Home /News /national-international /માત્ર છોકરીઓ માટે જ રાત્રે હોસ્ટેલમાં પ્રતિબંધ કેમ? કેરળ હાઇકોર્ટનો સવાલ, યુનિ.એ કહ્યું- નાઇટલાઇફ વિદ્યાર્થીઓ માટે નથી
માત્ર છોકરીઓ માટે જ રાત્રે હોસ્ટેલમાં પ્રતિબંધ કેમ? કેરળ હાઇકોર્ટનો સવાલ, યુનિ.એ કહ્યું- નાઇટલાઇફ વિદ્યાર્થીઓ માટે નથી
Kerala Highcourt: કેરળ હાઇકોર્ટે યુનિવર્સિટીને સવાલ કર્યો હતો કે, જ્યારે છોકરાઓ માટે આવા કોઈ પ્રતિબંધો નથી તો માત્ર છોકરીઓ માટે આવો પ્રતિબંધ શા માટે? તો જુઓ શું જવાબ મળ્યો?
Kerala Highcourt: કેરળ હાઇકોર્ટે યુનિવર્સિટીને સવાલ કર્યો હતો કે, જ્યારે છોકરાઓ માટે આવા કોઈ પ્રતિબંધો નથી તો માત્ર છોકરીઓ માટે આવો પ્રતિબંધ શા માટે? તો જુઓ શું જવાબ મળ્યો?
કેરળ હાઈકોર્ટે (Kerala High Court) તાજેતરમાં જ રાત્રે 9.30 વાગ્યા પછી મહિલા વિદ્યાર્થીઓને છાત્રાલયની બહાર જવા પર પ્રતિબંધ (Curfew for women hostellers) મૂકતા જાહેરનામાની ટીકા કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે, જ્યારે છોકરાઓ માટે આવા કોઈ પ્રતિબંધો નથી તો માત્ર છોકરીઓ માટે આવો પ્રતિબંધ શા માટે. હાઈકોર્ટ કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજ (Kerala University of Health Sciences)ની પાંચ મહિલા એમબીબીએસ વિદ્યાર્થીઓ (MBBS Students) દ્વારા કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લઇને આ વાત કરી હતી. જો કે, યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે "સ્લીપલેસ નાઇટ અને નાઇટલાઇફ વિદ્યાર્થીઓ માટે નથી."
આ સાથે જ ડાબેરી સરકારે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, તેણે 6 ડિસેમ્બરે છાત્રાલયના સમયમાં નોંધપાત્ર છૂટછાટ આપતો આદેશ જારી કર્યો છે અને ન્યાયાધીશ દેવન રામચંદ્રને નિર્દેશ આપ્યો હતો કે તેનો "તાત્કાલિક અમલ કરવામાં આવે."
કોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે, "(નવા) આદેશ મુજબ, છોકરાઓ અને છોકરીઓ બંને માટે છાત્રાલયોના દરવાજા રાત્રે 9.30 વાગ્યા સુધીમાં બંધ થવાની જોગવાઇ હોવા છતાં, પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને આ સમય પછી પણ પ્રવેશવા માટે પૂરતી છૂટ મળે છે. આ વિદ્યાર્થીઓ હજુ સુધી નવા વાતાવરણ અને વિસ્તારથી પરિચિત નથી." તેમાં એમ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ જોતા સરકારનો આદેશ "આગળ વધવાનું એક આવકારદાયક પગલું" હતું.
ન્યાયમૂર્તિ રામચંદ્રને જણાવ્યું હતું કે, "તેથી, હું મેડિકલ કોલેજોના સંબંધિત તમામ આચાર્યો અને અન્ય અધિકારીઓને તાત્કાલિક અસરથી ઉપરોક્ત સરકારી આદેશની દ્રષ્ટિએ કાર્ય કરવા નિર્દેશ આપું છું." બીજી તરફ યુનિવર્સિટીએ તેના સોગંદનામામાં દાવો કર્યો હતો કે "મેચ્યોરિટીની ઉંમર માનસિક મેચ્યોરિટી પણ લાવે તે જરૂરી નથી" અને કિશોરોનું મગજ "માળખાગત અને વિધેયાત્મક રીતે પર્યાવરણીય તણાવ, ખરાબ વર્તણૂક, માદક દ્રવ્યોનું વ્યસન, નબળું ડ્રાઇવિંગ અને અસુરક્ષિત સેક્સ માટે સંવેદનશીલ હોય છે" તેવી તમામ બોબતો સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા પણ છે.
