Home /News /national-international /હોળીના દિવસે મહિલાઓ પુરુષોને કેમ લાકડીઓથી મારતી હોય છે? આ પરંપરા બ્રજમાં જ નહીં પરંતુ ઘણી જગ્યાએ છે, જાણો...

હોળીના દિવસે મહિલાઓ પુરુષોને કેમ લાકડીઓથી મારતી હોય છે? આ પરંપરા બ્રજમાં જ નહીં પરંતુ ઘણી જગ્યાએ છે, જાણો...

હોળી પર બ્રજ સહિત ઘણી જગ્યાએ, સ્ત્રીઓ, પુરુષોને અલગ અલગ રીતે મારતી હોય છે.

બ્રજની હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બ્રજમાં હોળી પર, હુરિયારન એટલે કે સ્ત્રીઓ પુરુષોને લાકડીઓથી મારતી હોય છે. જ્યારે, પુરુષો ઢાલ વડે પોતાનો બચાવ કરે છે. આ દરમિયાન ચારે બાજુથી રંગ અને ગુલાલની વર્ષા થાય છે. આ પરંપરા માત્ર બ્રજમાં જ નથી. દેશના અન્ય ભાગોમાં પણ હોળી પર કેટલીક સમાન પરંપરાઓથી હોળી રમતા હોય છે.

વધુ જુઓ ...
Holi in Braj : દેશના જુદા જુદા ભાગોમાં હોળીની ઉજવણી કરવાની રીત અલગ-અલગ હોય છે. પરંતુ, આનંદ, પ્રેમ, હાસ્ય અને રમૂજ દરેક જગ્યાએ સમાન રહેતી હોય છે. હોળીના પર આખો દેશ રંગીન બની જાય છે. હોળી પર, દેશના કેટલાક ભાગોમાં તેની ઉજવણી કરવાની કેટલીક ખાસ અને અલગ રીતો પણ છે. બ્રજની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રખ્યાત છે, આ ઉપરાંત અહી લાડુ પીટીને પણ હોળી મનાવવામાં આવતી હોય છે.

રાજસ્થાનમાં કોડામાર હોળીની પરંપરા પણ વર્ષોથી ચાલી રહી છે. આ તમામ સ્થળોએ હોળીના દિવસે માત્ર મહિલાઓ જ પુરુષોને અલગ-અલગ રીતે મારતી હોય છે. જોકે, નવા યુગમાં, મહિલાઓ અને પુરુષો સમાન ઉત્સાહ સાથે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરે છે. ચાલો જાણીએ કે, શા માટે બ્રજમાં લઠ્ઠમાર તો રાજસ્થાનમાં કોડામાર હોળી ઉજવવામાં આવે છે?

ઉત્તર પ્રદેશમાં બરસાનાની લઠ્ઠમાર હોળી જોવા માટે દુનિયાભરમાંથી લોકો એકઠા થાય છે. તે રાધા-કૃષ્ણના અનન્ય પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. લોકપ્રિય દંતકથાઓ અનુસાર, શ્રી કૃષ્ણએ રાધા અને ગોપીઓ સાથે લઠ્ઠમાર હોળીની પરંપરા શરૂ કરી હતી. આ હોળી રમવા માટે આજે પણ નંદગાંવના પુરૂષો અને બરસાનાની મહિલાઓ એકત્ર થાય છે.

આ પણ વાંચો : Holi 2023: ધુળેટી પર જમાઈ તો ગયો.... ગધેડા પર બેસાડીને કાઢવામાં આવે છે સરઘસ, જાણો આ વિચિત્ર પરંપરાઓ

બરસાનાની લાડુ માર હોળી લાડીલી જીના મંદિરમાં લઠ્ઠમાર હોળીના એક દિવસ પહેલા થાય છે. પ્રથમ, ફાગને લાડીલી જીના મહેલથી નંદગાંવ માટે આમંત્રણ આપવામાં આવે છે. પછી આમંત્રણ સ્વીકારવાનો સંદેશ નંદગાંવથી રાધા રાણીના મહેલમાં જાય છે.લાડુ માર હોળીની શરૂઆત કેવી રીતે થઈ

એવું કહેવામાં આવે છે કે, જ્યારે પૂજારી સંદેશ લઈને લાડલી જીના મહેલમાં પહોંચે છે, ત્યારે તેમને ખાવા માટે એટલા લાડુ આપવામાં આવે છે કે, તેઓ ખુશીમાં તેને લૂંટવા લાગે છે. બીજી એક વાર્તા પણ લાડુ માર હોળી વિશે પ્રચલિત છે. એવું કહેવાય છે કે, જ્યારે પૂજારીને લાડુ ખાવા માટે આપવામાં આવ્યા હતા, ત્યારે કેટલીક ગોપીઓએ તેમને ગુલાલ પણ ઉડાડ્યા હતા.

તે સમયે પૂજારી પાસે ગુલાલ ન હોવાથી તેણે લાડુ ફેંકવાનું શરૂ કર્યું. ત્યારથી લાડુ વડે હોળી રમવાનું શરૂ થયું. લાડુમાર હોળીમાં દર વર્ષે ઘણા ટન લાડુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેનો પ્રસાદ હજારો ભક્તો માટે બરસાના લઈ જવામાં આવે છે.

કોડામાર હોળી ક્યાં યોજાય છે?

રાજસ્થાનમાં પણ હોળીના દિવસે મહિલાઓ પુરુષોને મારવાનો રિવાજ છે. અહીં, લાકડીઓ અથવા લાડુને બદલે, સ્ત્રીઓ પુરુષોને મારવા માટે ચાબુકનો ઉપયોગ કરે છે. તેથી જ તેને રાજસ્થાનમાં કોડામાર હોળી કહેવામાં આવે છે. હોળીની ઉજવણીની આ અનોખી પરંપરામાં મહિલાઓ પુરુષોને કોડાથી મારતી હોય છે. આ હોળીની એક અનોખી વાત પણ છે.

કોડા માર હોળીમાં ફક્ત ભાભી અને વહુ જ ભાગ લેતી હોય છે. આ હોળી બીજા દિવસે રમવામાં આવે છે. આમાં, રાજસ્થાની પોશાક પહેરેલી મહિલાઓ ફાગ ગાતી ગાતી રસ્તાની વચ્ચે ગ્રુપમાં ભેગી થતી હોય છે. જેમાં રસ્તા પર મોટા ટબમાં કલર ભરાયેલા જોવા મળે છે. પછી ભાભીઓ ભાઈ-ભાભીની પીઠ પર રંગથી તરબોળ ચાબુક મારતી હોય છે.

આ હોળી શા માટે અને ક્યારે શરૂ થઈ?

રાજસ્થાનની કોડા માર હોળી લગભગ 200 વર્ષથી ભાઈ-ભાભી મજાક મસ્તી અને હાસ્યના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આવી હોળી રાજસ્થાનના કોટા અને ભીલવાડામાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઘણી વખત ચાબુક વડે હોળી રમતી વખતે ભાઈ-ભાભી વચ્ચે ઝઘડાઓ પણ થાય છે.

હોળીમાં લોકો અમીર-ગરીબનો ભેદ ભૂલીને પુરા ઉત્સાહથી ભાગ લેતા હોય છે. અજમેરના ભીનાય વિસ્તારમાં પણ આવી હોળી મનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. કોડામાર હોળીમાં, સ્ત્રીઓ અને પુરુષોના જૂથો એકબીજાને સ્પર્ધા માટે ઉશ્કેરતા જોવા મળે છે. જ્યાં મહિલાઓ રંગમાં ભીંજવીને ચાબુક મારતી હોય છે. જ્યારે, પુરુષો ડોલ અને મોટા વાસણોથી દ્વારા રંગ છાંટતા જોવા મળે છે.
First published:

Tags: Festival Season, Holi 2023, Holi festival