Home /News /national-international /પતિને 'Husband' કહેવા સામે મહિલાએ ઉઠાવ્યો વાંધો, જાણો શું છે કારણ

પતિને 'Husband' કહેવા સામે મહિલાએ ઉઠાવ્યો વાંધો, જાણો શું છે કારણ

હસબન્ડ શબ્દ પર છે વિવાદ, તેનો અર્થ શું? (ક્રેડિટ- Pixabay/પ્રતિકાત્મક ફોટો)

Do You Know The Meaning of Husband: અમેરિકન સોશિયલ મીડિયા યુઝર ઔડ્રા ફિટ્ઝગેરાલ્ડે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ટિકટોક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે તે તેના પતિને Husband નહીં કહે.

    કેટલાક શબ્દો આપણા જીવનમાં એટલા બધા જડિત હોય છે કે આપણને તેનો સાચો અર્થ જાણવાની જરૂર ક્યારેય લાગતી નથી. જે રીતે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રીતે જ આપણે તેને સ્વીકારી લઇએ છીએ. હવે સંબંધો માટે વપરાતા શબ્દોનો અર્થ કોણ શોધે છે? આવો જ એક સંબંધ પતિ-પત્નીનો (Husband Wife) છે, પત્નીઓ તેમના પતિને અંગ્રેજીમાં Husband કહે છે, પરંતુ હાલ આ શબ્દ થોડા વિવાદ (Husband Word Controversy) માં છે.

    આટલા વર્ષોથી જે શબ્દ મહિલાઓ પોતાના પતિને સંબોધિત કરવા માટે ઉપયોગ કરી રહી છે તેના પર વિવાદ છેડાયો છે. વિવાદાસ્પદ બની રહેલા હસબન્ડ શબ્દનો અર્થ શું (What is the meaning of HUSBAND word) થાય છે? હવે વિવાદ પણ ત્યાંથી શરૂ થયો છે, જે ભાષાનો આ શબ્દ છે. ફરી એકવાર લોકો ગૂગલ પર Husbandનો અર્થ શોધી રહ્યા છે. જો કે તેનો અર્થ એ છે કે પતિ છે, પરંતુ તે ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો?

    આ પણ વાંચો- મન્ચુરિયન ઢોળાઈ જવાની બાબતમાં હત્યા, આધેડને જન્મ દિવસે જ મળ્યું મોત

    કઇ રીતે શરૂ થયો વિવાદ?

    અમેરિકન સોશિયલ મીડિયા યુઝર ઔડ્રા ફિટ્ઝગેરાલ્ડે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ ટિકટોક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે તે તેના પતિને Husband નહીં કહે. ન્યૂયોર્કની 26 વર્ષીય મહિલા ઓડ્રાએ જણાવ્યું હતું કે, તે હસબન્ડના બદલે પોતાના પતિને Wer કહીને બોલાવશે, કારણ કે તેનો અર્થ પણ પતિ છે, જે તેની Wife સાથે રહે છે. ઑડ્રાનો આ વિડીયો લાખો મહિલાઓએ જોયો હતો. જે બાદ આ વિવાદ શરૂ થયો હતો. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, આ પોસ્ટ બાદ ઘણી મહિલાઓ ઔડ્રાનું સમર્થન કરી રહી છે, તો બીજી તરફ ઘણી કમેન્ટ્સે તેને બિનજરૂરી વિવાદ પણ ગણાવ્યો છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ, પહેલા પત્ની અને બાદમાં પતિએ કરી આત્મહત્યા

    શું થાય છે Husband શબ્દનો અર્થ?

    સદીઓથી પતિ માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે વાંધો કેમ છે? ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, ઓડ્રા કહે છે કે હસબન્ડ શબ્દ પોતાનામાં જ લિંગવાદી છે અને પિતૃસતત્તાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. રિપોર્ટ અનુસાર, HUSનો અર્થ લેટિનમાં ઘર થાય છે અને BAND શબ્દ બોન્ડી પરથી ઉતરી આવ્યો છે, જે જમીન અથવા સંપત્તિ પર હક આપે છે. એટલે કે હસબન્ડનો મતલબ ઘરનો માલિક કે મકાન માલિક હશે, જે અધિકાર જતાવનાર લાગે છે. તે સ્ત્રીઓ માટે અપમાનજનક હોઈ શકે છે. તો અમુક લોકો માને છે કે hūsbōndi એટલે કે ઘરના માલિકમાંથી નીકળેલો શબ્દ અંગ્રેજીમાં Husband બને છે. જેમાં કંઇ જ ખોટું નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: OMG News, United states of america, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन