Home /News /national-international /શા માટે ટ્રેનમાં વાદળી, લાલ અને લીલા ડબ્બા હોય છે? દરેક રંગનો શું છે અર્થ

શા માટે ટ્રેનમાં વાદળી, લાલ અને લીલા ડબ્બા હોય છે? દરેક રંગનો શું છે અર્થ

શા માટે ટ્રેનના ડબ્બાઓનો રંગ અલગ અલગ હોય છે

Indian Railway: ટ્રેનોમાં વિવિધ રંગીન કોચનો ઉપયોગ ખાસ હેતુ માટે કરવામાં આવે છે. ટ્રેનના કોચના રંગ પરથી તે ટ્રેનનો વર્ગ અને ઝડપ ઘણી હદ સુધી જાણી શકાય છે. ભારતીય રેલવે મોટાભાગે લીલા, લાલ અને વાદળી રંગના કોચનો ઉપયોગ કરે છે.

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) નેટવર્ક એ વિશ્વનું ચોથું સૌથી મોટું અને એશિયામાં બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિ લાંબી મુસાફરી માટે ટ્રેન પસંદ કરે છે. બસ અને એરોપ્લેન કરતાં સસ્તી હોવાની સાથે ટ્રેનમાં મુસાફરી કરવી અનુકૂળ છે. આપણે બધાએ પણ ટ્રેનમાં મુસાફરી કરી હશે. ટ્રેનની મુસાફરી દરમિયાન ટ્રેનના કોચના રંગે તમારું ધ્યાન ખેંચ્યું હશે. તમારા મનમાં સવાલ ઉઠ્યો હશે કે, કોચના અલગ-અલગ રંગો પાછળ કોઈ ખાસ કારણ છે કે, પછી રેલવેએ ટ્રેનોને સુંદર બનાવવા માટે કોચને અલગ લુક આપ્યો છે.

આ પણ વાંચો: જો ચાલુ ટ્રેને ડ્રાઈવર ઊંઘી જાય તો પણ અકસ્માત નહીં થાય! રેલવેની આ સિસ્ટમથી હશો અજાણ

જણાવી દઈએ કે, ટ્રેનના કોચના રંગ અને ડિઝાઇનના પણ અલગ-અલગ અર્થ હોય છે. કોચના રંગો અને ડિઝાઇન તેમની વિશેષતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. રેલવે વિવિધ વર્ગોની ટ્રેનોમાં અલગ-અલગ રંગના કોચનો ઉપયોગ કરે છે. આ સાથે કોચનો રંગ પણ ટ્રેનની સ્પીડ વિશે જણાવે છે. વિવિધ રંગો ટ્રેનને ઓળખવામાં થોડી સરળતા બનાવે છે. ઉદાહરણ તરીકે, શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોમાં મોટાભાગે લાલ રંગના કોચ જોવા મળશે. રંગો એ ટ્રેનના જબ્બા બન્યા હોય તે સ્થળ અને તેની ગુણવતા પણ નક્કી કરે છે.

" isDesktop="true" id="1336089" >

લાલ રંગ

શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોમાં મોટેભાગે લાલ રંગના કોચ લગાવવામાં આવે છે. એલ્યુમિનિયમથી બનેલા હોવાથી તે અન્ય કોચની તુલનામાં ઘણા હળવા હોય છે. આ કારણોસર, તેઓ હાઇ સ્પીડ ટ્રેનોમાં રાખવામાં આવે છે. વર્ષ 2000માં જર્મનીથી લાવવામાં આવેલા આ કોચ 160થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ડિસ્ક બ્રેકના કારણે તેમને ઈમરજન્સીમાં ઝડપથી રોકી શકાય છે.

આ પણ વાંચો: આજથી 98 વર્ષ પહેલા ભારતમાં પહેલીવાર ઇલેક્ટ્રિક ટ્રેન આ જગ્યાએ દોડી હતી

વાદળી રંગ

ભારતીય રેલવેના (Indian Railways) મોટાભાગના કોચ વાદળી રંગના છે. આ કોચને ઇન્ટિગ્રલ કોચ કહેવામાં આવે છે. આ કોચ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોમાં લગાવવામાં આવ્યા છે. આ લોખંડના બનેલા છે. ભારે વજનના કારણે આ કોચ માત્ર 70 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકાય છે. તેમને રોકવા માટે એરબ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે.


લીલા અને ભૂરા કોચ

ગરીબરથ ટ્રેનોમાં મોટાભાગે લીલા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રેલવેએ વિવિધતા લાવવા માટે આ રંગની શોધ કરી હતી. આ લીલા રંગ પર ઘણા પ્રકારની પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે, જે કોચને જોવામાં વધુ આકર્ષક બનાવે છે. બીજી તરફ, નાની લાઈનો પર દોડતી મીટરગેજ ટ્રેનોમાં ભૂરા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવે છે.
First published:

Tags: Indian railways, Trains, Unknown facts