"કોમ્પ્લેક્સ વર્તણૂક માટે મગજના પ્રિફ્રંટલ કોર્ટેક્સનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રીફ્રંટલ કોર્ટેક્સનો વિકાસ અને મેચ્યોરિટી 25 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે થાય છે." યુનિવર્સિટીએ દાવો કર્યો હતો કે, "ઉપરોક્ત વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં લેતા, 18 વર્ષની ઉંમર થવા પર સંપૂર્ણ રીતે સ્વતંત્રતા આપવી એ સમાજ માટે યોગ્ય અને સારું ન હોઈ શકે." યુનિવર્સિટીએ એવી પણ દલીલ કરી હતી કે અરજી કરનાર મેડિકલના તે વિદ્યાર્થીઓ હતા જેમના ક્લાસિસ સવારે 8 વાગ્યે શરૂ થાય છે, તેથી તેમને દરરોજના કામ પછી પૂરતી ઊંઘની જરૂર હોય છે.
એફિડેવિટમાં જણાવાયું છે કે, "સ્લીપલેસ નાઇટ્સ અને નાઇટલાઇફ વિદ્યાર્થીઓ માટે નથી અને શૈક્ષણિક સંસ્થા અને યુનિવર્સિટીની એ ફરજ છે કે તેઓ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં આરામ મળી રહે તે અંગેના નિયમો ઘડે. લાદવામાં આવેલા પ્રતિબંધો સંપૂર્ણ નથી અને વટહુકમમાં સંબંધિત વ્યક્તિઓ પાસેથી મોડા પાસ જારી કરવાની જોગવાઈ છે. તેથી, કોઈ પણ નિયમન વિના છાત્રાલયોના દરવાજા જો યોગ્ય વૈજ્ઞાનિક અભ્યાસ વિના ખોલવામાં આવે તો તે મોટા ભાગે સમાજ માટે નુકસાનકારક હશે. "
યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી અન્ય એક દલીલ એ હતી કે એન્જિનિયરિંગ કોલેજો અથવા મેનેજમેન્ટ સંસ્થાઓના કેમ્પસથી વિપરીત, જેને યોગ્ય રીતે સુરક્ષિત કરી શકાય છે, તે મેડિકલ કોલેજ કેમ્પસ હંમેશાં લોકો માટે ખુલ્લું હોય છે અને દરરોજ હજારો લોકો તેની મુલાકાત લે છે. તે પણ એક તથ્ય છે કે ઘણા મેડિકલ કોલેજ કેમ્પસમાં બસ સેવાઓ છે, જેમાં કેમ્પસમાં એક કરતા વધુ બસ સ્ટોપ આવેલા છે.
યુનિવર્સિટીએ એવી પણ દલીલ કરી છે કે અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને તેમને તે બધાના હિતોની રજૂઆત તરીકે ન જોઈ શકાય. એવી પણ દલીલ કરવામાં આવી છે કે જો તેઓ તેમની ફરજો ચૂકશે તો છાત્રાલયો તેમના નિયમોને પાળવામા રહેવામાં નિષ્ફળ જશે, જેના કારણે વાલીઓને તેમના વોર્ડને ત્યાં મૂકવા માટે પ્રેરિત કરવામાં આવી શકે છે.
"ત્યાં છાત્રાલયના વહીવટને લગતા નિયમોમાં કોઈ પ્રતિબંધ નથી જે ગેરવાજબી અને લિંગ ભેદભાવ દર્શાવતા હોય. તેમાંથી કોઈ પણ અરજદારોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી. છાત્રાલયોના સુચારૂ વહીવટ માટે અને છાત્રાલયોમાં શિસ્ત સુનિશ્ચિત કરવા માટે નિયત કરેલા ધોરણો જરૂરી છે."
અરજદારોએ 2019ના સરકારના આદેશને પડકાર્યો છે, જેમાં રાત્રે 9.30 વાગ્યા પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના છાત્રાલયના વિદ્યાર્થીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેનો અમલ ફક્ત તેમની હોસ્ટેલમાં કરવામાં આવી રહ્યો છે, પુરુષોની હોસ્ટેલમાં નહીં.
આ મામલાની અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે શા માટે માત્ર મહિલાઓ કે છોકરીઓને જ નિયંત્રણની જરૂર છે, છોકરાઓ કે પુરુષોની નહીં અને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં મહિલાઓ માટે રાત્રે 9.30 વાગ્યાનો કર્ફ્યુ શા માટે નક્કી કરવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, "આપણે રાતનો ડર ન રાખીએ. છોકરાઓને જે સ્વતંત્રતા આપવામાં આવી છે તે છોકરીઓને પણ મળવી જોઈએ." કોર્ટે એમ પણ કહ્યું હતું કે રાજ્ય અને જાહેર સત્તાધીશોએ છોકરીઓ અને મહિલાઓને હોસ્ટેલમાં અંદર બંધ કરવાને બદલે તેમની સંભાળ રાખવા માટે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર