નવી દિલ્હીઃ ભારત, જાપાન અને અમેરિકન નેવીના માલાબાર યુદ્ધાભ્યાસ (Malabar Exercise)નો હિસ્સો હવે ઓસ્ટ્રેલિયા પણ બનશે. આ યુદ્ધાભ્યાસ ત્રણ દિવસનો હશે. માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધાભ્યાસને લઈને ચીન (China)ને ચિંતા ઊભી થઈ છે કારણ કે પહેલા પણ તે આ પ્રકારની એક્સસાઇઝની ટીકા કરતું રહ્યું છે.
1992માં થઈ હતી શરૂઆત
મૂળે, માલાબાર નેવી અભ્યાસની શરૂઆત 1992માં થઈ હતી. ત્યારે આ ભારત અને અમેરિકન નેવીની વચ્ચે એક ટ્રેનિંગ ઇવેન્ટ તરીકે શરૂ થઈ હતી. જાપાનનો તેનો હિસ્સો 2015માં બન્યું પરંતુ ઓસ્ટ્રેલિય એ તેમાં 2007 બાદ ક્યારેય હિસ્સો નથી લીધો. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ એક્સસાઇઝ બંગાળની ખાડીમાં કરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી તેની તારીખ ફાઇનલ નથી થઈ.
આ પણ વાંચો, Indian Navyએ જાહેર કર્યો બ્રહ્મોસ મિસાઇલનો ટેસ્ટ વીડિયો, તાકાત જોઈને થશે ગર્વ
કેમ અગત્યનો છે માલાબાર યુદ્ધાભ્યાસ
આ અભ્યાસ મહત્વ્ાપૂર્ણ એટલા માટે થઈ ગયો છે કારણ કે તેમાં QUADના તમામ ચાર દેશ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારેય લોકતાંત્રિક દેશોની આ નેવી એક્સસાઇઝ ચીનની દાદાગીરી સામે એક પ્રકારે જવાબ છે.
આ પણ વાંચો, Heroએ નવા અવતારમાં લૉન્ચ કરી દેશની સૌથી લોકપ્રિય બાઇક Splendor Plus, જાણો ફીચર્સ અને કિંમત
ઉલ્લેખનીય છે કે, ભારત ગત અનેક મહિનાઓથી ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગંભીર વિવાદમાં ગૂંચવાયેલું છે. ભારત ઉપરાંત અન્ય ત્રણ દેશોનો પણ ચીનની સાથે કોઈને કોઈ રૂપમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત તરફથી આ વખતે અભ્યાસમાં મોટા યુદ્ધજહાજ હિસ્સો લઈ શકે છે. બીજી તરફ અમેરિકાના યુદ્ધજહાજ Nimitz હાલ ગલ્ફમાં અને રોનાલ્ડ રેગન બંગાળની ખાડીમાં ઉપસ્થિત છે. માનવામાં આવી રહ્યું છે કે બંને યુદ્ધજહાજો પણ અભ્યાસનો હિસ્સો બની શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી હેસ્ટ્રોયર હોબર્ટ સામેલ થઈ શકે છે.
આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જ
આ મહિનાની શરૂઆતમાં મળ્યા હતા QUAD દેશ
આ પહેલા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ QUAD દેશ જાપાનમાં બેઠક કરી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ માટે ચીનને કડક સંદેશ આપી ચૂક્યા છે. તમામ દેશ પરસ્પર સહયોગ પર ભાર મૂકી રહ્યા છે. એવામાં માલાબાર યુદ્ધાભ્યાસની અગત્યતા ઘણી વધી ગઈ છે.
Published by:Mrunal Bhojak
First published:October 21, 2020, 07:47 am