મુંબઈ, મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ બીફ ફેસ્ટિવલ અને જાહેરમાં કિસ કરવા પર ભડક્યા છે. આની સાથે જ તેમને સંસદ ભવન પર હુમલાનો દોષી અફઝલ ગુરૂને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ કરનારાઓને પણ આડે હાથે લીધા. વેંકૈયા નાયડૂએ લોકોને આવા કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે.
વેંકૈયા નાયડૂએ કહ્યું, જુઓ તમે બીફ ખાવા માંગો છો, તો બેશક તમે ખાઓ. પરંતુ આવા ફેસ્ટિવલ્સનું આયોજન કેમ કરો છો? જો તમે કોઈને કિસ કરવા માંગો છો, તો તેના માટે તમારે ફેસ્ટિવલની અથવા કોઈની પરવાનગી લેવાની શું જરૂરત છે.? તે ઉપરાંત વેંકૈયા નાયડૂએ કહ્યું કે, અફઝલ ગુરૂને લઈ લો, કેટલાક લોકો તેનાં પેટભરીને વખાણ કરે છે. જે આપણા સંસદ ભવનને બોમ્બ ધમાકાથી ઉડાવવા માટે આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, વેંકૈયા નાયડૂ જ્યારે કેન્દ્ર મંત્રી હતા, ત્યારે પણ તેમને ક્યારેય બીફ ખાવાનો વિરોધ કર્યો નથી. તેમને સ્વીકાર કર્યો હતો કે, તેઓ પોતે પણ માંસાહારને પસંદ કરે છે. તેમનું માનવું છે કે, ભોજન એક વ્યક્તિગત બાબત છે. પરંતુ કોઈની ભાવનાઓને આહત કરવા માટે બીફ ફેસ્ટિવલનું આયોજન કરવાને તેઓ ખોટું ગણાવે છે.
જણાવી દઈએ કે, આ કાર્યક્રમ આરએ પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. વેંકૈયા નાયડૂ મુંબઈ સ્થિત આ કોલેજના પ્લેટનિમ જુબલી કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં હતા. ઉપરાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં હાજર બધા જ લોકોને ઘર અને કોલેજના વાતાવરણને તણાવ રહિત બનાવવાની અપિલ કરી. તેમને કહ્યું કે, દૂર્ભાગ્યપૂર્ણ છે કે, કેટલાક પેરેન્ટ્સ પોતાના બાળકની ક્ષમતાને સમજી શકતા નથી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર