નવી દિલ્હી : કોવિડ-19ની રસી લીધા બાદ પણ કોરોના થવાના કેટલાક સમાચાર જોવા મળ્યા હતા. આ અંગે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્ણા એલ્લાએ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે વેક્સીન લીધા બાદ ચોક્કસ ન કહી શકાય કે કોરોના થશે કે નહીં. વેક્સીન લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે.
વેક્સીનથી તમારા નીચેના ફેંફસાને સુરક્ષા મળે છે, ઉપરના ફેંફસાને નહીં
એલ્લાએ જણાવ્યું કે વેક્સીનથી તમારા નીચેના ફેંફસાને સુરક્ષા મળે છે, ઉપરના ફેંફસાને નહીં. બે ડોઝ લીધા બાદ પણ કોવિડ-19નું સંક્રમણ થવાની શક્યતા છે. વેક્સીન લેવાથી ગંભીર સંક્રમણથી બચી શકાય છે, બીમારીને ખતરનાક અને જીવલેણ થતા રોકે છે.
બીજી લહેરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી
સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશમાં અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રમુખ શહેરોમાંથી વેક્સીન, રેમડેસિવીર અને ઓક્સીજનની કમી હોવાનું સામે આવી રહ્યું છે.
1 મેથી 18 વર્ષથી ઉપરની વ્યક્તિને વેક્સીન આપવામાં આવશે
આગામી 1 મેથી 18 વર્ષથી ઉપરની વ્યક્તિને વેક્સીન આપવામાં આવશે. ભારત બોયોટેકનું મે મહિનામાં 3 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે કોવેક્સીનનું ઉત્પાદન દર વર્ષે 70 કરોડ ડોઝ સુધી લઈ જવા માટે ક્ષમતા વધારવામાં આવી છે.
દેશમાં વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વિટ કરીને જાણકારી આપી છે કે દેશમાં 13 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવામાં આવી છે. આગામી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર