ભારત-પાક તણાવ: LoCની પાસે રહેનારા લોકોનું દર્દ- તેઓ અમને એક ઝાટકે મારી કેમ નથી દેતા

News18 Gujarati
Updated: March 3, 2019, 11:40 AM IST
ભારત-પાક તણાવ: LoCની પાસે રહેનારા લોકોનું દર્દ- તેઓ અમને એક ઝાટકે મારી કેમ નથી દેતા
છેલ્લા એક સપ્તાહથી ફાયરિંગની ઘટનાઓ વધી છે.

પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલો ગોળો સીધો રકમત બીના ઘર પર પડ્યો, જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા

  • Share this:
(આકાશ હસન)

કલાકો સુધી મોર્ટાર મારાનો અવાજ, સતત થઈ રહેલું ફાયરિંગ, આકાશમાં ઉઠતો ધૂમાડો અને દરેક ક્ષણે મોતની આહટ... જમ્મુ-કાશ્મીર સીમા અને નિયંત્રણ રેખા (LoC)ની પાસે રહેનારા લોકોની દિવસની શરૂઆત પણ આ વસ્તુઓથી જ થાય છે અને રાતે પણ મોતનો ડર સતત રહે છે. LoC પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન સતત ચાલુ છે, પરંતુ પુલવામા હુમલા બાદથી પરિસ્થિતિ વધુ બગડી છે, છેલ્લા એક સપ્તાહથી ફાયરિંગની ઘટનાઓ વધી છે.

સીમા પારથી લગભગ રોજેરોજ કોઈ પણ સમયે ભારતીય ગામો અને ચોકીઓ પર ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાનની આ હરકતથી સ્થાનિક લોકોનું જીવન મુશ્કેલ થઈ ગયું છે. મોત રોજ ગામ લોકોના માથે નાચે છે. જેથી જિંદગી બચાવવા માટે લોકો પોતાનું ઘર અને પશુઓને ભગવાન ભરોસે મૂકીને સુરક્ષિત સ્થળો પર શરણ લેવા માટે મજબૂર થઈ ગયા છે.

યુદ્ધ જેવી સ્થિતિની વચ્ચે LoC પર રહેનારા લોકો જિંદગી જીવતા નથી પરંતુ જિંદગી પસાર કરી રહ્યા છે. LoCની પાસે પુંછના સાલોત્રી ગામની રહેવાસી રકમત બી (50)ની જ આપવીતી સાંભળો. ભારે ફાયરિંગની વચ્ચે રકમત બી ટિન શેડવાળા માટીના ઘરમાં પોતાના પાંચ વર્ષના પૌત્રને ઉંઘાડવાનો પ્રયાસ કરી રહી હતી, જે કદાચ ગોળીના અવાજથી ડરીને ઉઠી ગયો હતો.

આ પણ વાંચો, જ્યારે બડગામમાં ક્રેશ થયું IAFનું વિમાન તો, લોકોને લાગ્યું કે શરુ થયું ભારત-પાક યુદ્ધ

ફાયરિંગ બંદ થવા કે ઓછું થતાં રકમત બી પૌત્રને ઉંઘાડીને બીજા રૂમમાં આરામ કરવા જાય છે કે ફરીથી ગોળી છૂટવાનો અવાજ આવવા લાગ્યા. પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલો ગોળો સીધો રકમત બીના ઘર પર પડ્યો, જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા. મરનારાઓમાં રકમત બીની પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી સામેલ હતા. પૌત્રી માત્ર 9 મહિનાની હતી.રકમત બીનું ઘર પુંછ સેક્ટરથી માત્ર 10 કિમીના અંતરે છે. પુંછ જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખા પણ છે. અહીંની સ્થિતિ એ હદે ખરાબ છે કે દરરોજ, દર કલાકે ક્યાંકને ક્યાંક ફાયરિંગનો અવાજ સંભળાતો હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી તો સ્થિતિ ઘણી વધુ ચિંતાજનક થઈ છે. અહીં બંને તરફથી લોન્ગ રેન્જની મોર્ટાર છોડવામાં આવી રહી છે, જેના કારણે સીમા પાર રહેતા લોકો દર રોજ મોતનો સામનો કરી રહ્યા છે. આ લોકોને ખ્યાલ છે કે તેમનો વિસ્તાર ડેન્જર ઝોનમાં છે. તેઓ અહીંથી દૂર જવા પણ માંગે છે, પરંતુ તેમનું બીજું કોઈ ઠેકાણું જ નથી.

રકબત બી કહે છે કે, હું અલ્લાહને સતત દુઆ કરી રહી હતી કે બોમ્બ અને ગોળાનો અવાજ રોકાઈ જાય. પરંતુ અવાજો સતત વધી રહ્યા હતા અને પહેલાથી વધુ થઈ ગયા હતા. અચાનક એક ગોળો આવીને પડ્યો અને એક જ ઝટકામાં મારું ઘર બરબાદ થઈ ગયું. પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા ગોળામાં રકમત બીની પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીએ જીવ ગુમાવ્યા, જ્યારે તેમનો 27 વર્ષનો દીકરો મોહમ્મદ યૂનિસ જિંદગી અને મોતની વચ્ચે જંગ લડી રહ્યા છે.
First published: March 3, 2019, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading