દલિતોને પક્ષમાં કરવા બીજેપીનો પ્લાન, 63 સાંસદ કરશે આ કામ

News18 Gujarati
Updated: April 6, 2018, 2:42 PM IST
દલિતોને પક્ષમાં કરવા બીજેપીનો પ્લાન, 63 સાંસદ કરશે આ કામ

  • Share this:
દલિતોના આહ્વાહન પર 2 એપ્રિલે કરવામાં આવેલ ભારત બંધનું એલાન બીજેપીને મોટું નુકશાન પહોંચાડી શકે ચે. આ દલિતોના મનમાં બીજેપીની છબીને ખરાબ કરી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મળેલ દલિત વોટ ખસી શકે કે અને સાથે દલિતોને મનાવવા માટે અત્યાર સુધીમાં બીજેપીએ કરેલ કામ પર પાણી પરી શકે છે. આને જોઈ બીજેપીએ ખાસરીતે ઉત્તરપ્રદેશ માટે રણનીતિ બનાવી છે.

દલિત મોહલ્લાઓ માટે બનાવી ખાસ રણનીતિ
સૂત્રોનું માનીએ તો રણનીતિ હેઠળ બીજેપી પોતાના 63 આરક્ષણ વર્ગ વાળા સાંસદોને દલિત મહોલ્લામાં મોકલશે. આ સાંસદ 14 એપ્રિલથી દલિત મોહલ્લાઓમાં જશે. આ સાંસદ મોહલ્લામાં જઈ જણાવશે કે, એસસી-એસટી એક્ટમાં થઈ રહેલ ફેરફાર માટે કેન્દ્ર સરકાર અને બીજેપી જવાબદાર નથી. આ એક અફવાહ ફેલાવવામાં આવી રહી છે. સાંસદ એ પણ જણાવશે કે, ભવિષ્યમાં સરકાર આરક્ષણના કોઈ પણ મુદ્દાને છંછેડવા નથી જઈ રહી. આરક્ષણને ખતમ કરવાના સમાચાર પણ એક અફવાહ છે.

યૂપી બાદ આ રાજ્યોમાં ચાલશે અભિયાન
પહેલા ચરણમાં બીજેપીનું પુરૂ ફોકસ યૂપી પર રહેશે. પરંતુ યૂપીમાં રણનીતિ પર કામ થયા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ 63 સાંસદ ગામ અને મોહલ્લાઓમાં જશે. આ એ રાજ્યો છે, જ્યાં ભારત બંધની સૌથી વધારે અસર જોવા મળી.

શું કહ્યું બીજેપીના મહામંત્રી?યૂપી બીજેપીના મહામંત્રી અસોક કટારિયાનું કહેવું છે કે, યૂપીમાં 14 એપ્રિલથી સામાજિક સમરસતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે પ્રદેશભરમાં બૂથસ્તર પર કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમ ડો. ભીમરાવ આંબેડકર જયંતી સાથે જોડાયેલ હશે. આ કાર્યક્રમમાં અમારા તમામ એમએલએ, એમપી, પદાધિકારી પણ શામેલ રહેશે. સાથે 63 સાંસદોને જવાબદારી અલગથી આપવામાં આવી છે. આ સા્ંસદ 14 એપ્રિલ બાદ પણ દલિત વસ્તીઓ અને ગામમાં જશે.
First published: April 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading