ઇશા અંબાણીના લગ્નમાં સ્ટાર્સે કેમ પીરસ્યું હતું ભોજન, થયો ખુલાસો

 • Share this:
  હાલમાં જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા. લગ્ન સમારોહ ધામધૂમ પૂર્વક યોજાયો, જો કે આ લગ્ન સમારોહ દરમિયાન અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનથી લઇને એશ્વર્યા રાય સુધીના ટોચના સેલિબ્રિટી ભોજન પીરસતા નજરે આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જો કે આ પાછળનું કારણ સામે આવ્યું છે.

  અહીં ક્લિક કરી વાંચો રાતોરાત ફેમશ થઇ ગઇ આ ખેડૂત મહિલા, એક તસવીરે બદલી દુનિયા

  12 ડિસેમ્બરના રોજ એન્ટિલિયામાં મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્નમાં જાનૈયાઓને ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. જે બોલિવૂડ સેલેબ્સ અમિતાભ બચ્ચન, શાહરૂખ, આમિર તથા એશ-અભિએ જાતે જાનૈયાઓને ભોજન પીરસ્યું હતું. આ વાતને લઈને સોશ્યિલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા પરંતુ તેનો ખુલાસો અભિષેક બચ્ચને કર્યો છે.

  Amir Khan, Sahrukh Khan

  હકીકત આવી સામે

  અભિષેકે કહ્યું હતું કે દીકરીના પરિવારવાળા જાનૈયાઓને પોતાને હાથે જમાડે છે. જેને 'સજ્જન ઘોટ' વિધિ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વિધિ કેટલાંક ગુજરાતી અને મારવાડી પરિવારમાં હોય છે. જેમાં દીકરીના નજીકના પરિવારજનો જાનૈયાઓને પોતાના હાથે ભોજન પીરસે છે અને જમવાનો આગ્રહ કરે છે.
  Published by:Sanjay Vaghela
  First published: