કાઝીરંગામાં મળ્યો ભારતનો એકમાત્ર ‘ગોલ્ડન ટાઈગર’,આપણા માટે ગર્વ અને ચિંતા બંનેની વાત કેમ?

News18 Gujarati
Updated: July 14, 2020, 6:54 PM IST
કાઝીરંગામાં મળ્યો ભારતનો એકમાત્ર ‘ગોલ્ડન ટાઈગર’,આપણા માટે ગર્વ અને ચિંતા બંનેની વાત કેમ?
કાઝીરંગામાં મળ્યો ભારતનો એકમાત્ર ‘ગોલ્ડન ટાઈગર’,આપણા માટે ગર્વ અને ચિંતા બંનેની વાત કેમ?

કાઝી 106એફ નામની વાઘણનો રંગ થોડો પીળો છે, જેના પર કાળી પટ્ટીઓ છે અને પેટ અને મોં પર વધુ સફેદ વાળ છે

  • Share this:
(નિલોય ભટ્ટાચાર્જી)

ગુવાહાટી (અસમ) : કોવિડ-19 લૉકડાઉનના (Covid-19 Lockdown) સમયમાં કાઝી 106એફ (Kazi 106F) પોતાના જોરદાર દહાડના બદલે ટ્વીટને લઈને હાલના દિવસોમાં વાયરલ (Viral) થઈ રહ્યુ છે. દેશનો એકમાત્ર ગોલ્ડન ટાઇગર (Golden Tiger) બતાવવામાં આવેલ કાઝી 106એફ એક સોશિયલ મીડિયા સનસની બનીને સામે આવ્યુ છે, જેની તસ્વીર IFS અધિકારી પ્રવીણ કસવાને ટ્વીટ કરી હતી, જે વાયરલ થઈ ગઈ હતી. કસવાને આ વાયરલ ફોટોને (Viral Photo) ટ્વિટ કરીને લખ્યુ હતું કે, શું તમે જાણો છો, ભારતમાં આપણી પાસે ગોલ્ડન ટાઈગર પણ છે? જે આ બિગ કેટનું (Big Cat) 21મી શતાબ્દીમાં ધરતી પર મળેલું એક માત્ર સાક્ષ્ય છે.

આ એકમાત્ર ધારીદાર વાઘ અથવા સ્ટ્રોબેરી વાઘની તસવીર, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર મયુરેશ હેંદ્રેએ અસમના વિશ્વ વિરાસત ઘોષિત કાઝીરંગા નેશનલ પાર્કમાં લીધી હતી. શોધ અધિકારી રબીન્દ્ર શર્માના મતે આ પ્રસિદ્ધ નેશનલ પાર્કની એલીફેંટ ગ્રાસની નીચે બેઠેલ આ ગોલ્ડન ટાઈગર લોકપ્રિય રુપથી કાઝી 106એફ ના નામથી ઓળખાય છે. નેશનલ પાર્કમાં આવા ચાર વાઘ છે, બધાના ફોટા લીધેલા છે. ચિંતિત શર્મા કહે છે કે, આને શોધવો એ કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસંખ્યામાં ગિરાવટની ગંભીર સમસ્યાઓમાંથી એકને રોકવા માટે વાઘોની વેરવિખેર થયેલી વસ્તીની વચ્ચે બેહતર કનેક્ટિવિટી વિશે વિચાર કરવો એ આપણા માટે એક સંકેત છે, જેનાથી પ્રજનન થઈ શકે.

આ પણ વાંચો - Twitter વાયરલ : MPમાં જોવા મળેલા પીળા દેડકાનું કોવિડ-19 અને તીડ સાથે કોઈ લેવા દેવા છે?

પ્રથમ વખત 2014માં લેવામાં આવી હતી આ ગોલ્ડન ટાઈગરની તસવીર

કાઝી 106એફ નામની વાઘણનો રંગ થોડો પીળો છે, જેના પર કાળી પટ્ટીઓ છે અને પેટ અને મોં પર વધુ સફેદ વાળ છે. આ વાતની ખબર 2014માં પડી હતી જ્યારે તેને ઑલ ઈન્ડિયા મોનિટરિંગની પ્રકિયા દરમિયાન પહેલી વાર જોવા મળ્યો હતો. તેને 2015માં પણ કેમેરામાં કેદ કર્યો હતો. 2016માં તેને એક બીજા વાઘની સાથે કેમેરામાં કેદ કર્યો હતો. તેને ફરીથી 2017માં કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ સમય સુધી તે પોતાની 4-5 વર્ષની ઉંમરનો પડાવ પાર કરી ચુકી હતી.

બે અલગ જીનના કારણે હોય છે પીળો રંગ અને કાળી લાઈનો

ન્યૂઝ 18ની સાથે વાત કરતા શર્માએ કહ્યું હતું કે કાઝીરંગા પર્યાવાસમાં મળેલા વાઘ ક્ષેત્રીય વ્યવહારની રીત બાકી દુનિયાથી અલગ છે કારણકે તેનુ અધ્યયન વધારે રોચક અને ચુનોતીપુર્ણ થઈ શકે છે. તેમણે વ્યાખ્યા કરીને જણાવ્યુ કે, વાઘનો રંગ થોડો પીળો છે, જેના પર કાળી લાઈનો છે અને પેટ પર વધુ સફેદ વિસ્તાર છે.
Published by: Ashish Goyal
First published: July 14, 2020, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading