Home /News /national-international /

છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી જ કેમ બહાર આવી મોટી જીવલેણ બીમારી

છેલ્લા 20 વર્ષમાં ચીનમાંથી જ કેમ બહાર આવી મોટી જીવલેણ બીમારી

હવે લોકોમાં એ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે કોરોના વાયરસની ઉત્પતિ ચીનના વુહાનમાં થઇ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો આ વાત જાહેરમાં પણ કહી હતી અને હવે વિશ્વના ઘણા મોટા વૈજ્ઞાનિકો પણ આ સૂરમાં બોલી રહ્યા છે

હવે લોકોમાં એ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે કોરોના વાયરસની ઉત્પતિ ચીનના વુહાનમાં થઇ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો આ વાત જાહેરમાં પણ કહી હતી અને હવે વિશ્વના ઘણા મોટા વૈજ્ઞાનિકો પણ આ સૂરમાં બોલી રહ્યા છે

વિશ્વભરમાં કાળનો કોળિયો બની ત્રાટકેલ કોરોના વાયરસ સામે મોટા દેશો પણ હારી બેઠા છે. તેવામાં બીજી બાજુ ફરીથી હવે લોકોમાં એ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે કોરોના વાયરસની ઉત્પતિ ચીનના વુહાનમાં થઇ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો આ વાત જાહેરમાં પણ કહી હતી અને હવે વિશ્વના ઘણા મોટા વૈજ્ઞાનિકો પણ આ સૂરમાં બોલી રહ્યા છે. તાજેતરમાં રિપોર્ટમાં જે વુહાનની લેબ જે રહસ્યો સર્જાયા છે, તે પણ ચોંકાવનારા છે. વિશ્વ એ વાત પર પણ ચકિત છે કે કોરોના વાયરસ આ રીતે રૂપ કેમ બદલે છે.

જો અમેરિકાના આરોપોની વાત કરવામાં આવે તો આ સવાલ યોગ્ય છે કે ગત 20 વર્ષમાં ચીનમાંથી જ વિશ્વની 5 સૌથી મોટી બીમારીઓ કઇ રીતે ફેલાઇ. આ બીમારીઓથી મોટા પ્રમાણમાં જીવ પણ ગયા છે. આ બીમારીઓમાં 4 વાયરસ- સાર્સ, એવિયન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ અને કોરોના વાયરસ ચીનની જ દેન છે. જોકે સ્વાઇન ફ્લૂનો જન્મ ચીનમાં ન હોતો થયો, પરંતુ ગત ઘણા વર્ષોથી ચીનના વેટ માર્કેટ પર ઘણા સવાલો ઉઠ્યા છે. સાર્સ, એવિયન ફ્લૂ અને હવે કોરોના વાયરસે વિશ્વભરને મુશ્કેલીમાં મુક્યું છે. ચીનના ખોરાક અંગે પણ અનેક સવાલો ઉઠે છે, જેમાં જંગલી અને ઝેરી જાનવરો મારીને ખાવામાં આવે છે.

સાર્સ

સાર્સ મહામારી નવેમ્બર, 2002માં ચીનમાંથી ફેલાઇ હતી. સૌથી પહેલા દક્ષિણ ચીનના ગુઆંગડોન્ગ વિસ્તારમાં તેનો વાયરસ મળ્યો હતો. નવેમ્બર, 2002 અને જુલાઇ, 2003 વચ્ચે સાર્સ દક્ષિણ ચીનમાં ફાટી નીકળ્યો હતો. આ મહામારીથી ઘણા દેશોમાં હજારો લોકો સંક્રમિત થયા હતા અને અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો. સૌથી વધુ મોત હોંગકોંગમાં થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાન, આ મહામારીમાં ડેથ રેટ 9.6 ટકા હતો. આ રોગ વિશ્વના લગભગ 37 દેશોમાં ફેલાયો હતો. નવો કોરોના વાયરસ પણ સાર્સના જ પરીવારનો સદસ્ય છે. આજે પણ સાર્સ વાયરસની કોઇ વેક્સિન કે દવા બની શકી નથી.

સાર્સના સમયે પણ ચીનના વેટ માર્કેટને લઇને અસંખ્ય વાતો ફેલાઇ હતી. જાણકારોના કહ્યા અનુસાર વિશ્વમાં માંસનો વેપાર વધી રહ્યો છે. જંગલો ઘટી રહ્યા છે અને જાનવરોનું ફાર્મિંગ વધી રહ્યું છે. તેને કારણે જંગલી જાનવરોના વાયરસ ફાર્મિંગ વાળા જાનવરોમાં પ્રવેશે છે. ત્યાંથી આ વાયરસ માણસના શરીરમાં પ્રવેશી જાય છે.

ચીનના મીટ માર્કેટમાં ઘણા પ્રકારના પ્રાણીઓના માંસ મળે છે. તેથી ત્યાંથી નવા-નવા વાયરસ ઝડપથી ફેલાય છે. સંક્રમક વાયરસ હોવાના કારણે તે દુનિયામાં ફેલાય છે. ખાસ કરીને ચીનના તે માર્કેટ ખૂબ જ ખતરનાક છે, કારણ કે ત્યાં ઝેરી પ્રાણીઓનું મીટ પણ મળે છે.

આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનમાં ધંધો ઠપ થતા અને દેવું થઈ જતા યુવાને આપઘાત કર્યો, બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

એવિએન ફ્લૂ

એવિએન ફ્લૂ કે બર્ડ ફ્લૂ એક વાયરસ સંક્રમણ છે. જે પક્ષીઓમાંથી પક્ષીઓમાં ફેલાય છે. આ બીમારી સંક્રમિત મરઘીઓ અથવા અન્ય પક્ષીઓની નજીક રહેવાથી ફેલાય છે. ખાસ કરીને મરઘીઓની વિવિધ પ્રજાતિઓના સીધા સંપર્કમાં આવવાથી માણસોમાં પણ આ બીમારી ફેલાય છે. માણસોમાં આ સંક્રમણ મોઢું, નાક અને આંખ દ્વારા ફેલાય છે.

આ મહામારીના અનેક રૂપ લાંબા સમયથી વિશ્વની સામે આવ્યા છે. પરંતુ હાલમાં પ્રચલિત H5N1 વર્ષ 1996માં ચીનમાં સામે આવ્યો હતો. તેને હાઇપેથોજિનેસિટી વાયરસ માનવામાં આવે છે. વર્ષ 2000 બાદ ઘણી જગ્યાએ ફેલાયેલ એવિયન ફ્લૂનું સ્વરૂપ H5N1 સાથે ઘણું મળતું હતું. તેથી અમેરિકાનો આરોપ છે કે ચીન મહામારીઓ ફેલાવી રહ્યું છે.

સ્વાઇન ફ્લૂ

સ્વાઇન ફ્લૂ એક એવો ચેપી રોગ છે કે, જેને નજરઅંદાર કરવા પર તેના ગંભીર પરીણામો આવી શકે છે. ગત વર્ષે દેશમાં તેના ઘણા કેસો સામે આવ્યા હતા. સ્વાઇન ફ્લૂની સારવાર ન થવા પર તે જાનલેવા પણ બની શકે છે. ખાસ કરીને ફેફસાના દર્દીઓ માટે આ વધુ ઘાતક બની શકે છે. નાના બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં સરળતાથી આવી જાય છે. આ સિવાય નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા અને પહેલાથી જ બીમાર લોકો પણ તેનાથી સંક્રમિત થઇ શકે છે. જો કોઇ વ્યક્તિ લાંબા સમયથી દવા લઇ રહ્યું હોય કે તેની સારવાર ચાલી રહી હોય તો તેમના માટે સ્વાઇન ફ્લૂ જીવલેણ સાબિત થઇ શકે છે.

પરંતુ સ્વાઇન ફ્લૂ અંગે કરાયેલ અમેરિકન દાવાઓ સાચા નથી. જો સરખી રીતે જોવામાં આવે તો છેલ્લા 20 વર્ષમાં આ બીમારી ઘણા દેશોમાં હાહાકાર મચાવી ચૂકી છે. 2007માં આ મહામારીની અસર ફિલીપાઇન્સમાં ખૂબ ખરાબ રીતે થઇ હતી.

કોરોના વાયરસ

કોરોના વાયરસ અથવા કોવિડ-19ને આ સદીની સૌથી ખતરનાક ચેપી બીમારી માનવામાં આવે છે. જોકે આ મહામારીમાં ડેથ રેટ સાર્સ અને સ્વાઇન ફ્લૂ કરતા ખૂબ ઓછો છે. પરંતુ તેમાં ફેલાવાની ક્ષમતા ખૂબ વધુ છે. આ જ કારણ છે કે લગભગ સદીઓમાં પહેલી વખત એવું થયું હશે કે એક મહામારીએ સંપર્ણ વિશ્વને બંધ કરી દીધું હતું. કોરોના વાયરસને લઇને લગભગ તમામ પશ્ચિમી દેશો ચીનને આડે હાથ લઇ રહ્યા છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વુહાન લેબ થિઅરીમાં કોઇ દમ નથી. પરંતુ કોરોના વાયરસ અને વુહાન વેટ માર્કેટ સિવાય લેબનું પણ ત્યાં જ હોવું અનેક સવાલો ઉભા કરે છે. દેશોનું પણ તે જ કહેવું છેકે ચીને મહામારી વિશે જાણકારી છુપાવી અને તેથી તેનું સંક્રમણ અન્ય દેશોમાં બેકાબુ બન્યું છે.

ચીનના ફૂડ માર્કેટના કારણે ફેલાઇ રહી છે નવી બીમારીઓ

જાણકારોના મતે ચીનમાંથી નવી-નવી બીમારીઓ ફેલાવાનું એક કારણ તેનું ફૂડ માર્કેટ છે. ચીનનાં શહેરોમાં ફળ-શાકભાજીથી લઇને મીટના માર્કેટ ફેલાયેલા છે. ખાસ કરીને ચીનના માંસના માર્કેટ નવી બીમારીઓનું ઉદ્ધભવ સ્થાન બની રહ્યા છે. ચીનમાં ઘણા પ્રકારના પ્રાણીઓના માંસ મળે છે. ચીનના લોકો સાપ-ગરોળીથી લઇને સીફૂડના નામે ઘણા પ્રકારના સમુદ્રી જીવોનું માંસ ખાય છે. ચીનના શહેરોમાં મીટ માર્કેટમાં આ બધુ ખુલ્લેઆમ મળે છે. ચીનના શહેરોની ગીચ વસ્તી અને ત્યાંના મીટ માર્કેટના કારણે ત્યાં અસંખ્ય બીમારીઓ ફેલાઇ રહી છે.

ચીનના માંસ બજાર બીમારીઓનું મૂળ

ચીનના માંસ બજાર નવી અને સંક્રમક બિમારીઓનું મૂળ છે. હાલના વર્ષોમાં તેવી ઘણી બિમારીઓ સામે આવી છે, જેમાં પ્રાણીઓના વાયરસ માણસના શરીરમાં આવ્યા છે અને તેનું સંક્રમણ ઝડપથી ફેલાયું છે. એચઆઇવી, સાર્સ H1N1 ઇન્ફ્લૂએન્ઝા જેવી બિમારીઓ છે.

ચીનમાં મોટા પ્રમાણમાં થાય છે એનિમલ ફાર્મિંગ

વિશેષજ્ઞો જણાવે છે કે, મીટ માર્કેટમાં પ્રાણીઓના માંસ અને લોહીનો સંપર્ક માણસના શરીર સાથે થાય છે. જે વાયરસ ફેલાવાનું સૌથી મોટું કારણ છે. ખાસ કરીને સ્વચ્છતામાં થોડી પણ ભૂલ વાયરસને ફેલાવામાં મદદ કરે છે અને આ ગમે ત્યાં થઇ શકે છે. ઇબોલા નામનો રોગ આફ્રીકાથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. ઇબોલાના વાયરસ ચિંપાજીમાથી માનવ શરીરમાં આવ્યા હતા. આફ્રિકામાં ચિંપાજી મારીને ખાવાથી વાયરસ માણસના શરીરમાં પહોંચ્યો અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.
First published:

Tags: Coronavirus, Diseases, H5N1, New Virus, SARS, World, આરોગ્ય, ચીન

આગામી સમાચાર