Home /News /national-international /

અમિત શાહ હવે નક્સલીઓનો ગાળિયો કસવા સક્રિય, આવતા વર્ષે 3 રાજ્યમાં સફાયાનું લક્ષ્ય

અમિત શાહ હવે નક્સલીઓનો ગાળિયો કસવા સક્રિય, આવતા વર્ષે 3 રાજ્યમાં સફાયાનું લક્ષ્ય

ગૃહ મંત્રી અમિત શાહની ફાઇલ તસવીર

3 રાજ્યોમાં માઓવાદીઓના મજબૂત ઠેકાણાઓને ખતમ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું- સૂત્ર

  નવી દિલ્હીઃ દેશના અગત્યના રાજ્યમાં નક્સલવાદ (Naxalism)ની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે. નક્સલવાદની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનથી અમિત શાહ નાખુશ છે. ગત મહિને મળેલી મીટિંગમાં અધિકારીઓ પાસેથી તેમણે દળોની જાણકારી માંગી છે, જે નક્સલવાદીઓના ઠેકાણાઓને ખતમ નથી કરી શકતા. આ જાણકારી ન્યૂઝ18ને એક અધિકારીએ આપી છે. ગૃહ મંત્રીની સમીક્ષા મીટિંગમાં સેન્ટ્રલ પેરા મિલિટ્રી દળ, સેન્ટ્રલ આઇબી અને પાંચ રાજ્યોના સરકારી અધિકારી સામેલ થયા હતા.

  અનેક રાજ્યોમાં નક્સલીઓને ખતમ કરવાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે
  નક્સલવાદની સમસ્યાના ઉકેલ માટે ગત મહિને એક મીટિંગ મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે ક્યાં, ક્યારે અને કેમ પરેશાની આવી રહી છે. ગોપનીયતાની શરત પર એક સીઆરપીએફ (CRPF)ના અધિકારીએ ન્યૂઝ18ને જણાવ્યું કે બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આગામી ઉનાળા સુધીમાં માઓવાદીઓના મજબૂત ઠેકાણાઓને ખતમ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રકારના દાવા સીપીઆઇ માઓવાદી (Maoist)ના સાઉથ સબ ઝોનલ બ્યૂરોએ પણ કર્યા હતા.

  આ પણ વાંચો, લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈ PM મોદીએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, કહ્યું- આપ દેશવાસીઓના પ્રેરણાસ્ત્રોત

  અમિત શાહની અધ્યક્ષતાવાળી સમીક્ષા મીટિંગ બાદ તરત જ સીપીઆઇ માઓવાદીના સાઉથ સબ ઝોનલ બ્યૂરોએ 2 નવેમ્બરે એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે છત્તીસગઢમાં નવેમ્બર 2020થી જૂન 2021ની વચ્ચે પ્રહાર-3 નામથી એક ઓપરેશનની યોજના બનાવવામાં આવી રહી છે. જોકે સલાહકાર વિજય કુમારે ઓપરેશન કે તેનો સમય જણાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

  જોકે, વિજય કુમારે ન્યૂઝ18ને જણાવ્યું કે, ગૃહ મંત્રીએ રાજ્ય અને કેન્દ્રના દળોને પરસ્પર સારી રીતે કામ કરવા માટે કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, ગૃહ મંત્રીએ એવા રાજ્યોની મદદ કરવા માટે સમીક્ષા કરી છે, જે સારું પ્રદર્શન નથી કરી શકતા. તેઓએ જણાવ્યું કે, કયા રાજ્ય પૂરતું કામ નથી કરી રહ્યા, રાજ્યોની ભવિષ્યમાં કેવી રીતે મદદ કરી શકાય છે. આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

  આ પણ વાંચો, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપશે મેલાનિયા? પૂર્વ સહયોગીએ કર્યો દાવો

  છત્તીસગઢ પર સૌથી વધુ ધ્યાન

  અધિકારીઓએ જણાવ્યું કે, સૌથી વધુ ધ્યાન આપનારી યાદીમાં હજુ પણ છત્તીસગઢનું નામ સૌથી પહેલા છે. દિલ્હીમાં મળેલી મીટિંગના તરત બાદ જ વિજય કુમાર બસ્તરની સ્થિતિની સમક્ષા કરવા રાજ્ય અને કેન્ર્ ના પોલીસ અધિકારીઓને મળવા સુકમા માટે રવાના થયા હતા. વાપસી પર તેઓએ ન્યૂઝ18ને જણાવ્યું કે, છત્તીસગઢમાં નક્સલ સેનામાં સ્થાનિક લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સે કેટલીક રણનીતિઓ જણાવી છે. આ ઉપરાંત ગૃહ મંત્રીએ રાજ્ય અને કેન્દ્રની પોલીસની વચ્ચે સારા તાલમેલ ઊભો કરવા માટે કહ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: CRPF, Maoist, અમિત શાહ, નક્સલવાદ, મોદી સરકાર

  આગામી સમાચાર