Home /News /national-international /પાકિસ્તાનમાં કેમ વધી રહ્યો છે તાલિબાન માટે સપોર્ટ

પાકિસ્તાનમાં કેમ વધી રહ્યો છે તાલિબાન માટે સપોર્ટ

(પ્રતિકાત્મક તસવીર - shutterstock)

Taliban news - અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) અમેરિકાની સેના પૂરી રીતે છોડીને જતા તાલિબાનની (Taliban) તાકાત વધવા લાગી છે

    અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) અમેરિકાની સેના પૂરી રીતે છોડીને જતા તાલિબાનની (Taliban) તાકાત વધવા લાગી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તાલિબાનનો કાબુલ પર ગમે ત્યારે કબજો થઇ જશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અમેરિકા વચ્ચેના સમીકરણમાં પાકિસ્તાનની (Pakistan) પણ મહત્વની ભૂમિકા હતી. હવે જ્યારે સમીકરણમાંથી અમેરિકા હટી ગયું છે તો પાકિસ્તાન-તાલિબાન સંબંધોના વિશ્લેષણ શરૂ થઇ ગયા છે. હાલમાં જ જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાનમાં તાલિબાન સમર્થકોની સંખ્યા વધવા લાગી છે. જેની અફઘાનિસ્તાન પર તો અસર થશે જ સાથે જ ભારત સહિત ઘણા દેશો પર તેનો પ્રભાવ પડશે.

    પાકિસ્તાનમાં વધી તાલિબાનની પૈરવી

    સોશિલય મીડિયા પર ઘણા એવા વીડિયોની સંખ્યા વધી ગઈ છે જેમાં પાકિસ્તાની નાગરિક તાલિબાનના ઝંડા પકડીને રેલીયોમાં ઇસ્લામી નારા લગાવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિક જ નહીં ઇસ્લામી ધર્મગુરુ પણ પાકિસ્તાનમાં અફઘાન તાલિબાનના સમર્થનમાં દાન માંગતા જોવા મળી રહ્યા છે. ડીડબલ્યુ રિપોર્ટ પ્રમાણે બલુચિસ્તાનના પિશિન જિલ્લા અને ક્વેટા શહેરમાં ઘણા બધા સ્થાનીય લોકોનું કહેવું છે કે વિસ્તારમાં તાલિબાન સમર્થિત ગતિવિધિઓમાં ઝડપથી વધારો થયો છે. મૌલવી મસ્જિદોમાં અફઘાન તાલિબાનો માટે દાન માંગે છે. હવે તે ઘરે ઘરે જઈને આવું કરી રહ્યા છે.

    શું પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરે છે તાલિબાની

    પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમી કબીલાઇ વિસ્તારમાંથી આવનાર વિપક્ષી સાંસદ મોહસિન દાવરનું કહેવું છે કે તાલિબાન ક્વેટા સહિત પાકિસ્તાનના ઘણા અલગ-અલગ વિસ્તારમાં ખુલ્લેઆમ ફરે છે. તેમનું કહેવું છે કે આ સરકારના સમર્થન વગર શક્ય નથી. જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે આ પ્રકારના આરોપ ખોટા છે.



    તાલિબાન માટે પાકિસ્તાની લડાકે

    વિશેષજ્ઞોનું માનવું છે કે ઇસ્લામાબાદ તાલિબાન સાથે તહરિકે તાલિબાન પાકિસ્તાનને પણ સમર્થન આપી રહ્યા છે. તાલિબાનનું અફઘાનિસ્તાનમાં વધવું તેના પાકિસ્તાની સમર્થકોનો પણ આત્મવિશ્વાસ વધી રહ્યો છે. આટલું જ નહીં પાકિસ્તાની સૈનિક પણ અફઘાન બળો સામે તાલિબાન તરફથી લડતા માર્યા ગયા છે. તેમની ડેડ બોડી પણ પાકિસ્તાન લઇ જવામાં આવી રહી છે.

    પાકિસ્તાની સહયોગ

    વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્તાનમાં તાલિબાન નેતાઓને આશરો મળવાની સાથે-સાથે ચિકિત્સીય સહાયતા સાથે તાલિબાની પરિવારોને મદદ પણ મળે છે. સ્પષ્ટ છે કે તાલિબાનને પાકિસ્તાનનો આધિકારિક સહયોગ છે પણ હવે આ સ્થાનીય સ્તર સુધી વધારે છે. તેમનું માનવું છે કે આનાથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છાપને નુકસાન થયું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Checkposts, અફઘાનિસ્તાન, તાલિબાન, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन