આર્થિક પ્રશ્નો, 2022ની વિધાનસભા ચૂંટણી આ બધુ જોતા ખેડૂતોની લડાઈ કેપ્ટન અમરિંદર માટે ફાયદો છે કે નુકસાન તે જાણો..

કેપ્ટન અમરિંદર સિંહની ફાઇલ તસવીર

ખેડૂતોની જે લડાઈને તે પ્રોત્સાહન આપી રહ્યા હતા તે તેમની જ પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

 • Share this:
  પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરનો સમય ખરાબ છે. ખેડૂતોની જે લડાઈને તે પ્રોત્સાહન આપી રહ્યા હતા તે તેમની જ પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. બહારના પરિબળો આ લડાઈમાં ઝંપલાવે અને તેનો હેતુફેર થાય તે પહેલા આ લડાઈનો જલ્દી નિવેડો આવે તે તેમના માટે જરૂરી બની ગયું છે. તેમના પક્ષના અસંતુષ્ટો તેનો ફાયદો ન ઉઠાવી જાય તેનું ધ્યાન પણ તેઓ રાખી રહ્યા છે.

  કેન્દ્ર સરકારને ખાલિસ્તાની પરિબળો મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે નીચે દેખાડવાની તેમની મનશા હતી. ભલે આ બળવામાં તેમની પ્રત્યક્ષ ભૂમિકા ઓછી દેખાઈ હોય પણ આંતરરાષ્ટ્રીય મિડીયા સામે દેખાડો કરીને તેમને ધ્યાન પોતાની તરફ જરૂર ખેંચ્યું છે.

  પંજાબના સીએમ સારી રીતે જાણે છે કે આ ભાગલાવાદ રાજકીય દ્રષ્ટિએ કેટલો મોંઘો સાબિત થઈ શકે છે અને કેટલો ઝડપથી આ વિચાર મતદારોને ડરાવી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે આપના સીએમ અરવિંદ કેજરીવાલ સામે ખાલિસ્તાન કાર્ડ ઘણી સફળતાપૂર્વક વાપર્યું હતું(રાજ્યમાં આપની સરકાર આવશે તો આતંક ફરી શરૂ થઈ જશે તેવી વાત પણ તેમણે કરી હતી).

  ડાબેરી અને બીજા વિરોધપક્ષો પણ આ વિરોધનો લાભ લેવા હવે મેદાનમાં કુદી પડ્યા છે. સામે ભાજપને પણ ટૂકડે ટૂકડે ગેંગની ટીકા કરવાનો મોકો મળી ગયો છે. ભાજપનો પંજાબના હિસ્સો મર્યાદિત હોવાથી આ ઘટનાની અસર તે કંઈ વધારે થાય તેવો ડર તેમને નથી.

  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 'ટીમ પાટીલ'ની કરાઈ જાહેરાત, યાદી પર કરી લો એક નજર

  આ બળવાથી પંજાબમાં સત્તાપક્ષને જે નુકસાન થઈ શકે છે તે તેમને પરવડે તેમ નથી. જે રીતે બળવાના સ્થળ પર વોશિંગ મશીન અને ફૂટ મસાજર પહોંચ્યા છે તેને જોતા શહેરી અને ગ્રામ્ય વર્ગ વિગ્રહની શક્યતા પણ નકારી શકાય નહી. પંજાબ પર જે આર્થિક ભારણ છે તે હળવુ કરવા માટે સીએમ અમરિંદર કેન્દ્ર સરકાર પાસે બેલઆઉટ પેકેજ માંગે અને કેન્દ્ર સરકાર તરફથી ટેકાના ભાવ મુદ્દે મળી રહેલા વાયદાનો સ્વિકાર કરે તે જ રસ્તો હવે બચ્યો છે.  Monkey Day 2020: કેમ ઉજવાય છે ‘મંકી ડે’? જાણો વાંદરાઓને સમર્પિત આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ

  અમરિંદર જે મુદ્દાઓને લઈને સત્તામાં આવ્યા હતા તેને આર્થિક ભારણ અને રાજકીય મર્યાદાઓને કારણે તેઓ ન્યાય આપી શક્યા નથી. બેરોજગારી સતત વધી છે. જીડીપી અને કૃષિ ક્ષેત્ર સતત નબળુ પડી રહ્યું છે. નશાખોરીએ માઝા મુકી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બધા જ મુદ્દાઓ સામે આવશે.  આવામાં વધુ આર્થિક નુકસાન તેમને પરવડે તેમ નથી. ખેડૂતોની આ લડાઈથી તેમને કંઈ ખાસ ફાયદો ન હોવાથી તેઓ સારી રીતે પોતાની જાતને આ ગતિવિધિમાંથી બહાર કાઢે તે જરૂરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: