Home /News /national-international /

Coal shortage: વર્ષો જૂના આ વીજ સંકટનો ઉકેલ કેમ નથી શોધી શકતી મોદી સરકાર?

Coal shortage: વર્ષો જૂના આ વીજ સંકટનો ઉકેલ કેમ નથી શોધી શકતી મોદી સરકાર?

વીજળી સંકટને રોકવા માટે પાવર, કોલસો અને રેલવે મંત્રાલયની સક્રિયતા ચરમસીમાએ છે

Power Crisis - આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે દર વર્ષે મે-જૂન મહિનામાં જ કોલસાનું સંકટ શા માટે ગાઢ બને છે? પાંચ વર્ષ જૂનું વીજ સંકટ આખરે ક્યારે સમાપ્ત થશે?

નવી દિલ્હી : દેશમાં કોલસાની અછત (Shortage of Coal)ને કારણે વીજ સંકટ (Power Crisis) વધુ ઘેરુ બની રહ્યું છે. વીજ કટોકટીથી 14થી વધુ રાજ્યોના લોકો પરેશાન છે. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો પણ વીજ સંકટથી ચિંતિત છે. પાવર કટથી પરેશાન લોકો હવે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ત્યારે સોમવારે ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) એ વીજ સંકટની વર્તમાન સ્થિતિને લઈને સંબંધિત વિભાગોના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઉર્જા મંત્રી આરકે સિંહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ ભાગ લીધો હતો.

વીજળી સંકટને રોકવા માટે પાવર, કોલસો અને રેલવે મંત્રાલયની સક્રિયતા ચરમસીમાએ છે. પાવર પ્લાન્ટ્સને કોલસાના સપ્લાયને સરળ બનાવવા માટે, કોલ ઈન્ડિયા લિમિટેડ ઉત્પાદન વધારવાની સાથે રેલવે મંત્રાલય સાથે મળીને કામ કરી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે દર વર્ષે મે-જૂન મહિનામાં જ કોલસાનું સંકટ શા માટે ગાઢ બને છે? પાંચ વર્ષ જૂનું વીજ સંકટ આખરે ક્યારે સમાપ્ત થશે?

દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે ગત સપ્તાહમાં ત્રણ વખત વીજ પુરવઠો રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. મંગળવારે પીક પાવર ડિમાન્ડ રેકોર્ડ 201.65 ગીગાવોટ પર પહોંચી હતી. તે 7 જુલાઈ, 2021 ના ​​રોજ 200.53 ગીગાવોટ હતી. ગુરુવારે મહત્તમ વીજ માંગ 204.65 ગીગાવોટની વિક્રમી ઊંચી સપાટીએ હતી અને શુક્રવારે 207.11 ગીગાવોટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. બુધવારે તે 200.65 ગીગાવોટ રહી હતી.

આ પણ વાંચો - લાંબા વીજ કાપ માટે થઇ જાવ તૈયાર, માંગ સામે પુરવઠો ઓછો, આગળ સ્થિતિ વધારે ખરાબ થશે

પાંચ વર્ષ જૂની છે આપણા દેશમાં વીજ સંકટની આ કહાણી

દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓએ વીજળી સંકટને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, ભારતમાં વીજળીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આપણે સૌએ સાથે મળીને જલ્દીથી આનો ઉકેલ લાવવો પડશે. અત્યાર સુધી અમે દિલ્હીમાં કોઈને કોઈ રીતે મેનેજ કરીએ છીએ. આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક નક્કર પગલાં લેવાની જરૂર છે.

શું કહેવુ છે જાણકારોનું

નિષ્ણાંતોનું માનવું છે કે, સમગ્ર દેશમાં કોલસાની ભારે અછત છે. તેનું સૌથી મોટું કારણ રેલવે રેકનો અભાવ અને કોલસાના પુરવઠામાં ભારે અછત છે. કોલસાની આ તીવ્ર અછતને કારણે, દેશભરના તમામ પાવર પ્લાન્ટ્સ વીજ ઉત્પાદનને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કારણ કે, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી, પાવર પ્લાન્ટ્સમાં દરરોજ વીજળી ઉત્પન્ન થાય છે. તેથી, વીજળીના બેકઅપ માટે તેને બનાવતા ઇંધણનો બેકઅપ હોવો જરૂરી છે. અત્યારે કોલસાના સપ્લાયમાં સમગ્ર દેશમાં કમી જોવા મળી રહી છે.

સીસીએલની દ્રષ્ટિએ આખરે કોણ છે દોષી

સીસીએલના એક અધિકારી ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, કોલસાના સપ્લાયની જવાબદારી સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની છે. જ્યાં પહેલા ટ્રેનમાં 450 રેક હતા, હવે માત્ર 405 રેક જ છે. જ્યારે, તેમની સંખ્યામાં વધારો થવો જોઈતો હતો પણ તેવુ થયુ નથી અને હાલ તેનાથી બરાબર ઊલટું થઈ રહ્યું છે. હવે આ રેક્સમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેટલા ટકા વધી છે વીજળીની માંગ?

વર્ષ 2017-18થી દેશમાં વીજ કટોકટી (Power Crisis) થોડા મહિનાઓ માટે વધુ ઘેરી બનતી જઈ રહી છે. નિષ્ણાંતો કહે છે કે આ સમયગાળા દરમિયાન પીક અવરની માંગમાં 24 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન પીક અવર ડિમાન્ડ 1.64 લાખ મેગાવોટથી વધીને બે લાખ મેગાવોટ થઈ છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જ દેશમાં વીજળીનું ઉત્પાદન 1308 અબજ યુનિટથી વધીને માત્ર 1320 અબજ યુનિટ થયું છે.

હાલની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 60 હજાર મેગાવોટ ક્ષમતાના પાવર પ્લાન્ટ કોલસા, ગેસ કે અન્ય કારણોસર બંધ હાલતમાં છે. 18 હજાર મેગાવોટ ક્ષમતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટ ગેસ ન મળવાના કારણે બંધ થયા છે. બીજી તરફ આયાતી કોલસા પર નિર્ભર 16 હજાર મેગાવોટ ક્ષમતા પણ યોગ્ય રીતે ચાલી રહી નથી. એ જ રીતે 15-16 હજાર મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટ રિપેર ન થવાના કારણે બંધ પડી રહ્યાં છે, જ્યારે 10 હજાર મેગાવોટ પાવર પ્લાન્ટ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટના અભાવે હાલ કામ કરી રહ્યા નથી.
First published:

Tags: Coal, Coal crisis, Coal shortage

આગામી સમાચાર