મુસલમાનો વિરુદ્ધ કેમ હિંસક બની રહ્યા છે બૌદ્ધ?

kiran mehta
Updated: March 8, 2018, 3:56 PM IST
મુસલમાનો વિરુદ્ધ કેમ હિંસક બની રહ્યા છે બૌદ્ધ?
ઈ.સ. પૂર્વ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકની દીકરી સંધમિત્રા ભારતના બોધગયાથી બોધિવૃક્ષની ડાળખી લઈને સૌથી પહેલા શ્રીલંકા પહોંચી હતી...

ઈ.સ. પૂર્વ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકની દીકરી સંધમિત્રા ભારતના બોધગયાથી બોધિવૃક્ષની ડાળખી લઈને સૌથી પહેલા શ્રીલંકા પહોંચી હતી...

  • Share this:
ભગવાન બુદ્ધે લગભગ 2500 વર્ષ પહેલા શાંતિ અને અહિંસાના પાયા સાથે બૌદ્ધ ધર્મની સરૂઆત કરી. લાંબા સમય સુધી બૌદ્ધ ધર્મને માનવાવાળા હિંસાથી દૂર રહ્યા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી મ્યાંનમાર, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશમાં બૌદ્ધ ભિક્ષુક ખુદ હિંસા ભડકાવવામાં આગળ રહ્યા છે. આ ત્રણ દેશમાં બૌદ્ધના નિશાના પર સામાન્ય રીતે મુસલમાનો જ રહ્યા. આકરે સવાલ એ છે કે, કેમ હિંસક બની રહ્યા છે બૌદ્ધ.

શ્રીલંકામાં હિંસા
કૈંડીમાં એક મિસલમાન દ્વારા બૌદ્ધ સિંહલી વ્યક્તિની હત્યા બાદ અહીં મુસલમાનો વિરુદ્ધ હિંસા શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરીના અંત સુધી દેશના કેટલાએ ભાગમાં તે ફેલાઈ ગઈ. કૌંડી સહિત દેશના અન્ય વિસ્તારોમાં મુસલમાનો પર હુમલા થયા, સાથે તેમના ઘર અને વ્યવસાયો અને સંપત્તિને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આખરે સરકારે શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર કરવી પડી. શર્રીલંકાના મુસલમાન સામાન્ય રીતે શાંત માનવામાં આવે છે. અહીં 76 ટકા વસ્તી સિંહલી બૌદ્ધ લોકોની છે.શ્રીલંકામાં આ પહેલા 80-90ના દશકમાં હિંદૂ તમિલ અને સિંહલીઓ વચ્ચે ટકરાવ થઈ હતી. ત્યારે બૌદ્ધ ભિક્ષુકોએ સિંહલીઓને ભડકાવવાનું અને સરકારને સાથ આપવાનું કામ કર્યું હતું.

મ્યાંનમારમાં પણ બૌદ્ધ આક્રમકતામ્યાનમારમાં બૌદ્ધ અને રોહિંગ્યા વચ્ચે ટકરાવ થાય છે. અહીં બૌદ્ધ લોકોની આબાદી વધારે છે, તેમને રોહિંગ્યા હંમેશા ખટકે છે. તેઓ રોહિંગ્યાને બાંગ્લાદેશી કહે છે. અને દેશમાંથી જવાની ધમકીઓ પણ આપે છે. અત્યાર સુધીમાં હજારો રોહિંગ્યા મારી નાખવામાં આવ્યા છે. જ્યારે કેટલાક પલાયન થઈ ગયા છે.

બૌદ્ધ ભિક્ષુક જે ખુદને લાદેન કહે છે
મ્યાંનમારમાં આસિન વિરાતુ નામના બૌદ્ધ ભિક્ષુકે 696 નામનું ચરમપંથી સંગઠન બનાવી રાખ્યું છે. જે ખુદને ઓસામા બિન લાદેન કહે છે, વિરાતુના નફરત ભર્યા ભાષણ બાદ મ્યાંનમારમાં મુસલમાનો વિરુદ્ધ હિંસા શરૂ થઈ હતી.થાઈલેન્ડમાં હત્યાને સાચી ગણાવે છે ભિક્ષુક
થાઈલેન્ડમાં રાષ્ટ્રવાદી બૌદ્ધ ભિક્ષુક કટ્ટરવાદી છે. તેઓ પણ કમ્યુનિસ્ટોની હત્યા કરવી હિંસા નથી માનતા

જાપાનમાં પણ કેટલાએ ચરમપંથી સંગઠન
જાપાનમાં પણ કેટલાક વર્ષથી કેટલાક બૌદ્ધ સંગઠનો ઉભરી રહ્યા છે, જે ખુનખરાબા અને હિંસા માટે ઓળખવામાં આવી રહ્યા છે. જાપાનમાં આવી રીતના કેટલાક સંગઠનો છે.

શું ભારતના સબકે બૌદ્ધને કર્યા હિંસક
કેટલાક ઈતિહાસકારોનો દાવો છે કે, હિંદુ ધર્મના ફરીથી ઉદય બાદ બૌદ્ધ ધર્મને ભારતમાં હિંસક વિરોધનો સામનો કરવો પડ્યો. મોટાભાગના બૌદ્ધ લોકોને અહીંથી ભાગવું પડ્યું હતું. કારણ કે, પોતાના ધર્મની શિક્ષા અનુસાર હિંસક થઈ જવાબ નહોતા આપી શકતા. પરંતુ ત્યારબાદ બૌદ્ધ ધર્મએ જાપાન, મંગોલિયા, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, મ્યાંનમાર અને ચીનમાં મજબૂત થઈ. જેથી સંભવ છે કે, ભારતમાં અહિંસક રહેવાના સબકથી, હવે તેઓ બૌદ્ધ ધર્મને બચાવવા માટે હિંસાને સાચી માની રહ્યા હોય.

બૌદ્ધ હોવા છતાં ક્રૂર હતા મંગોલ
બૌદ્ધ ધર્મના અનુયાયી રહેલ મંગોલ શાસક સૌથી ખૂંખાર અને ક્રૂર હતા. લગભગ ચાર કરોડ હત્યા કરવાનો આરોપ આ સામ્રાજ્યના ચંગેજ ખાન પર છે.

મ્યાંનમાર અને શ્રીલંકામાં ક્યારે પહોંચ્યો બૌદ્ધ ધર્મ
મ્યાનમારમાં બૌદ્ધ ધર્મ કમોબેશ એટલો જ પ્રાચિન છે, જેટલો બીજા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં. શ્રીલંકા સિવાય આ દેશોમાં બૌદ્ધ ધર્મ ભારતમાંથી જ ગયો છે. ઈ.સ. પૂર્વ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકની દીકરી સંધમિત્રા ભારતના બોધગયાથી બોધિવૃક્ષની ડાળખી લઈને સૌથી પહેલા શ્રીલંકા પહોંચી હતી. બૌદ્ધ ધર્મના મૂળીયા બાદમાં આસપાસના વિસ્તારોમાં ફેલાતા ગયા.
First published: March 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading