Home /News /national-international /રાજસ્થાનમાં ગેહલોત, MPમાં કમલનાથ અને છત્તીસગઢમાં ટીએસ સિંહદેવનું નામ સૌથી આગળ

રાજસ્થાનમાં ગેહલોત, MPમાં કમલનાથ અને છત્તીસગઢમાં ટીએસ સિંહદેવનું નામ સૌથી આગળ

અશોક ગેહલોત અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ નામને લઈ સર્વસંમતિ ન સધાઈ, રાહુલ પર છોડાયો નિર્ણય

  ન્યૂઝ18 ગુજરાતી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ આગામી લોકસભા ચૂંટણીથી ચાર મહિના પહેલા કાર્યકર્તાઓને નારાજ નથી કરવા માંગતી. એવામાં આ તેમની મોટી પરીક્ષા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર રચવા માટે સંખ્યા બળ થયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મુખ્યમંત્રીઓના નામ પર નિર્ણય લેવાન માટે પ્રસ્તાવ પાસ કર્યો છે.

  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અશોક ગેહલોત રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી હશે. સચિન પાયલટને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઈ શકે છે.

  અગાઉ અશોક ગેહલોત એન સચિન પાયલટ બંનેએ દિલ્હી પહોંચી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. રાહુલ સાથે મુલાકાત કર્યા બાદ બંને નેતાઓ જયપુર જવા રવાના થયા હતા. કોંગ્રેસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે આજે સાંજે 4.30 વાગ્યે મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલુ છે.

  બુધવારે થયેલી ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રીના નામનો નિર્ણય રાહુલ ગાંધી કરશે. બીજી તરફ, બેઠક બાદ દરેક ધારાસભ્ય પાસેથી ગેહલોત અને પાયલટને લઈને ફીડબેક પણ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ રાજ્યના સુપરવાઇઝર કેસી વેણુગોપાલે રાહુલ ગાંધીને સોંપી દીધો છે. કહેવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીથી પણ સલાહ લેવામાં આવશે.

  બુધવારે રાજસ્થાનના કોંગ્રેસના મુખ્ય નેતા અશોક ગેહલોત, સચિન પાયલટ, કેસી વેણુગોપાલ અને અવિનાશ પાંડેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શક્યું. ત્યારબાદ બુધવાર સવારે 11 વાગ્યાથી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક થઈ. જેમાં સર્વસંમતિથી એવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે સીએમના નામનો નિર્ણય રાહુલ ગાંધી લેશે. ધારાસભ્ય દળની બીજી બેઠક સાંજે મળી પરંતુ તેમાં પણ સર્વસંમતિ ન થઈ શકી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'શક્તિ' એપ દ્વારા પણ ધારાસભ્યોના ફિડબેક લીધા.

  આ પણ વાંચો, શું મોદીએ ચૂંટણી વચનો પૂર્ણ કર્યા? રામદેવે કહ્યું, આનો જવાબ મને મુશ્કેલીમાં મૂકી શકે!

  વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સત્તામાં પરત ફરી રહેલી કોંગ્રેસમાં જબરજસ્ત ઉત્સાહની લહેર છે. કોંગ્રેસની જીત બાદ આગળની રણનીતિ નક્કી કરવા માટે જયપુર આવેલા પાર્ટીના સુપરવાઇઝર કેસી વેણુગોપાલે ચૂંટણી પરિણામો બાદ કહ્યું હતું કે ત્રણ મુખ્ય રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈ હતી. દેશનો મૂડ બદલાઈ ગયો છે. હવે તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પક્ષમાં આવી ગઈ છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ashok Gehlot, Sachin pilot, કોંગ્રેસ, રાજસ્થાન, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन