Fermented Horse Milk: એયગર ઘોડાના દૂધમાંથી બનાવેલા પીણાં મોંગોલિયન પશુપાલકોના આહારનો મુખ્ય આહાર છે. સંશોધકોએ આ પરંપરાને વધુ સારી રીતે સમજવા માટે તેના ઉત્પાદનના વિજ્ઞાનનો અભ્યાસ કર્યો.
Mare Milk: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેને પીવાથી કે તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરને જરૂરી તમામ તત્વો મળી રહે છે. ભારતમાં મોટાભાગના લોકો ગાય અથવા ભેંસનું દૂધ માંગે છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં બકરી અને ઊંટના દૂધનો પણ ઉપયોગ થાય છે, પણ શું તમે ક્યારેય ઘોડીનું દૂધ પીધું છે? કદાચ ક્યારેય નહીં. એક દેશ એવો છે, ત્યાંના લોકોને ગાયનું દૂધ બિલકુલ પસંદ નથી. અહીંના લોકો ખૂબ જ ઉત્સાહથી ઘોડીનું દૂધ પીવે છે. અમે વાત કરી રહ્યા છીએ મંગોલિયાની. આ દેશ વિશ્વભરમાં તેના રેસના ઘોડા માટે જાણીતો છે. અહીં ઘોડીને સવારી માટે તેમજ દૂધ માટે પણ ઉછેરવામાં આવે છે.
ઘોડીનું દૂધ માત્ર મંગોલિયામાં જ નહીં પરંતુ મધ્ય એશિયામાં ઘણી જગ્યાએ પીવામાં આવે છે. હકીકતમાં અહીંના લોકોનું માનવું છે કે, ઘોડીનું દૂધ પીવાથી શરીર હંમેશા ઊર્જાવાન રહે છે. જ્યાં દુનિયાભરના લોકો એક જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. ત્યારે મોંગોલિયાના લોકો વિચરતું જીવન વધુ પસંદ કરે છે. પાક અથવા ગોચર માટે જમીનનો ઉપયોગ કરવાને બદલે મંગોલિયાના લોકો પ્રાણીઓને કુદરતી ઘાસના મેદાનોમાં લઈ જાય છે. આ જમીનો ખેતી માટે ઉપયોગી નથી. જાપાનના ટોક્યોમાં મેઇજી યુનિવર્સિટીના આબોહવા વિજ્ઞાની મોરિનાગાના જણાવ્યા અનુસાર, મંગોલિયામાં મોટાભાગના લોકો પાસે જમીન નથી. તેથી તેમનામાં પર્યાવરણ વિશે જબરદસ્ત સમજ વિકસી છે.
મોરિનાગા કહે છે કે, જીવનની પરંપરાગત અને વૈકલ્પિક રીતોનું દસ્તાવેજીકરણ વધુ સારા અને વધુ ટકાઉ ભવિષ્ય માટે સંકેત આપે છે. તેમના મતે અનુભવી વિચરતી લોકો જમીન અને આબોહવાની લાક્ષણિકતાઓને એટલી સારી રીતે જાણે છે કે, તેઓ ઓછા બળતણ સાથે માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ હવામાનમાં ટકી શકે છે. વિશ્વભરમાં 70 ટકાથી વધુ ડેરી ઉત્પાદનો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. જો કે, ગાયો તેમની પાચન પ્રક્રિયાઓ દ્વારા ઘણાં બધા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે. ત્યારે મધ્ય મંગોલિયામાં ઘોડીના દૂધનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મોરિનાગા કહે છે કે, મોંગોલિયન ઘોડાઓની પર્યાવરણીય અસર અને તેમને ઉછેરવાની સ્વદેશી રીત ગાય કરતાં ઘણી ઓછી છે.
ડ્રિંક ‘એયરગ’ શું છે?
મોરિનાગાએ મોંગોલિયન પરંપરાગત પીણું 'એયરગ'ના ઉત્પાદન પર સંશોધન કર્યું હતું. મંગોલિયાના લોકો ઘોડીના દૂધમાંથી બનાવેલ ફર્મેટેડ પીણું 'એયરગ' પીવે છે. આમાંનું મોટાભાગનું ઉત્પાદન તે દિવસોમાં થાય છે જ્યારે ઘોડી સ્તનપાન કરતી હોય છે. તે કહે છે કે, પરંપરાગત રીતે મોંગોલિયન પશુપાલકો ઉનાળામાં વધુને વધુ ડેરી ઉત્પાદનો અને શિયાળામાં માંસ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના આહારમાં પણ બદલાવ આવી રહ્યો છે.
સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક?
મોરિનાગાને ઘોડીના દૂધ પર સંશોધનથી જાણવા મળ્યું છે કે, તેમાં પ્રોટીન આલ્બ્યુમિનનું પ્રમાણ ખૂબ વધારે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં, ઘોડીના દૂધમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. હાલમાં મોરિનાગાની ટીમ એયરગના પ્રોબાયોટિક ગુણધર્મોની તપાસ કરી રહી છે. તે કહે છે કે, ‘હું એ જોઈને ખૂબ પ્રભાવિત થઈ કે ઘોડી અને બચ્ચાંની 25 જોડી પાંચ ટન એયરગ બનાવે છે. આ પ્રક્રિયામાં તેઓ એવા સાધનોનો ઉપયોગ કરે છે, જેની પર્યાવરણ પર અસર ઘણી ઓછી હોય છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર