ચૂંટણી જ કેમ કરાવો છો, સીધા દિલ્હીથી જ CM બનાવી દો: ઉદ્ધવ

 • Share this:
  કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર નિશાન સાધ્યો છે. તેમને કહ્યું કે, કેન્દ્રએ રાજ્યપાલોની જેમ મુખ્યમંત્રીઓની પણ નિયુક્તિ કરી દેવી જોઈએ. તેમને કહ્યું કે, લોકતંત્રનું અનાદર કરવામાં આવી રહ્યું છે.

  ઠાકરેએ ગુરૂવારે ઉલ્હાસનગરમાં એક  રેલીમાં કહ્યું, "જો લોકતંત્રનું અનાદર જ કરવું છે તો એક લોકશાહી દેશ કહેવાનો શું ફાયદો છે? ઈલેક્શન કરાવવાનું બંધ કરી દેવું જોઈએ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ જ અડચણ વગર વિદેશ પ્રવાસ પર જઈ શકે"

  તેમને કહ્યું, ચૂંટણી કરાવવાની બંધ કરી દો, જેથી સમય અને પૈસાની બચત થઈ શકે. મુખ્યમંત્રીઓને રાજ્યપાલોની જેમ નિયુક્ત કરી દો.

  બીજેપીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે સરકાર બનાવવા માટે દાવો કરવા માટે રાજ્યપાલને સોંપવામાં આવેલી ધારાસભ્યોની લિસ્ટમાં કેટલાક ધારાસભ્યોની નકલી સહીઓ કરી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને કહ્યું, "કોઈને તે વાત સમજમાં આવતી નથી કે, ધારાસભ્યો બેંગ્લોર પહોચે અને કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકથી પહેલા તેમના પાસેથી તેમની સહીઓ કેવી રીતે લઈ લીધી."

  તેમને કહ્યું કે, કોંગ્રેસ માટે નકલી સિગ્નેચર અને અન્ય દસ્તાવેજ કોઈ નવી વાત નથી. મણિપુરમાં જ્યારે ખંડિત જનાદેશ(સરકાર વિખેરવાનો) આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસે મણિપુર પીપલ્સ પાર્ટીના સમર્થનનો એક નકલી લેટર આપ્યો હતો. તેમને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આમાં ષડયંત્ર રચ્યું છે. જોકે, કોંગ્રેસે પ્રકાશ જાવડેકરે લગાવેલ આરોપોને ફગાવી દીધા હતા.
  Published by:Mujahid Tunvar
  First published: