જો હું પાર્ટી પ્રમુખ હોવ અને MLA, MP હારે તો જવાબદાર કોણ?: ગડકરી

અમિત શાહ અને નિતિન ગડકરી (ફાઇલ તસવીર)

જો હું પાર્ટી પ્રમુખ હોય અને મારા ધારાસભ્યો અને સંસદસભ્યો ચૂંટણીમાં હારી જાય તો કોણ જવાબદાર ગણાય ?

 • Share this:
  કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરીએ થોડા દિવસો પહેલા એવુ નિવેદન આપ્યું હતું કે, ત્રણ રાજ્યોમાં ભાજપની હાર માટે નેતાગિરી જવાબદારી લે. જો કે, આ પછી ગડકરીએ મીડિયા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને કહ્યું કે, મારા નિવેદનને ટ્વીસ્ટ કરીને મુક્યુ હતું.

  નિતીન ગડકરીએ ફરી એક વખત પાર્ટીનાં કેન્દ્રિય નેતાગિરી તરફ આગંળી ચિંધતા કહ્યું કે, જો હું પાર્ટી પ્રમુખ હોય અને મારા ધારાસભ્યો અને સંસદસભ્યો ચૂંટણીમાં હારી જાય તો કોણ જવાબદાર ગણાય ?”

  દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોનાં અધિકારીઓને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યુ હતું. જાણકારો એમ માને છે કે, તેમનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તરફ આંગળી ચિંધે છે. ખાસ કરીને, તાજેતરમાં છત્તિસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે સત્તા ગુમાવી અને કોંગ્રેસ જીત મેળવી હતી.

  આ હિંદીભાષી રાજ્યોની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી માટે સેમી-ફાઇનલ ગણાય છે.

  આ પહેલા 22 ડિસેમ્બરનાં રોજ પુનામાં યોજાયેલા એક કાર્યક્રમમાં નિતીન ગડકરીએ કથિત રીતે એવું નિવેદન કર્યુ હતું કે, ચૂંટણીમાં હાર બદલ નેતાએ જવાબદારી લેવી જોઇએ. તેમણે એમ પણ કહ્યુ હતું કે, હાર માટે કોઇ જવાબદારી લેતુ નથી પણ જીત માટે બધાય લે છે. નેતાઓએ એવી વૃતિ કેળવવી જોઇએ કે તેઓ નિષ્ફળતા અને હારની જવાબદારી લે”.

  જો કે, આ પછીથી નિતીન ગડકરીએ એવું નિવેદન આપ્યુ કે, હું એ વાતને સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે, મારી અને પાર્ટીની નેતાગિરી વચ્ચે મતભેદ છે એ વાત ફેલાવવામાં આવી રહી છે. આ એક ષડયંત્ર છે. પણ તેમા કોઇને સફળતા મળશે નહીં.”
  Published by:Vijaysinh Parmar
  First published: