ક્યૂબેકમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ. (ફાઇલ ફોટો)
નાદારીની ઘોષણા બાદ કેનેડાના ક્યૂબેકમાં મોન્ટ્રીયલની ત્રણ કોલેજો અચાનક બંધ (Canadian Colleges Close Down) થવાના કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ સંકટનો સામનો કરી રહ્યા છે.
નાદારીની ઘોષણા બાદ કેનેડાના ક્યૂબેકમાં મોન્ટ્રીયલની ત્રણ કોલેજો અચાનક બંધ (Canadian Colleges Close Down) થવાના કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ સંકટનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ઓટાવા (Ottawa)માં ભારતના હાઈ કમિશને શૈક્ષણિક સંસ્થાઓમાં અચાનક ફેરફારથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (advisory issued) જાહેર કરી છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ સમસ્યાના ઉકેલ માટે ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કર્યો હતો.
નોંધનિય છે કે, ક્યૂબેક પ્રાંતની ત્રણ કોલેજો જે રાઇઝિંગ ફોનિક્સ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા સંચાલિત હતી, નાદારી જાહેર કર્યા પછી અચાનક બંધ કરવામાં આવી હતી. આ નિર્ણયથી ત્રણ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સામે મોટી સમસ્યા ઉભી થઈ છે, જેમાં ઓનલાઈન ક્લાસ લેતા 700થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્રણેય કોલેજોએ આર્થિક સંકટ માટે કોરોના મહામારીને જવાબદાર ગણાવી છે.
શનિવારે જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના ઘણા વિદ્યાર્થીઓએ હાઈ કમિશનનો સંપર્ક કર્યો હતો. જેમણે રાઇઝિંગ ફોનિક્સ ઇન્ટરનેશનલ ઇન્ક. દ્વારા ત્રણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા અને આ સંસ્થાઓના અચાનક બંધ થવાથી તેઓ પ્રભાવિત થયા હતા. હાઈ કમિશને કહ્યું કે હાઈ કમિશન કેનેડાની ફેડરલ સરકાર, ક્વિબેકની પ્રાંતીય સરકાર અને ભારતીય સમુદાયના કેટલાક પ્રતિનિધિઓ સાથે આ મુદ્દાને ઉકેલવા અને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સંપર્કમાં છે.
માહિતી આપતા હાઈ કમિશને કહ્યું કે ક્વિબેક સરકારે કહ્યું કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ સીધા જ કોલેજનો સંપર્ક કરવો જોઈએ જ્યાં તેઓએ એડમિશન લીધુ છે. જો વિદ્યાર્થીઓને કૉલેજમાંથી ફીના રિફંડમાં કોઈ મુશ્કેલી હોય, તો તેઓ ક્વિબેકના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયને તેની ફરિયાદ કરી શકે છે. આ સિવાય અધિકારીએ કેનેડામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને વૈકલ્પિક સંસ્થામાં એડમિશન લેવા માટે ગ્રેસ પીરિયડ પણ આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર