લગ્ન શા માટે? નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાના લગ્ન અંગેના નિવેદનથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં આગ

લગ્ન શા માટે? નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાના લગ્ન અંગેના નિવેદનોથી પાકિસ્તાની સોશિયલ મીડિયામાં આગ Image credit: Reuters

ઘણા લોકોએ તેના પર બેજવાબદાર નિવેદનો સાથે યુવાઓના મગજને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે, જે ઇસ્લામના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે

  • Share this:
પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઇ હાલમાં જ બ્રિટીશ વોગના કવર પેજ પર દેખાઇ હતી. મલાલાએ લગ્ન પર કરેલી ટિપ્પણી અંગેનું કવર વાયરલ થતા તે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાયું હતું. એક વાતચીતમાં મલાલાએ રાજનીતિ, સંસ્કૃતથી લઇને પોતાના જીવન અંગેની ઘણી વાતો અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. જોકે લગ્ન પર તેણે કરેલી ટિપ્પણીએ ઘણા લોકોને ગુસ્સે પણ કર્યા હતા.

તેણે લગ્ન વિશે વાત કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં બધાને પોતાના લગ્ન જીવન વિશે વાતો કરતા જોવું ચિંતાજનક બની શકે છે. જો તમે કોઇ પર ભરોસો કરી શકો છો કે નહીં? તમે કઇ રીતે સુનિશ્ચિત છો? યુસુફઝઇએ આગળ જણાવ્યું કે, મને હજુ પણ સમજાતું નથી કે લોકોને લગ્ન શા માટે કરવા પડે છે? જો તમારે તમારા જીવનમાં કોઇ વ્યક્તિ જોઇએ છે, તો લગ્નના કાગળો પર હસ્તાક્ષર શા માટે કરવા જોઇએ? આ એક ભાગીદારી શા માટે ન બની શકે?

યુસુફઝઇના આ નિવેદને પાકિસ્તાની સોશિયલ મીડિયામાં ભારે આગ લગાવી છે. જેમાં ઘણા લોકોએ તેના પર બેજવાબદાર નિવેદનો સાથે યુવાઓના મગજને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે, જે ઇસ્લામના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. જ્યારે અમુક લોકોએ તેના પર પશ્ચિમી સંસ્કૃતિની નકલ કરવાનો આરોપ લગાવ્યો તો અમુકે પવિત્ર લગ્નસંબંધ વિશે નકારાત્મક વિચારોનો પ્રચાર કરવા માટે દોષી ગણી હતી.

આ પણ વાંચો - અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 20 ટકા સુધી લઇ જવા માટે શું છે એએમસી ગાર્ડન વિભાગનો પ્લાન?


પાકિસ્તાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ મથિરાએ પણ મલાલાના નિવેદનોની નિંદા કરી હતી. મથિરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મલાલા, આપણે આ પેઢીને શીખવાડવું જોઇએ કે નિકાહ સુન્નત છે. તે માત્ર એક કાગળ પર હસ્તાક્ષર કરવાની વાત નથી. તમે કોઇ જમીન નથી ખરીદી રહ્યા. વધુમાં મોડલે ઉમેર્યુ કે મજબૂરીમાં થતા કે અપમાનજનક લગ્ન અથવા બાળ લગ્નને નકારાત્મક રીતે ગણાવી શકાય છે. જોકે ઘણા લોકોએ મલાલાનો સહકાર પણ કર્યો હતો અને યુવા માનવઅધિકાર કાર્યકર્તાના બચાવ માટે આવ્યા હતા.ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઓફિશિયલ પેજ પર વોગે 23 વર્ષિય કાર્યકર્તાનો કવર ફોટો શેર કર્યો છે. ફોરેસ્ટ ફ્રેન્ડલી વિસ્ફોસ એન્ડ લેસ શર્ટમાં મલાલાના લુકને શેર કરતા તેમણે લખ્યું કે, ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પણ ક્યારેક જીવનમાં આવતી મુશ્કેલીઓથી સુરક્ષિત નથી. મલાલા યુસુફઝઇને જ્યારે પૂછવામાં આવ્યું કે, 10 વર્ષના સમયમાં તે પોતાને ક્યાં જુએ છે? તો તેણે કહ્યું કે, તે દરેક રાત મારા માટે એક સવાલ છે, હું આગળ શું કરવા જઇ રહી છું? ઉલ્લેખનીય છે કે, મલાલએ એક દશકાથી વધુ સમય સુધી મહિલાઓની શિક્ષા માટે સંઘર્ષ કર્યો છે.

યુસુફઝઇને વર્ષ 2012માં તાલિબાની દ્વારા માથા પર ગોળી મારવામાં આવી હતી. જ્યારે તે તાલિબાન દ્વારા મહિલાઓના શિક્ષણ અંગે મનાઇ ફરમાવવાના પ્રયાસમાં તેમની વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહી હતી. તેમણે વર્ષ 2020માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પોતાની ડિગ્રી પુરી કરી હતી
First published: