ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

News18 Gujarati
Updated: May 27, 2020, 3:27 PM IST
ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
કોર્ટે સરકાર અને યાચિકાકર્તાથી કહ્યું કે બાળકોની તસ્કરી કેમ થઇ રહી છે તે પર થોડું રિસર્ચ કરો અને જવાબ દાખલ કરો. સાથે જ તે પણ જણાવો કે આ મામલે ઉકેલ શું છે. જો જરૂર પડી તો કોર્ટે આ પર એક્સપર્ટની બેઠકનું ગઠન કરશે. આ મામલે હવે સુનવણી બે સપ્તાહ પછી છે.

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ, ખાનગી હૉસ્પિટલો મફતમાં કોરોના દર્દીઓનું સારવાર નથી કરતી તો સરકારે આ હૉસ્પિટલોને મફતમાં જમીન કેમ આપી?

  • Share this:
(ઉત્કર્ષ આનંદ)

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના રોજ સામે આવી રહેલા નવા કેસોના કારણે સરકારી હૉસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. એવામાં ખાનગી હૉસ્પિટલો પાસે મદદ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી થાય છે, જે દરેક દર્દીને પરવડે તેવું નથી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તેની પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર પાસે ખાનગી હૉસ્પિટલો અંગે માહિતી માંગી છે. કોર્ટે બુધવારે પૂછ્યું છે કે જો ખાનગી હૉસ્પિટલો (Private Hospitals) મફતમાં કોરોના દર્દીઓનું સારવાર નથી કરતી તો સરકારે આ હૉસ્પિટલોને મફતમાં જમીન કેમ આપી?

બેન્ચનું નેતૃત્વ કરી રહેલી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ. એ. બોબડે એ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, પ્રાઇવેટ હૉસ્પિટલો માટે સરકાર મફતમાં જમીન ફાળવે છે કે પછી ખૂબ સામાન્ય ચાર્જ લે છે. એવામાં આ હૉસ્પિટલોને આ મહામારીના સમયે સંક્રમિતોની મફતમાં સારવાર કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે શું પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવારને લઈ ખરેખર કોઈ મુશ્કેલી છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં રામગોપાલ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ

બેન્ચે સોલિસિટર જનરલેન તે પ્રાઇવેટ હૉસ્પિટલોની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે જેઓને ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન મફતમાં ફાળવવામાં આવી હતી. કોર્ટે એક સપ્તાહમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે આપને આવી હૉસ્પિટલો વિશે જાણવું જોઈએ. આ હૉસ્પિટલોમાં ચેરિટી ગ્રાઉન્ડ પ શું કામ થાય છે.આ મામલામાં સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી. સચિન જૈને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રાઇવેટ હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે 10થી 12 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જોકે, આ સારવારમાં કોઈ સર્જરી પણ નથી થતી.

આ પણ વાંચો, WHOએ જાહેર કરી ચેતવણી- જે દેશોમાં કેસ ઘટ્યા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના
First published: May 27, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading