Home /News /national-international /

ગાંધી પરિવાર કેમ મુશ્કેલીમાં મુકાયો, સમન્સ જાહેર, શું છે નેશનલ હેરાલ્ડ કેસ? જાણો બધુ

ગાંધી પરિવાર કેમ મુશ્કેલીમાં મુકાયો, સમન્સ જાહેર, શું છે નેશનલ હેરાલ્ડ કેસ? જાણો બધુ

નેશનલ હોરાલ્ડ કેસ

ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે સંબંધિત આ નેશનલ હેરાલ્ડ કેસ ((National Herald case) માં ઘણા ગંભીર આરોપો છે. આ કેસ ઇક્વિટી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર માત્ર રૂ. 50 લાખ ચૂકવીને એસોસિએટેડ જર્નલ્સની રૂ. 2,000 કરોડથી વધુની સંપત્તિનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case)ના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ને સમન્સ જારી કર્યા છે. આ કેસમાં મની લોન્ડરિંગ અને ગેરરીતિનો આરોપ છે. EDએ રાહુલ ગાંધીને 2 જૂને અને સોનિયા ગાંધીને 8 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસ ગાંધી પરિવારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. રાહુલ ગાંધી વતી હાજર થવા માટે સમય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

    હકીકતમાં, ગાંધી પરિવાર સાથે સંબંધિત આ નેશનલ હેરાલ્ડ કેસમાં ઘણા ગંભીર આરોપો છે. આ કેસ ઇક્વિટી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર માત્ર રૂ. 50 લાખ ચૂકવીને એસોસિએટેડ જર્નલ્સની રૂ. 2,000 કરોડથી વધુની સંપત્તિનો ગેરઉપયોગ કરવાનો આરોપ છે.

    નિષ્ણાતોના મતે, નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રણ અગ્રણી 'નામો' સામેલ છે - એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ, યંગ ઈન્ડિયા લિમિટેડ અને કોંગ્રેસ. તમને જણાવી દઈએ કે, 2012માં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને એડવોકેટ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસ અંગે નીચલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ અંતર્ગત એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ના અધિગ્રહણમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ છેતરપિંડી કરી હતી. ફરિયાદમાં આરોપ છે કે, YIL એ નેશનલ હેરાલ્ડની સંપત્તિ 'દુર્ભાવનાથી' 'હડપ' કરી હતી.

    આ પણ વાંચોચિંતા: મુંબઈ માટે મે મહિનો ભારે, Corona હોસ્પિટલમાં ભરતી થનાર દર્દીઓની સંખ્યા 231% વધી

    જવાહરલાલ નેહરુએ શરૂઆત કરી હતી

    દેશના પ્રથમ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા જવાહરલાલ નહેરુએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને 1938માં નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત કરી હતી. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં લિબરલ બ્રિગેડને બોલવા માટે એક પ્લેટફોર્મ આપવાનું હતું. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત, અખબાર કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બની ગયું. આ સાથે અન્ય બે ન્યૂઝ પેપર પણ શરૂ થયા. તેમાંથી એક હિન્દીમાં અને એક ઉર્દૂમાં હતુ. 2008માં ન્યૂઝ પેપર બંધ કરવું પડ્યું કારણ કે દેવું રૂ. 90 કરોડને વટાવી ગયું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rahul gandhi latest news, Sonia Gandhi, નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

    આગામી સમાચાર