લો બોલો, Google સર્ચમાં નરેન્દ્ર મોદી છે ભારતના પહેલા વડાપ્રધાન

 • Share this:
  Googleમાં એક મોટી ભૂલ જોવા મળી છે. Google સર્ચ રિઝલ્ટના પરિણામોએ બધાને હેરાન કરી દીધા છે. Google પર સર્ચ કરનારા લોકોએ બુધવારે રાતે ટ્વિટર પર કોઇએ સ્ક્રિનશોટ શેર કર્યો હતો જેમાં ગૂગલ સર્ચના રિઝલ્ટમાં ભારતના પહેલા વડાપ્રધાનમાં અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બતાવી રહ્યાં છે.

  સર્ચ રિઝલ્ટમાં ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનું નામ લખેલું આવે છે. સાથે તેમના પરિચયમાં વિકીપીડિયાની લિંક પણ આપવામાં આવી છે.

  આ અંગે લોકોએ ટ્વિટર પર ઘણાં કમેન્ટસ કર્યા છે. સાથે જ કેટલાક લોકોએ Googleના અલ્ગોરિધમ પર પણ સવાલ ઉઠાવ્યાં છે. ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ભારતના પહેલા ફાઇનાન્સ મિનિસ્ટરમાં ષણમુખમ ચેટ્ટીના નામની સાથે તેમનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.

  જેમાં ફોટો ભારતના અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીનું આવી રહ્યો છે. આ રીતે ભારતના પહેલા ડિફેન્સ મિનિસ્ટરનું સર્ચ કરો તો નામ બલદેવ સિંહનું નામ આવી રહ્યું છે. પરંતુ તસવીર અત્યારના રક્ષામંત્રી નિર્મલા સીતારમણનું આવી રહ્યું છે.  Published by:Kaushal Pancholi
  First published: