Home /News /national-international /Crude oil: રશિયા પાસેથી સસ્તું ક્રૂડ લેવાના ફાયદા શું છે? શા માટે ભારત નથી કરી રહ્યું દુનિયાની પરવા? જાણો શું છે ગણતરી

Crude oil: રશિયા પાસેથી સસ્તું ક્રૂડ લેવાના ફાયદા શું છે? શા માટે ભારત નથી કરી રહ્યું દુનિયાની પરવા? જાણો શું છે ગણતરી

યૂક્રેન યુદ્ધ, કોરોના મહામારી અને સપ્લાઈ સંકટના કારણે દુનિયામાં કાચા તેલની કિંમત અત્યારે આસમાનને આંબી રહી છે (પ્રતિકાત્મક તસવીર)

Russia Ukraine war - ભારત તેની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં 193.5 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત થઇ છે

અત્યારે વિશ્વની નજર યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ (Russia Ukraine war) પર છે. આ યુદ્ધમાં ભારત તેના જુના મિત્ર રશિયા (Russia )સાથે હોય તેવી છબી છે. આ દરમિયાન રશિયા પણ ભારતને ખૂબ સસ્તા દરે ક્રૂડ (Russia oil) પૂરું પાડી રહ્યું છે. જેના કારણે અમેરિકા, બ્રિટન સહિત પશ્ચિમી દેશો (Western countries) ના પેટમાં તેલ રેડાયું છે. તેઓ આ બાબતે સતત ચેતવણી આપી રહ્યા છે. પરંતુ ભારતે આ દેશોને અરીસો બતાવતા કહ્યું છે કે, ભારતથી પણ વધુ ક્રૂડ ઓઈલ (Crude oil)યુરોપીય દેશો રશિયા પાસેથી ખરીદી રહ્યા છે.

યૂક્રેન યુદ્ધ, કોરોના મહામારી અને સપ્લાઈ સંકટના કારણે દુનિયામાં કાચા તેલની કિંમત અત્યારે આસમાનને આંબી રહી છે, ત્યારે રશિયા સાથે સસ્તા તેલની ડીલનો શું અર્થ છે અને તે ભારત માટે કેવી રીતે ફાયદાકારક (Benefits of russia oil) છે તે જાણવું જરૂરી બની જાય છે.

સવાલ: ભારત કુલ કેટલું ક્રૂડ ઓઈલ ખરીદે છે અને રશિયા સાથે કેટલી ડીલ થઈ છે?

ભારત તેની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં 193.5 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત થઇ છે. તેના માટે 105.8 અબજ ડોલરની ચૂકવણી કરવામાં આવી છે. ભારતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ મિડલ ઇસ્ટ અને અમેરિકાથી આવે છે. રશિયાની વાત કરીએ તો 2021માં ભારતે રશિયા પાસેથી 1.2 કરોડ બેરલ તેલ ખરીદ્યું હતું, જે કુલ આયાતના માત્ર 2 ટકા હતું. આના કરતાં વધુ ક્રૂડ તો ભારત દ્વારા ઘરઆંગણે ઉત્પાદન કરવામાં આવે છે.

આ પણ વાંચો - જ્યારે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું - સાચે જ ઓનલાઇન રિડિંગ કરો છો કે રિલ્સ જોવા છો?

સવાલ: રશિયા ભારતને કેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અને શું તેનાથી ખરેખર ફાયદો થશે?

રશિયા ભારતને ક્રૂડની આયાત પર 35 ડોલર પ્રતિ બેરલ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો ભારત રશિયા પાસેથી ક્રૂડની આયાત વધારશે તો દેશમાં તેલના ભાવ સ્થિર રાખવામાં મદદ મળશે. કોમોડિટી રિસર્ચ ગ્રુપ કેપ્લરના જણાવ્યા અનુસાર ભારતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રશિયા પાસેથી કોઈ તેલ ખરીદ્યું નથી, પરંતુ માર્ચ અને એપ્રિલ માટે તેણે 60 લાખ બેરલ તેલ માટે ડીલ કરી છે. રશિયાએ ભારતને સસ્તું તેલ આપવાની એવી શરત મૂકી છે કે, તેણે દોઢ કરોડ બેરલ ક્રૂડ ખરીદવાનો સોદો પહેલા કરવો પડશે.

સવાલ: સસ્તા ક્રૂડ ઓઇલથી દેશની અર્થવ્યવસ્થા પર શું અસર થશે?

સસ્તા તેલથી ભારતને ઘણા ક્ષેત્રે ફાયદો થશે. એક તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધુ હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના રેટ ઓછા રાખવામાં મદદ મળશે. અત્યારે તો ઘણા કારણોસર ઇંધણના ભાવ ખૂબ જ ઊંચા છે. દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે. ઘણા રાજ્યોમાં તો એનાથી પણ વધારે છે. બીજો ફાયદો એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સાથે અનેક વસ્તુઓના ભાવ જોડાયેલા છે. જો ઇંધણ સસ્તું હોય તો તો સ્વાભાવિક રીતે જ ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય અને મોંઘવારી પર કાબુ મેળવી શકાય. ત્રીજો ફાયદો એ છે કે આરબીઆઈએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજ દરમાં વધારો કરવો પડશે નહીં. ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો 6.07 ટકા રહ્યો હતો, જે 8 મહિનાની ઊંચી સપાટી છે.

સવાલ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ કેટલું મોંઘું છે?

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હાલમાં 108.32 ડોલર પ્રતિ બેરલની સપાટીએ મળે છે, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ 103.62 ડોલર પર છે. 24 ફેબ્રુઆરીના રોજ જ્યારે પુતિને યૂક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું ત્યારે 2014 બાદ પહેલીવાર બ્રેન્ટ ઓઇલના ભાવ 100 ડોલરને પાર પહોંચી ગયા હતા. ત્યારબાદ યુ.એસ. ડબલ્યુટીઆઈનો ફ્યુચર રેટ પણ વધીને 130.5 ડોલર થયો હતો, જે જુલાઈ 2008 પછીની સૌથી ઊંચી સપાટી છે. બ્રેન્ટ ફ્યુચર્સે પણ 2008થી અત્યાર સુધીમાં 139.13 ડોલરનો રેકોર્ડ તોડ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन