બિહારમાં ‘નીકુ’ અને ‘સુમો’ની જોડી અંતે કેમ તોડવામાં આવી? જાણો ઇનસાઇડ સ્ટોરી

સુશીલ કુમાર મોદી અને નીતીશ કુમાર (ફાઇલ તસવીર)

સુશીલ કુમાર મોદીએ એક તરફ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ એવું પણ કહ્યું કે પદ પર રહે કે ન રહે, કાર્યકર્તાનું પદ કોઈ છીનવી નહીં શકે

 • Share this:
  વિજય ઝા, પટનાઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતીશ કુમાર- સુશીલ કુમાર મોદી (Nitish Kumar-Sushil Kumar Modi) (રાજકીય વર્તુળોમાં ‘નીકુ’ અને ‘સુમો’ ઉપનામથી જાણીતા)ને અલગ કરવાનો નિર્ણય કરી લોકોને ચોંકાવી દીધા છે. આ એટલા માટે કે બિહારમાં એનડીએ જો સત્તાનો હિસ્સો રહી છે તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક સુશીલ કુમાર મોદીનું રાજકીય કૌશલની અગત્યની ભૂમિકા રહી છે. રાજયના રાજકીય વર્તુળોમાં સુશીલ મોદીની ઓળખ મુખ્યમંત્રીની પહેલી પસંદ અને એનડીએ સરકાર (NDA Government)ને કોઈ અડચણ વગર ચલાવવા માટે સૌથી સહજ રાજનેતા તરીકે પણ રહી છે. પરંતુ 30 વર્ષોથી વધુ સમયથી બિહાર બીજેપીના મોટા ચહેરાના રૂપમાં સ્થાપિત રહેલા સુશીલ મોદી પહેલીવાર રાજ્ય સરકારમાં સામેલ નહીં થાય.

  રવિવારે એનડીએ વિધાન મંડળની બેઠક બાદ સુશીલ મોદીએ ટ્વીટ કરીને પોતે જ સંકેત આપ્યા હતા કે તેઓ નાયબ મુખ્યમંત્રી પદથી હટી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી પદથી હટાવવાના પાર્ટી નેતૃત્વના નિર્ણયથી તેઓ થોડા નિરાશ પજ્ઞ જોવા મળ્યા. પોતાના ટ્વીટમાં તેઓએ એક તરફ આભાર વ્યક્ત કર્યો તો બીજી તરફ એવું પણ કહ્યું કે પદ પર રહે કે ન રહે, કાર્યકર્તાનું પદ કોઈ છીનવી નહીં શકે. સ્પષ્ટ છે કે સુશીલ મોદીનું દર્દ છલકાઈ રહ્યું છે, પરંતુ રાજકીય જાણકારોનું કહેવું છે કે બીજેપી આ નિર્ણયને મોટા ફલકમાં જોઈ રહી છે. મૂળે સુશીલ મોદીનું આ ટ્વીટ તેમની પીડાને વ્યક્ત કરે છે અને બીજેપીમાં કોઈ નવા નેતાના ઉભારનો સંકેત પણ.

  આ પણ વાંચો, ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં આ તારીખથી થઈ શકે છે વધારો

  BJP આ સંદેશ આપવા માંગે છે

  વરિષ્ઠ પત્રકાર રવિ ઉપાધ્યાય કહે છે કે નીતીશ-મોદીની ચર્ચિત જોડીને અલગ કરી બિહારમાં બે નવા ચહેરા આપીને બીજેપી એવો સંદેશ આપી રહી છે કે પાર્ટી વ્યક્તિને બદલે કાર્યકર્તાઓને મહત્ત્વ આપે છે. સ્થાપિત ચહેરાઓને બદલે નવા લોકોને પણ સત્તામાં સામેલ થવાની તક આપવા માંગે છે. બીજેપી સુશીલ કુમાર મોદીને હટાવવાની સાથે પોતાના કાર્યકર્તાઓને એવો સંદેશ આપવામાં સફળ થતી હોય એવું લાગી રહ્યું છે કે એક સાધારણ કાર્યકર્તા પણ પાર્ટીમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકે છે.

  હવે મોટા ભાઈની ભૂમિકામાં બીજેપી

  74 સીટો જીત્યા બાદ બિહારમાં બીજેપી મોટા ભાઈની ભૂમિકામાં છે. વરિષ્ઠ પત્રકાર રવિ ઉપાધ્યાય કહે છે કે બીજેપી ઈચ્છે છે કે હવે સરકારમાં હસ્તક્ષેપ વધશે પરંતુ કેન્દ્રીય નેતૃત્વને ખબર છે કે સુશીલ મોદીના રહેતા તે અશક્ય છે. કારણ કે સાથે રહી નીતીશ કુમારની વિરુદ્ધ સુનીલ મોદી નહીં બોલી શકે.

  આ પણ વાંચો, PM મોદીએ કહ્યું- વિશ્વમાં શાંતિ, અહિંસા અને સેવાનું પ્રેરણા સ્ત્રોત બનશે ‘Statue of Peace’

  બીજેપી નવા અભિગમ સાથે જોવા મળશે

  સુશીલ મોદીને બિહારમાં સત્તાના રાજકારણથી હટાવીને બીજેપી એવો પણ સંદેશ આપવા માંગે છે કે હવે પોતાના બળે ઊભી થવા માંગે છે. એવામાં જૂના ચહેરાને હટાવી રહી છે અને નવા ચહેરાઓને તક આપી રહી છે. મૂળે, આ એક મોટી હકીકત છે કે છેલ્લા 15 વર્ષમાં સત્તામાં રહીને પણ બીજેપી સેકન્ડ લાઇનના કોઈ નેતા બિહારમાં નથી તૈયાર કરી શકી. સ્પષ્ટ છે કે એવામાં બીજેપી નેતૃત્વને લાગે છે કે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે.
  Published by:Mrunal Bhojak
  First published: