતો. જોકે તેને સ્વીકારતા પહેલા વર્ષો સુધી દલીલો થઈ હતી. ત્યાર અંતે હવે એક અભ્યાસમાં અલ્ફવેન તરંગોના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. જેમાં અલ્ફવેને 150 વર્ષ જૂના રહસ્યને વ્યાખ્યાયિત કર્યું હતું. અલ્ફવેનના મત મુજબ જો વિદ્યુત સંવાહક તરલ પદાર્થ- સૂર્યના પ્લાઝ્માને નિરંતર ચુંબકીય ક્ષેત્ર- સૂર્યના વાતાવરણમાં રાખવામાં આવે, તો તેઓ ખૂબ લાંબા અંતર પર ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સક્ષમ ઇલેક્ટ્રિક પ્રવાહ લઈ જઈ શકે. અલ્ફવેન તરંગો પ્લાઝ્મામાં ઈઓન્સ અને ચુંબકીય ક્ષેત્રનું ઓસિલેશન છે. જે સૂર્યના પ્લાઝ્માને કોરોના સુધી ઉપર ઉઠાવી શકે છે. તે ઉર્જાને હીટ બૉમ્બની જેમ એકઠી કરી શકે છે.

આ પણ વાંચો - બે ભાઈઓએ શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે છે કરોડોના માલિક, તમે પણ અહીં જોડાઈ મહિને કમાઈ શકો છો 50 હજાર રૂપિયા

ગત 10મી મેના રોજ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં અલ્ફવેન તરંગોની 80 વર્ષ જૂની થિયરીને માન્ય રાખવામાં આવી છે. ઓસિલેશનનું અસ્તિત્વ પ્રકાશમંડળના એક ચુંબકીય ક્ષેત્રમાં જોવા મળ્યું છે. જે સૂર્યના વાયુમંડળની સૌથી નીચલી પરત પર છે.

સૂર્ય અંગેની શોધ માટે નાસાનું ખાસ યાન પાર્કર 10.4 મિલિયન કિલોમીટરની રેકોર્ડબ્રેક અંતરે સૂર્યની સૌથી નજીક પહોંચ્યું હતું. ઓગસ્ટ 2018માં લોન્ચ થયેલા આ પાર્કર યાનનો મૂળ ઉદેશ્ય સૂર્યના ધગધગતા વાતાવરણ અંગે પુરાવા મેળવવા કોરોના સુધી પહોંચવાનો હતો. તાજેતરના અભ્યાસમાં ઈન્ટરફેરોમેટ્રિક બીડીમેન્સનલ સ્પેક્ટ્રોપોલારિમીટરનો ઉપયોગ થયો હતો. આ ડિવાઇસ ન્યુયોર્કના નેશનલ સોલર ઓબ્ઝર્વેટરી જેવા સોલર ટેલિસ્કોપમાં ઉપયોગમાં લેવાય છે.
First published: