26 જુલાઈ, 2019ના રોજ કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનવાળી (Congress-JDS Alliance) કર્ણાટક રાજ્ય સરકારને પાડ્યા બાદ બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) ચોથી વાર મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ પોતાના ચોથા કાર્યકાળમાં પણ તેઓ ખુરશી પર માત્ર બે વર્ષ જ ટકી શક્યા. તેમના મુખ્યમંત્રી તરીકેના તમામ કાર્યકાળ વિવાદોથી ભરેલા અને વધુ લાંબા નથી રહ્યા. પરંતુ અચાનક તેમને રાજીનામું (BS Yediyurappa Resignation) કેમ આપવું પડ્યું?
યેદિયુરપ્પા કર્ણાટકના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા લિંગાયત (Lingayat) સમાજમાંથી આવે છે. પહેલીવાર તેઓ વર્ષ 2007માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેઓ માત્ર એક સપ્તાહ સુધી જ ખુરશી પર ટકી શક્યા હતા. ત્યારબાદ વર્ષ 2008થી 2011 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા પરંતુ ભ્રષ્ટાચારના આરોપો થતાં રાજીનામું આપવું પડ્યું. 2018માં રાજ્યમાં ચૂંટણી બાદ તેઓ માત્ર બે દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને બહુમત સાબિત ન કરી શક્યા. જોકે, બાદમાં કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્યો સાથે આવી જવાથી તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા.
માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2023 સુધીની આગામી ચૂંટણી સુધી તેઓ મુખ્યમંત્રી રહેશે પરંતુ એવું ન થઈ શક્યું. અંતે શું કારણ છે જેને લીધે તેમને ફરી ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે.
1. શરૂઆતથી જ પાર્ટીમાં વિરોધ હતો. પાર્ટીના સીનિયર નેતા તેમનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે યેદિયુરપ્પા તેમને અવગણે છે. નવા લોકોને વધુ અગત્યતા આપે છે.
2. એક વર્ષથી પાર્ટી હાઇકમાન્ડનું દબાણ. મૂળે, જ્યારે રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાને લઈને અસંતુષ્ટ થવાનું શરૂ થયું અને પોતાની ફરિયાદો લઈને હાઇકમાન્ડને મળવા લાગ્યા તો પાર્ટીએ છેલ્લા એક વર્ષથી જ તેમની પર દબાણ વધારી દીધું હતું. એવામાં લાગી રહ્યું હતું કે તેમણે જવું જ પડશે.
3. જ્યારે રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેશન થવાનું હતું તો યેદિયુરપ્પાએ કેન્દ્રએ પોતાના તરફથી અનેક નામ મોકલ્યા હતા પરંતુ પાર્ટી હાઇકમાન્ડે તેમની ભલામણોને ગંભીરતાથી લીધી નહોતી. તેના કારણે પણ સ્પષ્ટ થઈ ગયું કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડના ફેવરિટ નથી રહ્યા. આ તેમના માટે પદથી હટવાનો પહેલો અને સ્પષ્ટ સંકેત હતો.
4. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાની વિરુદ્ધ ખુલીને નિવેદન આપી રહ્યા હતા પરંતુ હાઇકમાન્ડે કોઈની ઉપર પણ કોઈ કાર્યવાહી ન કરી. એવું માનવામાં આવ્યું કે આ બધું પાર્ટી હાઇકમાન્ડની રાહબરી હેઠળ તઈ રહ્યું છે. આ બીજો સંકેત હતો કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડની પસંદ નથી રહ્યા. તેમણે જવું પડશે.
5. રાજ્યમાં પાર્ટીના નેતા ઉપરાંત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી હતી કે તેમના દીકરા બીવાય વિજેન્દ્ર પ્રોક્સી મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા.
6. બીજેપી હાઇકમાન્ડ ઈચ્છતું હતું કે બીએસ યેદિયુરપ્પાના સ્થાને રાજ્યમાં તાકાતવાન નેતાઓની બીજી હરોળ ઊભી કરવામાં આવે જેથી વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણી તેમની જ આગેવાનીમાં લડવામાં આવે.
" isDesktop="true" id="1118116" >
7. રાજ્યાના મીડિયામાં જે અહેવાલો આવ્યા, તેનાથી એવું પણ લાગ્યું કે જો એક તરફ તેઓ બીજેપી હાઇકમાન્ડની પસંદ નથી રહ્યા તો આરએસએસ પણ તેમને પસંદ નહોતી કરતી. હવે રાજ્યમાં જે નેતા મુખ્યમંત્રી બનશે, તે શક્ય છે કે આરએસએસની પસંદના હોઈ શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર