કેમ નેપાળની પોલીસે 5 ભારતીય નાગરિકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું? આ ઘટનાની 5 મોટી વાત જાણો

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

તેવું તો શું બન્યું કે સ્થિતિ આવી રીતે વણસી ગઇ?

 • Share this:
  ભારત-નેપાળ સીમા (India Nepal Border)પર આમ તો હંમેશા શાંતિ જ રહે છે. પણ શુક્રવારે બિહારના સીતામઢી જિલ્લાની લાગેલી સીમા પર નેપાળ પોલીસે અચાનક ભારતીય નાગરિકો (Indian Citizen) પર ગોળીઓ વરસાવાની શરૂ કરી. આ ઘટનામાં ભારતના એક નાગરિકની મોત થઇ છે. અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. અનેક લોકો આ ઘટનાને ભારત-નેપાળ નક્શાના વિવાદ સાથે જોડીને દેખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ નેપાળે પોતાની સંસદના નક્શામાં સંશોધનની મંજૂરી આપી છે. અને નવા નક્શા મુજબ નેપાળે ભારતના કેટલાક વિસ્તારને પોતાના ગણાવ્યા છે. નેપાળમાં મઘેશી સાંસદો અને લોકોએ આ વાતનો વિરોધ કર્યો છે.

  તે વાતમાં કોઇ સંદેહ નથી કે ભારત અને નેપાળની વચ્ચે આ નવા નક્શાના રજૂ થવાની સાથે તણાવ વધ્યો છે. વળી નેપાળી પોલીસને ભારતીય પર ગોળી ચલાવવાનો વારો આવી તે માનવું પણ કેટલાક લોકો માટે અશક્ય છે. બિહારમાં દરેક જગ્યાએ નેપાળ પાસે આવેલી સીમામાં 24 કલાક સશસ્ત્ર બળોનો પહેરો રહે છે. તેવામાં સવાલ તે ઊભો થાય છે કે તેવું તો શું બન્યું કે સ્થિતિ આવી રીતે વણસી ગઇ. ત્યારે આ ઘટનાક્રમને જાણો.

  1. આ ઘટના સીમા પર સોનબરસા પોલીસ સ્ટેશનના પિપરા પરસાઇન પંચાયતની છે. ગામના કેટલાક લોકો લાલબંદી જાનકી નગરની બોર્ડરના ખેતરમાં કામ કરવા ગયા હતા.

  2. ખેતરમાં કામ કરતા લોકો પર નેપાળી પોલીસે અચાનક ફાયરિંગ શરૂ કરી.
  3. ઘટનામાં 25 વર્ષના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. હાલ એસએસબી અને સ્થાનિક પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

  4. આરોપ છે કે ઇજાગ્રસ્ત એક વ્યક્તિને નેપાળની પોલીસે ઘસડીને સીમા પાર લઇ ગઇ ચે. જ્યારે બાકીના 3 ઇજાગ્રસ્તોને સીતામઢીમાં રેફર કરવામાં આવ્યા છે.

  5. મૃતકના પિતાએ જણાવ્યું કે તેમની જમીન નેપાળમાં નારાયણપુરમાં છે. આ જમીન પર ખેતરમાં તેમનો પુત્ર કામ કરી રહ્યો હતો. ત્યાં જ અચાનક નેપાળી પોલીસે ગોળી ચલાવી દીધી.
  Published by:Chaitali Shukla
  First published: