Home /News /national-international /Atique Ahmed: કેમ અતીક અહેમદની સજા યૂપી માટે મોટી વાત છે? ડોનના મોઢા પર પહેલીવાર ડર દેખાયો

Atique Ahmed: કેમ અતીક અહેમદની સજા યૂપી માટે મોટી વાત છે? ડોનના મોઢા પર પહેલીવાર ડર દેખાયો

અતીક અહેમદ - ફાઇલ તસવીર

Mafia Atiq Ahmed: ક્યારેક પ્રયાગરાજના વિસ્તારમાં અતીક અહેમદનું રાજ હતું અને તેને પોલીસ અને કાનૂનની સ્હેજેય બીક નહોતી લાગતી. તેના પર 100 જેટલા કેસ નોંધાયા છે, પરંતુ તેઓ જાહેરમાં રખડતા હતા. છેલ્લા 43 વર્ષમાં આ આરોપીને પહેલીવાર સજા મળી હતી. તેના દૂરગામી પરિણામ સામે આવશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ 2017ની વાત છે જ્યારે અતીક અહેમદ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કાનપુર છાવણી સીટ પરથી સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ પાક્કી કરવા માટે કાર અને હથિયારબંધ લોકો સાથે લખનૌ પહોંચ્યો હતો. ત્યારે મુલાયમ સિંહ યાદવે ટિકિટની જાહેરાત કરી હતી, પરંતુ તેના દીકરા અને તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવ ટિકિટની પુષ્ટિ કરવામાં અસહજ હતા અને તેમણે અહેમદને આવેદન પાછું ખેંચવા માટે જણાવ્યું હતુ. ત્યારે અતીક અહેમદે કહ્યુ હતુ કે, ‘સારું, હું મારું નામ પાછું લઉં છું, તેઓ મારા સામે 100 કેસનો હવાલો આપે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે હું એક આઝાદ વ્યક્તિ છું અને હું મુસ્લિમ વોટ લાવું છું... તેમને એક ખોટો સંદેશ જઈ રહ્યો છે. સપા ઉત્તર પ્રદેશમાં આ ચૂંટણી હારી જશે.’

ત્યારે 28 માર્ચ, 2023 સુધી લગભગ 6 વર્ષ પછી અહેમદને આખરે કોર્ટે પહેલીવાર દોષી જાહેર કર્યો છે. તે પણ તેની સામે પહેલો કેસ નોંધાયાના 43 વર્ષ પછી પહેલીવાર તેને સજા સંભળાવવામાં આવી હતી. અહેમદના વિરોધમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી માટે અપહરણ આરોપ સહિત 100 કેસમાંથી લગભગ 60 પર કેસ ચાલી રહ્યો છે, પરંતુ કેટલાક લોકોએ મુખ્ય સાક્ષીને પલટતા અને અદાલતમાં હાજર નહીં થતા જોયેલા છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશમાં 43 વર્ષમાં જે ન કરી શક્યું તે કર્યુ છે અને મુખ્યમંત્રીએ માફિયા અતીક અહેમદના અભેદ્ય કિલ્લાને તોડી પાડ્યું.


પહેલીવાર અતીકના ચહેરા પર ડર દેખાયો


રાજ્યમાં ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યુ હતુ કે, સજા એક મિશાલ કાયમ કરે છે કારણ કે 2017 પહેલાં રાજ્યમાં સપાના શાસન દરમિયાન અહેમદ રાજ્યમાં જાહેરમાં ફરતો હતો અને કાયદાનો મજાક ઉડાડતો હતો અને અલાહાબાદમાં ડર વગર કોઈ માફિયા તરીકે દાદાગીરી કરતો હતો. તેમણે કહ્યુ હતુ કે, ‘તેનાથી સામાન્ય વ્યક્તિને ખબર પડી ગઈ છે કે કાયદો તેનું કામ કરે છે. લોકોએ પહેલીવાર અતીકના મોઢા પર ડર જોયો હતો. આ ડર સરકાર અને કાયદાનો હતો. એક સમયે અતીકના વિસ્તારમાં તેની હકૂમત હતી અને ત્યાં પોલીસ અને કાયદો પહોંચી શક્યો નહોતો.’
First published:

Tags: Up police, Uttar Pradesh Police, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો