અન્ના હજારે કેમ મોદી સામે મોરચો માંડી રહ્યા છે ? 2 ઓક્ટોબરથી અનશન કરશે

News18 Gujarati
Updated: September 1, 2018, 10:48 AM IST
અન્ના હજારે કેમ મોદી સામે મોરચો માંડી રહ્યા છે ? 2 ઓક્ટોબરથી અનશન કરશે
અન્ના હજારે (ફાઈલ ફોટો)

અન્ના હજારે લોકપાલ બીલ ,લોકાયુક્ત જેવા મુદ્દાઓ પર મોદી સરકારી વિરુદ્ધ આંદોલન કરશે. અન્ના હજારે આ આંદોલન તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં બેસીને જ કરશે.

  • Share this:
જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હજારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડશે અને બીજી ઓક્ટોબરથી અનશન પર ઉતરશે.

અન્ના હજારે લોકપાલ બીલ ,લોકાયુક્ત જેવા મુદ્દાઓ પર મોદી સરકારી વિરુદ્ધ આંદોલન કરશે. અન્ના હજારે આ આંદોલન તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં બેસીને જ કરશે.

અન્ના હજારેએ તેમના કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે, દેશભરમાંથી કોઇ કાર્યકર્તા તેમના ગામ આવવાના બદલે તેઓ જ્યાં છે ત્યાં બેસીને ઉપસાસ અને તેમના આંદોલનને ટેકો આપે. તેમણે એમ પણ અનુરોધ કર્યો છે કે, જે-તે રાજ્યમાં સરકારી મુખ્ય કચેરીઓ સામે બેસી સરકાર સામે આંદોલન કરો.

આ સંદર્ભે અન્ના હજારેએ કાર્યકરોને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે, 3 માર્ચ, 2018ના રોજ તેમણે કરેલા ઉપવાસ સમયે મોદી સરકાર સામે તેમણે કેટલીક માંગણીઓ મૂકી હતી. આ માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યુ હતું. આ સમયે અન્ના હજારેને ઉપવાસ તોડતી વખતે વચન આપવામાં આવ્યુ હતુ કે, છ મહિનાની અંદર જ તેમના માંગણીઓ પુરી કરવામાં આવશે. પણ હજી પાંચ મહિના પુરા થવા આવ્યા પણ મોદી સરકાર દ્વારા આ દિશામાં એક પણ માંગ પુરી કરવામાં આવી નથી. આ માટે અન્ના હજારે હવે ઉપવાસ પર બેસી આંદોલન કરશે.

આ પહેલા અન્ના હજારેએ મોદી સરકાર સમક્ષ માંગણી મૂકી હતી કે, સ્વામીનાથન આયોગના અહેવાલની ભલામણોનો અમલ કરવામાં આવે અને ખેડૂતોને તેમના પાકનો દોઢ ઘણો ભાવ મળે. વૃદ્ધ ખેડૂતો માટે પેંશનની યોજનીની પણ માંગણી કરી હતી. અન્ના હજારેએ રાજ્યમાં લોકાયુક્તની નિમણુંક અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાના માંગ પણ કરી હતી.
First published: September 1, 2018, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading