રશીદ કિદવઈ : આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ વખતે પણ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનું NDA વર્ષ 2014ના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો કોંગ્રેસ સંકટમાં મૂકાશે એટલું જ નહીં તેની સાથે સાથે ગાંધી-નહેરુ પરિવારના અસ્તિત્વ પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી જશે.
નહેરુ-ગાંધી પરિવારના કોઈ પણ સભ્ય અસફળ નથી રહ્યા. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી વડાપ્રદાન પદે હતા ત્યારે તેમનું નિધન થયું, રાજીવ ગાંધી એક આત્મઘાતિ હુમલાનો શિકાર બન્યા. સોનિયા ગાંધીએ વર્ષ 2004 અને 2009માં કોંગ્રેસને સતત જીત અપાવી હતી. જ્યારે સંજય ગાંધીનું યુવા વયે જ નિધન થઈ ગયું હતું.
હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને સાબિત કરવાનો વારો છે. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ઘૂસણખોરી કરીને અમુક દળોને કોંગ્રેસમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે, આ હતાશાના સંકેત છે. જો 2019ના વર્ષમાં કોંગ્રેસ 100થી વધારે બેઠક જીતે છે તો પાર્ટીને ઓક્સિજન મળશે અને એક નવું જીવન મળશે.
આ પાર્શ્વભૂમિકા વચ્ચે કોંગ્રેસ માટે ગઠબંધનનો મુદ્દો ખૂબ મુશ્કેલ પ્રસ્તાવ હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે બેઠક વહેંચણીમાં કોંગ્રેસ કેમ નિષ્ફળ રહી તેમજ ઉત્તર પ્રદેશમાં મહાગંઠબંધનમાં સામેલ થવામાં કોંગ્રેસે ઝડપથી કેમ કામ ન કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે.
પાર્ટીની નેતાગીરી હરિયાણા અને પંજાબ રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ અને ખાસ કરીને આપના ઉમેદવારો પ્રત્યે સજાગ રહ્યા હતા. આવી જ હાલત ઉત્તર પ્રદેશની હતી. આથી જ રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની કમાન પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવી છે.
ઐતિહાસિક રીતે દેશની સૌથી જૂની પાર્ટીએ રાષ્ટ્રનું નેતૃત્વ કરવાને ખુદનું કર્તવ્ય સમજી લીધું છે. ડો. પટ્ટાભિ સીતારમૈયા, યૂએન ઢેબરથી લઈને પીવી નરસિમ્હા રાવ, પ્રણવ મુખરજી, અર્જુનસિંહ અને વિઠ્ઠલ ગાડગિલે દેશની આઝાદીમાં કોંગ્રેસની ભૂમિકા પર ભાર આપ્યો હતો.
પરંતુ કોંગ્રેસ સાથે મોટી સમસ્યા એ છે કે તેમના નેતાઓ હજી પણ ભૂતકાળને વળગીને રહ્યા છે. 1995માં મળેલા AICCની બેઠક બાદ પાર્ટીના નેતાઓએ દુનિયાને જોવાની દ્રષ્ટી નથી બદલી. એ સમયે તત્કાલિક એઆઈસીસી પ્રમુખ યૂએન ઢેબરે એક કવિતા વાંચીને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શું છે. આ કવિતામાં દેશના દુઃખ અને દર્દને પ્રગટ કરવામાં આવ્યું હતું.
1998માં કોંગ્રેસનું વલણ એ સમયે થોડું બદલાયું જ્યારે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન માટેના દરવાજા ખોલી નાખ્યા હતા.
સપ્ટેમ્બર 1998માં કોંગ્રેસ પાર્ટીએ એવું સ્વીકાર્યું હતું કે લાંબા સમય બાદ કોંગ્રેસ પાર્ટી ખુદ સાશન ચલાવવા લાયક બની જશે. 2004 લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી પાર્ટી લાઈનથી અલગ ગયા અને આરજેડી સહિત અનેક પક્ષો સાથે ટિકિટની વહેંચણી કરી હતી.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ પાર્ટી કોઈ બહારની વ્યક્તિને લાવવાની તૈયારી કરી રહી છે? કોંગ્રેસ પાર્ટીનું એક જૂથ આવું ઈચ્છી રહ્યું છે. આના બે કારણ છે. પ્રથમ બદલાઈ રહેલા આ રાજકારણમાં રાહુલ ગાંધીને રાજકારણના પાઠ શીખવામાં થોડો સમય મળશે. બીજું કોંગ્રેસથી વિરુદ્ધ કોઈ ત્રીજો મોરચો વાયએસઆર કોંગ્રેસ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, જેવા ગેર-એનડીએ દળોને એક કરવા માટે યોગ્ય રહશે.
જોકે, આની બીજી બાજું એવી પણ છે કે જો રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન સરકાર બને છે તો કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ શકે છે. આનાથી કોંગ્રેસ લઘુમતિ, દલિત અને અનુસૂચિત જાતિઓ પરની પકડ ગુમાવી શકે છે. કોંગ્રેસની અંદર આ દ્વિધા અકારણ જ નથી. સીતારમૈયાએ સાત દશકા પહેલા કહ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી દેશને જીવન આપવાવાળી વિચારધારાનું સર્વિસ સ્ટેશન છે." પાર્ટી આજે પણ આ વાત પર વિશ્વાસ કરે છે. આ તમામ પાસાઓને જોઈએ તો કોંગ્રેસ માટે 2019ની ચૂંટણીનું પરિણામ ખૂબ મહત્વ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર