Home /News /national-international /આખરે શા માટે Twitterને ખરીદવા માટે Elon Muskએ લગાવી દીધી પૂરી તાકાત? પોતે જણાવ્યું કારણ
આખરે શા માટે Twitterને ખરીદવા માટે Elon Muskએ લગાવી દીધી પૂરી તાકાત? પોતે જણાવ્યું કારણ
એલન મસ્કે (Elon Musk) ટ્વિટરને 44 અબજ ડોલર એટલે કે 3368 અબજ રૂપિયામાં ખરીદી લીધું છે.
Elon Musk Buys Twitter: ટ્વિટર (Twitter)ના માલિક બનતા જ એલન મસ્કે (Elon Musk) કહ્યું કે તેઓ પ્લેટફોર્મમાં ઘણાં બધા બદલાવ લઈને આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ફેક અકાઉન્ટ સામે પણ તેઓ કાર્યવાહી કરશે.
Elon Musk Buys Twitter: આ સમયે આખી દુનિયામાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)ની ચર્ચા છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે (Elon Musk) ટ્વિટરને 44 અબજ ડોલર એટલે કે 3368 અબજ રૂપિયામાં ખરીદી લીધું છે. ટ્વિટરના બોર્ડે આ ડીલને લીલી ઝંડી આપી દીધી છે. મસ્કે બે સપ્તાહ પહેલા ટ્વિટરને ખરીદવાને લઇને બોલી લગાવી હતી. તેમના મુજબ ટ્વિટરમાં ‘જબરદસ્ત ક્ષમતા’ છે જેને તેઓ અનલોક કરવા માગે છે. ફોર્બ્સ મેગેઝિન મુજબ મસ્ક દુનિયાની સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા (Tesla)ના માલિક છે. સાથે જ તેઓ એરોસ્પેસ કંપની સ્પેસ એક્સ (SpaceX)ને પણ ચલાવે છે.
ટ્વિટરના માલિક બનતા જ એલન મસ્કે કહ્યું કે તેઓ પ્લેટફોર્મમાં ઘણાં બધા બદલાવ લઈને આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ફેક અકાઉન્ટ સામે પણ તેઓ કાર્યવાહી કરશે. મસ્કે ડીલની જાહેરાત બાદ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, ‘ફ્રી સ્પીચ કોઇપણ લોકતંત્રનો આધાર છે, અને ટ્વિટર ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મામલા પર ચર્ચા થાય છે.’
એલન મસ્કે આગળ જણાવ્યું કે, ‘હું ટ્વિટરને પહેલાથી વધુ સારું બનાવીશ. તેમાં નવા ફીચર લાવવામાં આવશે. તેનાથી લોકોનો વિશ્વાસ વધશે. ટ્વિટરમાં જબરદસ્ત ક્ષમતા છે. હું તેને અનલોક કરવા માટે કંપની અને યુઝર્સ સાથે કામ કરવા ઉત્સુક છું.’
ટ્વિટર સાથે મસ્કનો વિવાદ
જણાવી દઈએ કે ટ્વિટર સાથે એલન મસ્કનો વિવાદ જૂનો છે. તેઓ ટ્વિટરના ટીકાકાર રહ્યા છે. તેમના પ્લેટફોર્મ પર 80 મિલિયન ફોલોઅર્સ છે. વર્ષ 2018માં અમેરિકાના ફાઈનાન્શિયલ રેગ્યુલેટરે તેમના પર પોતાની ટ્વીટ્સ સાથે ટેસ્લા રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપ લગાવ્યા હતા. મસ્ક ટ્વિટર પર સતત પોતાની વાતો રાખે છે. તાજેતરમાં જ તેમણે દેવામાં ડૂબેલા શ્રીલંકાને ખરીદવાની વાત કરી હતી. તેમણે ડીલની જાહેરાતના અમુક કલાક પહેલા લખ્યું હતું, ‘મને આશા છે કે મારા સૌથી ખરાબ વિવેચક પણ ટ્વિટર પર બની રહેશે, કારણકે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આ જ મતલબ છે.’
ટ્વિટરનું મુખ્ય બિઝનેસ મોડેલ જાહેરાત-આધારિત છે અને મસ્ક તેને બદલવા માગે છે. બીબીસી મુજબ તેમનો દાવો છે કે મેમ્બરશિપમાં તેમની સૌથી વધુ દિલચસ્પી છે. એટલે કે તેઓ ઇચ્છે છે કે ટ્વિટરના ઉપયોગ માટે લોકોથી પૈસા લેવામાં આવે. પરંતુ વર્તમાન સ્થિતિમાં તે સરળ નહીં હોય, જ્યાં તમામ મુખ્ય સોશિયલ નેટવર્ક ફ્રી-ટુ-યુઝ છે. જોવું રહેશે કે શું ટ્વિટર યુઝર આ માટે તૈયાર થાય છે કે નહીં. મસ્કને ક્રિપ્ટો-કરન્સી પણ પસંદ છે. શું તેઓ બિટકોઈન જેવી સ્થિર, અસુરક્ષિત મુદ્રાઓમાં પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે મંચનો ઉપયોગ કરી શકે છે? આવા દરેક સવાલનો જવાબ સમય જ આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર