કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે 2 મહિનાનું અંતર, સમજો સરકારે આવો નિર્ણય કેમ કર્યો

કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના ગાળાને વધારવા કહ્યું

કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના ગાળાને વધારવા કહ્યું

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના ગાળાને વધારવા કહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસ ટિકાકરણ માટે કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં બનાવેલી સીરમ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડ અને સ્વદેશી કંપની ભારત બાયોટેકની કોવેક્સિન સાથે કોરોના વાયરસ ટિકાકરણ શરૂ થયું છે. કેન્દ્ર સરકારે સોમવારે સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યું કે તેમની આ એડવાયઝરી ફક્ત કોવિશીલ્ડ માટે છે.

  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્ર સરકારે કહ્યું કે ઇમ્યુનાઇઝેશન પર બનેલી નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ અને વેક્સીન માટે ગઠિત રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહ દેશભરમાં ટિકાકરણ માટે જે સમયગાળાનું પાલન કરવામાં આવી રહ્યું છે તેના પર પુનર્વિચાર કર્યો છે.

  આ પણ વાંચો - ન્યૂઝીલેન્ડમાં મેચ દરમિયાન ક્રિકેટરને મેદાન પર માર્યો મુક્કો, થઇ ગયો બેભાન

  કેન્દ્ર સરકારે કહ્યું કે કેટલીક નવી વૈજ્ઞાનિક સાબિતી સામે આવી છે. કેન્દ્રએ પોતાની એડવાયઝરીમાં કહ્યું કે બે વિશેષજ્ઞ સમૂહોએ કોવિશીલ્ડ માટે સમયગાળો પહેલા 4 થી 6 સપ્તાહનો રાખવા માટે કહ્યું હતું પણ હવે આ ટાઇમ ટ્રાવેલને 4 થી 8 સપ્તાહ સુધી કરવામાં આવ્યો છે. જેથી કોવીશિલ્ડના પ્રથમ ડોઝ પછી 4 થી 8 સપ્તાહના અંદર લોકોને બીજો ડોઝ આપવામાં આવશે.

  કેન્દ્ર સરકારે કહ્યું કે વૈજ્ઞાનિક પ્રમાણોથી આ વાતની જાણ થઈ છે કે જો કોવિશીલ્ડનો બીજો ડોઝ 6 થી 8 સપ્તાહના અંદર આપવામાં આવે તો તેનો પ્રભાવ વધારે સારી રીતે કામ કરે છે. જોકે બીજા ડોઝમાં 8 સપ્તાહથી વધારે ગાળો ન હોવો જોઈએ.
  Published by:Ashish Goyal
  First published: