'Howdy Modi' કાર્યક્રમમાં આ કારણે એક કલાક મોડા પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી વધુ સમય મોડા પડતાં નરેન્દ્ર મોદીને તેમની ઘણી વાર સુધી રાહ જોવી પડી

News18 Gujarati
Updated: September 23, 2019, 12:23 PM IST
'Howdy Modi' કાર્યક્રમમાં આ કારણે એક કલાક મોડા પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી વધુ સમય મોડા પડતાં નરેન્દ્ર મોદીને તેમની ઘણી વાર સુધી રાહ જોવી પડી
News18 Gujarati
Updated: September 23, 2019, 12:23 PM IST
હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન (Houston)માં આયોજિત હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50 હજાર લોકોને સંબોધિત કર્યા. એનઆરજી સ્ટેડિયમમાં ખીચોખીચ ભરેલા ભારતીય મૂળના લોકોને પીએમ મોદીએ પોતાના ભાષણના માધ્યમથી મજબૂત ભારતની તસવીર રજૂ કરી. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 'Howdy Modi' કાર્યક્રમમાં એક કલાકથી વધુ વિલંબથી પહોંચ્યા. એવામાં ભારતીય વડાપ્રધાનને ઘણી વાર સુધી રાહ જોડી પડી.

ટ્રમ્પ કેમ મોડા પહોંચ્યા?

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું ભાષણ રાત્રે 9:20 વાગ્યે શરૂ થયું. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને સંબોધન કરવાનું હતું, પરંતુ તેઓ Howdy Modi કાર્યક્રમાં રાત્રે 10:25 વાગ્યે પહોંચ્યા. એટલે કે એક કલાક 5 મિનિટ મોડા. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ એટલા માટે મોડા પડ્યા કારણ કે તેમને હ્યૂસ્ટનમાં પૂરની સ્થિતિનું બ્રીફિંગ લેવાનું હતું. નોંધનીય છે કે, હ્યૂસ્ટનમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાન ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અત્યાર સુધી 5 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

આ પણ વાંચો, Howdy Modi: ...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું?

'Howdy Modi'માં ડોનાલ્ડ ટ્રમ્પનું ભાષણ રવિવાર રાત્રે 9:39 વાગ્યે શરૂ થવાનું હતું અને તેઓ લગભગ અડધો કલાક સંબોધન કરવાના હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ શરૂ થવાનું હતું. ટ્રમ્પ મોડા પડતાં પીએમ મોદી 9:20 વાગ્યે સ્ટેજ પર પહોંચ્યા. લગભગ અડધો કલાક બોલ્યા બાદ તેઓએ સ્ટેજ છોડી દીધું. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફરી સ્ટેજ પર આવ્યા.

આ પણ વાંચો, HOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો
Loading...

ટ્રમ્પે પીએમ મોદી માટે કર્યુ હતું ટ્વિટ

'Howdy Modi'માં આવતાં પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી માટે ટ્વિટ પણ કર્યુ હતું. તેઓએ લખ્યું કે, હ્યૂસ્ટનમાં હું મારા મિત્રની સાથે હોઈશ. 'Howdy Modi' મૅગા ઇવેન્ટમાં આજનો દિવસ શાનદાર રીતે પસાર થશે.

આ પણ વાંચો, Howdy Modi: પીએમ મોદીએ પાક. પર સાધ્યું નિશાન, પૂછ્યું- 9/11 અને 26/11ના માસ્ટરમાઇન્ડ ક્યાં છુપાયા હતા?

આ પણ વાંચો, Howdy Modi: Hustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી?
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...