Home /News /national-international /Hardik Patel Resign from Congress : હાર્દિક પટેલે કોંગ્રેસ કેમ છોડ્યું? રાહુલ ગાંધીથી નારાજગીનું આ હતુ કારણ!

Hardik Patel Resign from Congress : હાર્દિક પટેલે કોંગ્રેસ કેમ છોડ્યું? રાહુલ ગાંધીથી નારાજગીનું આ હતુ કારણ!

હાર્દિક પટેલ રાહુલ ગાંધી કેમ નારાજ

Hardik Patel Resign from Congress : હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું કે, દિલ્હીના નેતાઓ માટે ચિકન સેન્ડવિચ તેમની વાત સાંભળવા કરતાં વધુ મહત્વ ધરાવે છે. તેમનો ઈશારો રાહુલ ગાંધી (Rahul Gandhi) તરફ હતો

Hardik Patel Resign from Congress : તમામ અટકળો અને આશંકાઓ વચ્ચે આખરે હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસ છોડી દીધી, પરંતુ જતાં જતાં તેમણે પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ એવી રીતે વાત કરી કે તેની ચર્ચા ચારે બાજુ થવા લાગી. વર્ષ 2018માં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) , જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) અને હાર્દિક પટેલ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના યુવા જૂથના સભ્ય હતા. પરંતુ અત્યાર સુધીમાં બે યુવા નેતાઓ આ જૂથ છોડી ચૂક્યા છે. હાર્દિક પટેલે પણ હવે કોંગ્રેસને અલવિદા કહી દીધું.

પાર્ટીમાં તેમની અવગણનાથી નારાજ હાર્દિક પટેલે કહ્યું કે, દિલ્હીના નેતાઓ માટે ચિકન સેન્ડવિચ તેમની વાત સાંભળવા કરતાં વધુ મહત્વ ધરાવે છે. તેમનો ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. આ પહેલા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેમની વાત સાંભળવા કરતાં તેમના પાલતુ કૂતરા પીડીને વધુ મહત્વ આપે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તે રાહુલ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા, પરંતુ રાહુલ તેમની વાત સાંભળવાને બદલે કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા.

કોંગ્રેસ છોડી ગયેલા આ તમામ નેતાઓમાં શું સામ્ય છે? જેમાં મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય બીજી સમાનતા એ છે કે, આ તમામ નેતાઓ રાહુલ ગાંધીની નજીક હતા અથવા રાહુલ ગાંધીએ તેમને પસંદ કર્યા હતા. શરૂઆતમાં આ તમામ નેતાઓએ રાહુલ ગાંધીની સાથે પૂરા જોશ સાથે કામ કર્યું, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાઈ અને બધું ખોટું થવા લાગ્યું.

'સમસ્યા રાહુલ ગાંધીની નથી, તેમના મંડળની છે'

News18.com એ કોંગ્રેસ છોડનારા તમામ નેતાઓ સાથે વાત કરી અને લગભગ બધાએ આ જ વાત કરી. રાહુલ ગાંધી સાથે કોઈ મતભેદ ન હતા, પરંતુ સમસ્યા તેમના મંડળની હતી અને આખરે રાહુલ ગાંધી તેમની જ વાત સાંભળે છે.

એક સમયે રાહુલ ગાંધીની નજીક રહેલા આવા જ એક નેતાએ કહ્યું કે, "તેમની નજીકના લોકોનું જૂથ અસુરક્ષિત છે. તેમને એ વાત પસંદ ન હતી કે. અમારો રાહુલ ગાંધી સાથે સીધો સંપર્ક હોવો જોઈએ અને તેઓ અમને બાયપાસ કરીને તેમને મળી શકે. છેવટે, રાહુલ ગાંધી પણ એ જ લોકો પર વિશ્વાસ કરવા લાગે છે, આ માટે હું રાહુલને દોષી ઠેરવીશ.

આનું સૌથી મોટું ઉદાહરણ જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેઓ એક સમયે રાહુલ ગાંધીની ખૂબ નજીક હતા. પરંતુ જ્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સત્તામાં આવી ત્યારે સ્પષ્ટ હતું કે, દિગ્વિજિયા સિંહ અને કમલનાથની હાજરીમાં તેમનો રસ્તો આસાન નહીં હોય.

દિગ્વિજય સિંહને સિંધિયા સાથે કોઈ લગાવ નહોતો. સિંધિયા રાજ્ય કેબિનેટમાં તેમના સમર્થકો માટે જગ્યા ઇચ્છતા હતા. પરંતુ કોઈએ તેમની વાત ન સાંભળી અને આખરે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું.

આ બાજુ RPN સિંહ અને જિતિન પ્રસાદની વાર્તા છે, જેમને એક સમયે રાહુલ ગાંધી સુધી પહોંચવામાં કોઈ સમસ્યા નહોતી. પણ ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી.

'કોંગ્રેસ નેતૃત્વ બે મોટી સમસ્યાઓથી પીડાય છે'

આ તમામ નેતાઓના અનુભવને જોતા એવું લાગે છે કે, કોંગ્રેસ નેતૃત્વ બે સમસ્યાઓથી પીડાય છે - પ્રથમ, ગાંધીનું નજીકનું જૂથ જે કોઈને તેમની નજીક આવવા દેતું નથી, જેથી કરીને તેઓ બાજુ પર જઈ શકે. વળી, જો કોઈ પરિવર્તન લાવવા માગે છે, તો તેમના પર કોંગ્રેસની ટોચની નેતાગીરીને બહુ વિશ્વાસ નથી.

મોટા ભાગના નેતાઓએ News18.comને કહ્યું, “અમે નેતા છીએ, અમે ઈચ્છીએ છીએ કે, અમારી વાત સાંભળવામાં આવે, પાર્ટીમાં પોસ્ટ મળે. પરંતુ આ માટે આપણે ક્યાં સુધી ટોચના નેતાઓની આગળ-પાછળ ફરતા રહીએ?

આ પણ વાંચોહાર્દિક પટેલનો સ્ફોટક પત્ર: 'કૉંગ્રેસ નેતૃત્વને ગુજરાતીઓ પ્રત્યે નફરત,' જાણો રાજીનામાના પત્રમાં શું લખ્યું?

જોકે, દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજીનામું આપે છે અને આ કોઈ નવી વાત નથી. પરંતુ ઘણી વખત કોંગ્રેસમાં પાર્ટી છોડીને જતા કેટલાક નેતાઓ, ટોચની નેતાગીરી, ખાસ કરીને ગાંધી પરિવાર પર આરોપ લગાવવામાં આવે છે કે, અમારી વાત સાંભળવા કરતાં તેમના માટે ડોગ પિડી અને ચિકન સેન્ડવીચ વધુ મહત્વ રાખે છે.
First published:

Tags: Congress president rahul gandhi, Hardik Patel Patidar, Patidar Leader Hardik Patel, Rahul gandhi latest news, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ, હાર્દિક પટેલનો પત્ર