Home /News /national-international /Eknath Shinde: બીજેપીએ એકનાથ શિંદેને સીએમનો તાજ કેમ પહેરાવ્યો? જાણો પડદા પાછળનું પ્લાનિંગ

Eknath Shinde: બીજેપીએ એકનાથ શિંદેને સીએમનો તાજ કેમ પહેરાવ્યો? જાણો પડદા પાછળનું પ્લાનિંગ

એકનાથ શિંદે (CM Eknath Shinde) મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા મુખ્યમંત્રી બન્યા છે

Eknath Shinde News - ગુરુવારે પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી

    મુંબઈ : એકનાથ શિંદે (CM Eknath Shinde) મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિંદેના (Eknath Shinde)નામ પર મહોર મારીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. ગુરુવારે પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદ માટે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત પાછળ ભાજપની મોટી રાજકીય રણનીતિ છે અને આના કેટલાક મહત્વના કારણો પણ છે.

    આનું પહેલું કારણ બીએમસીની ચૂંટણી છે. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવા માટે એકનાથ શિંદેની શિવસેનાને મોટી બનાવવામાં આવશે. આ ઉપરાંત મરાઠી અને હિન્દુત્વના મુદ્દાને મોટો બનાવવા માટે ભાજપે એકનાથ શિંદેને સીએમ તરીકે ચૂંટીને મોટો માસ્ટર સ્ટ્રોક (Maharashtra Master Strock) લગાવ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા અને અનામતના મુદ્દે રાજ્યની જનતા ઉદ્ધવ ઠાકરે સરકારથી ખૂબ નારાજ હતી. હવે એકનાથ શિંદે પોતે મરાઠા છે અને સીએમ બન્યા છે. ભાજપ જાણે છે કે અઢી વર્ષ સુધી આ સરકારને કોઈ ખતરો નથી. તેથી એકનાથ શિંદેને સીએમ બનાવવામાં આવ્યા હતા. પડદા પાછળનું કારણ એ છે કે ભાજપ હવે આ અઢી વર્ષમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ કરશે. કારણ કે એકનાથ શિંદેની શિવસેનાને હવે મોટી બનાવવી પડશે અને ઠાકરેની સામે નવી શિવસેના ઊભી કરવી પડશે.

    આ પણ વાંચો - રિક્ષા ડ્રાઇવરથી લઇને મુખ્યમંત્રી સુધી, આવો છે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેનો સંઘર્ષ

     શિંદે હવે શિવસેનાનો લોગો અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લેવાનો પ્રયાસ કરશે

    બીજેપી એકનાથ શિંદે દ્વારા સમગ્ર શિવસેનાને શિંદે છાવણીમાં લાવવાનો પ્રયાસ કરશે. એકનાથ શિંદે હવે શિવસેનાનો લોગો અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લેવાનો પ્રયાસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે એકનાથ શિંદેને અઢી વર્ષ માટે સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો.
    " isDesktop="true" id="1224041" >

    સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઓફર પહેલીવાર એકનાથ શિંદેને આપવામાં આવી હતી. જે બાદ એકનાથ શિંદેએ શિવસેનાના બાગી ધારાસભ્યોને પૂરી પ્લાનિંગ સાથે પોતાની ટીમમાં લીધા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે લગભગ એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. જેની અસર મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી અને વિધાન પરિષદની ચૂંટણીમાં પણ જોવા મળી હતી.
    First published:

    Tags: Devendra Fadanvis, Eknath Shinde, Maharashtra, શિવસેના