ભારત અને ચીન કરતા પાછળ છે અમેરિકાની પબ્લિક હેલ્થ કેયર સિસ્ટમ

News18 Gujarati
Updated: March 17, 2020, 9:33 PM IST
ભારત અને ચીન કરતા પાછળ છે અમેરિકાની પબ્લિક હેલ્થ કેયર સિસ્ટમ
ભારત અને ચીન કરતા પાછળ છે અમેરિકાની પબ્લિક હેલ્થ કેયર સિસ્ટમ

અમેરિકા સ્થાપિત વૈશ્વિક મહાશક્તિ છે પણ તેની સામે ભારત અને ચીનની હેલ્થ કેયર સિસ્ટમની વાત કરવામાં આવે તો ઘણી શાનદાર છે

  • Share this:
અમેરિકામાં કોરોના વાયરસનો (Corona Virus) કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોનાની વૈશ્વિક સ્થિતિના તાજા આંકડા આપનાર વેબસાઇટ worldometers.infoના મતે અત્યાર સુધી અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા 5000ની નજીક પહોંચી ગઈ છે. મૃતકોનો આંકડો 90ની પાર પહોંચી ગયો છે. શરુઆતમાં આ સંક્રમણને હળવાશથી લેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ શંકાના કારણે પોતાની તપાસ પણ કરાવી ચૂક્યા છે. તેમની પુત્રી ઇવાંકા ટ્રમ્પ સેલ્ફ આઇસોલેશનમાં છે. અમેરિકાના હેલ્થ સિસ્ટમની વાત કરવામાં આવે તો ખબર પડે છે કે તે કેટલી દયનીય હાલતમાં છે અને ઘણી ખર્ચાળ છે. જે સામાન્ય લોકોની પહોંચથી બહાર છે.

અમેરિકા સ્થાપિત વૈશ્વિક મહાશક્તિ છે પણ તેની સામે ભારત અને ચીનની હેલ્થ કેયર સિસ્ટમની વાત કરવામાં આવે તો ઘણી શાનદાર છે. એવું નથી કે ચીન અને ભારતની હેલ્થ કેયર સિસ્ટમમાં ખામી નથી. વિશેષ રુપથી ભારતમાં ઘણી ખામીઓ છે. જોકે આમ છતા ભારત પાસે સરકારી હોસ્પિટલોની એક લાંબી ચેઈન છે. જેના દ્વારા આ મહામારીનો મુકાબલો કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ચીને વાયરસને પછાડવા પોતાની પૂરી તાકાત લગાડી દીધી છે અને તેમાં પબ્લિક હેલ્થ કેયરની મોટી ભૂમિકા છે.

આ પણ વાંચો - ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 137 થઈ, આ ત્રણ દેશોના યાત્રીઓ પર લાગ્યો પ્રતિબંધ

બ્રિટિશ અખબાર ધ ગાર્જિયનના એક રિપોર્ટમાં અમેરિકાના પબ્લિક હેલ્થ કેયર સિસ્ટમની ઘણી ટિકા કરી હતી. રિપોર્ટ પ્રમાણે અમેરિકા નેશનલ ઇંસ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇંફેક્શિયસ ડિજિજના ડાયરેક્ટર ડોં. એંથની એસ ફાઉસીએ સ્પષ્ટ કર્યું છે કે દેશની સિસ્ટમ કોરોનાની મહામારી માટે બિલકુલ તૈયાર નથી. આપણે સ્વિકાર કરવો પડશે કે અમે કોરોના સામે ફેલ થઈ રહ્યા છીએ.
First published: March 17, 2020, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading