G-7નું સભ્ય નથી ભારત, તો પણ PM મોદીને કેમ મળ્યું છે આમંત્રણ?

તમને જણાવી દઈએ કે, જી-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે

News18 Gujarati
Updated: August 25, 2019, 9:40 PM IST
G-7નું સભ્ય નથી ભારત, તો પણ PM મોદીને કેમ મળ્યું છે આમંત્રણ?
જી-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે.
News18 Gujarati
Updated: August 25, 2019, 9:40 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટે જી-7માં ભાગ લેશે. જી-7 સમૂહમાં દુનિયાના 7 એવા વિકસિત દેશ છે જે દુનિયામાં તમામ પ્રકારના નિર્ણયની દીશા નક્કી કરે છે. જોકે, ભારત આ ક્લબમાં મેમ્બર નથી. પરંતુ, પીએમ મોદીને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આવું કેમ બન્યું છે?

તમને જણાવી દઈએ કે, જી-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. વર્ષ 1977થી આ સમૂહમાં યૂરોપિયન યૂનિયન પણ સામેલ હતું.

તમને જણાવી દઈએ કે, પહેલા જી-8 સમૂહ હતું, તેમાં અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને રશિયા સામેલ હતા. યૂરોપીય સંઘ પણ વાર્ષિક શિખર સમ્મેલનમાં સામેલ હતું પરંતુ, જ્યારે અમેરિકાની સત્તાની કમાન બરાક ઓબામાના હાથમાં ગઈ તે સમયે રશિયા બહાર થઈ ગયું. ક્રિમિયા પર રશિયાના કબજા બાદ 2014માં તેને જી-8માંથી બહાર કરી દેવામાં આવ્યું અને ત્યારથી આ જી-7 સમૂહ છે.

કેમ ભારતને આમંત્રિત કરવામાં આવ્યું!
ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં ફ્રાંસ પહોંચેલા પીએમ મોદી સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ કહ્યું કે, અમે જી-7 પર વાત કરી. અમે ઈચ્છીએ છીએ કે, ભારત આ સમિટનો ભાગ બને કેમ કે, ભારત વગર અમે કેટલાક મુદ્દા પર આગળ નથી વધી શકતા.

મૈક્રોને છે અધિકાર
Loading...

ફ્રાંના રાષ્ટ્રપતિ અને જી-7ના આયોજક દેશ તરીકે મૈક્રોને એવો અધિકાર છે કે, તે આ સમૂહના બહારના કોઈ અન્ય દેશને પણ બોલાવી શકે છે. ભારતને મળેલા આ આમંત્રણથી એ સ્પષ્ટ થાય છે કે, દુનિયાભરમાં દેશની તાકાત વધી રહી છે.

કયા મુદ્દા પર થઈ શકે છે ચર્ચા?
માનવામાં આવી રહ્યું છે કે, ભારતને આમંત્રિત કરવા પાછળ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ હટ્યા બાદ, સીમા પર વધેલા તણાવની ચર્ચા થઈ શકે છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે, કાશ્મીરમાંથી કલમ 370 અને કલમ 35એ હટાવવું તેનો આંતરીક મામલો છે. આ સાથે કાશ્મીર મુદ્દા પર કોઈ પણ પ્રકારની વાતચીત માત્ર પાકિસ્તાન સાથે જ થશે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ પીએમ મોદીની મુલાકાત થશે.
First published: August 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...