દક્ષિણ આફ્રિકામાં ભભૂકેલી હિંસામાં ભારતીયો શા માટે બની રહ્યા છે શિકાર?

દક્ષિણ આફ્રિકામાં ભભૂકેલી હિંસામાં ભારતીયો શા માટે બની રહ્યા છે શિકાર? (તસવીર -AFP)

South Africa violence - દક્ષિણ આફ્રિકા (South Africa)માં ભીષણ હિંસા ભભૂકી ઊઠી છે. આ હિંસામાં ભારતીય સમુદાય (Indians) શિકાર બની રહ્યો છે. શું આ આફ્રિકન લોકોના મનમાં ભારતીયો પ્રત્યે ખરેખર ગુસ્સો છે કે પછી આ કોઇ આયોજીત રણનીતિ અંતર્ગત કરાયેલ હિંસા છે

  • Share this:
દક્ષિણ આફ્રિકા (South Africa)માં ભીષણ હિંસા ભભૂકી ઊઠી (South Africa violence) છે. આ હિંસામાં ભારતીય સમુદાય (Indians) શિકાર બની રહ્યો છે. શું આ આફ્રિકન લોકોના મનમાં ભારતીયો પ્રત્યે ખરેખર ગુસ્સો છે કે પછી આ કોઇ આયોજીત રણનીતિ અંતર્ગત કરાયેલ હિંસા છે. તેનો સંબંધ ભ્રષ્ટાચારના આરોપમાં દક્ષિણ આફ્રીકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા (Jacob Zuma)ની ધરપકડ સાથે છે. જે બાદ ફેલાયેલી હિંસામાં ભારતીય લોકોને શિકાર બનાવાઇ રહ્યા છે. ભ્રષ્ટાચારના આ કેસોમાં ભારતીય મૂળના ગુપ્તા બંધુઓ સામેલ હોવાથી લોકોમાં ભારતીય પ્રત્યે રોષ આ હિંસાનું કારણ મનાઇ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?

રંગભેદ બાદ આફ્રિકામાં (south africa news) થયેલ આ સૌથી ખરાબ હિંસા કહેવાઇ રહી છે. આ હિંસામાં ઝુમા સમર્થકો સામેલ છે, જે તેમના જેલ ગયા બાદ ભારતીયો પર રોષે ભરાયા છે. ઝુમા પર કોર્ટે પોતાના તે આદેશના ઉલંઘન કરવા અંગે સજા સંભળાવી છે, જેમાં તેમને પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના કેસોની તપાસમાં હાજર થવાનું હતું. ઝુમા 2009થી 2018 સુધી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા. દક્ષિણ આફ્રિકામાં આ તોફાન અને હિંસા ઝુમાને બચાવવા અને જાણીતા ગુપ્તા પરીવાર પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયાસ કહેવાઇ રહ્યો છે.

કોણ છે ગુપ્તા બંધુ?

ઝુમાના ભ્રષ્ટાચારના કેસના મૂળ ત્રણ ભારતીય ગુપ્તા બંધુઓ સુધી જોડાયેલા છે. તે યૂપીના સહારનપુરના અજય, અતુલ અને રાજેશ ગુપ્તા છે. રંગભેદ બાદ નેલ્સન મંડેલાના કાર્યકાળમાં આ ભાઇઓ દક્ષિણ આફ્રિકા આવ્યા અને સૌથી પહેલા સહારા કમ્પ્યૂટર્સની શરૂઆત કરી. ત્યારે આ પરીવારે પોતાનો વ્યવસાય વિમાન, ઊર્જા, ઉત્ખનન, ટેક્નોલોજી અને મીડિયામાં પણ ફેલાવ્યો.

આ પણ વાંચો - સુરત : મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં જીવ બચ્યો

ઝુમાના કાર્યકાળમાં લાભ

ઝુમાના કાર્યકાળમાં ગુપ્તા બંધુઓને સરકાર દ્વારા ઘણા લાભ મળ્યા, જે બાદ તેમના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે સંબંધો ગાઢ બની ગયા હતા. જે વર્ષ 2015-16માં એક સહારા કમ્પ્યૂટર કાર્યક્રમમાં પણ દેખાયા હતા. અહેવાલો અનુસાર અતુલ ગુપ્તા 2016માં દક્ષિણ આફ્રિકાના 7મા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા અને તેમની નેટ વર્થ 77.3 લાખ ડોલર સુધી પહોંચી ગઇ હતી.

(તસવીર: 360b / Shutterstock)


ગાઢ પારિવારિક સંબંધો

ગુપ્તા બંધુઓ અને ઝુમા વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા, જ્યારે ઝુમાના બાળકો ડુડુજેલિ ઝુમા અને ડુડુજેન ઝુમાએ ગુપ્તા બંધુઓની કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યુ. જ્યારે ઝુમાની એક પત્ની બોંગી એનગેમા ઝુમા ગુપ્તા બંધુઓની ઉત્ખનન કંપનીમાં કામ કરવા લાગી. અહીંથી બંને પરિવારો વચ્ચે લોકોનો રોષ પ્રગટવા લાગ્યો અને જુપ્તાઝ શબ્દનો ઉપયોગ શરૂ થયો.

ભ્રષ્ટાચારનો આરોપ

ગુપ્તા અને ઝુમા બંધુઓ વચ્ચે કનેક્શન વર્ષ 2016 પછી મોટા પ્રમાણમાં દેખાયું. આરોપ છે કે ગુપ્તા બંધુઓએ ઝુમાના મંત્રીમંડળની નિયુક્તિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો તેમના વ્યવસાયિક હિતોનું ધ્યાન રાખવામાં આવે, તો તેમણે નાણા મંત્રાલયના મુખ્ય પદોની ઉન્નતિનો વાયદો કર્યો હતો.

ઝુમાને છોડવું પડ્યું પદ

આ પ્રકારે 2017થી હેક થયેલ એક લાખ ઇમેલની તપાસમાં સામે આવ્યું કે, વર્દે ફાર્મ યોજનામાં સરકારી પૈસા અતુલ ગુપ્તાના એકાઉન્ટમાં ગયા હતા. તેનો મોટા પ્રમાણમાં લોકોએ વિરોધ કર્યો અને ઝુમાને પદ પરથી હટાવવામાં માંગ લોકો કરવા લાગ્યા. 2018માં વિપક્ષ ઝુમા વિરુદ્ધ એક અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું, જેનાથી આફ્રિકન નેશનલ કોંગ્રેસે ઝુમાને પદ પરથી હટવા કહ્યું હતું.

ગુપ્તા બંધુ ફરાર

ગુપ્તા બંધુ હજુ પણ ફરાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ હાલ દુબઇમાં છે, જેની સાથે દક્ષિણ આફ્રિકાની પ્રત્યર્પણ સંધિ નથી. ગુપ્તા પરિવાર પર કુલ 1.2 કરોડ આફ્રિકન રેન્ડના ભ્રષ્ટાચારનો આરોપ છે. ઝુમા હાલ ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટની અવમાનનાના આરોપમાં 15 મહીનાની જેલની સજા ભોગવી રહ્યા છે. હિંસામાં 72 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારત સરકારે હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે અને દક્ષિણ આફ્રિકાની સરકાર પણ હિંસાની સામે સક્રિય થઇ ચૂકી છે.
First published: