કિમને સિંગાપુરમાં રહેવું છે રૂ. 4 લાખની રૂમવાળી હોટલમાં, કહ્યું - અમારો ખર્ચો અન્ય દેશ ઉઠાવે

News18 Gujarati
Updated: June 3, 2018, 5:20 PM IST
કિમને સિંગાપુરમાં રહેવું છે  રૂ. 4 લાખની રૂમવાળી હોટલમાં, કહ્યું - અમારો ખર્ચો અન્ય દેશ ઉઠાવે
file photo

  • Share this:


ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ વચ્ચે સિંગાપુરમાં યોજાનાર ઐતિહાસિક શિખર સંમેલનને લઈ તૈયારી જબરદસ્ત ચાલી રહી છે, પરંતુ આ બધા વચ્ચે અમેરિકાના અધિકારી એ સમસ્યાનું સમાધાન કરવામાં લાગ્યા છે કે સિંગાપુરમાં કિમ જોંગના પ્રતિનિધિમંડળનો હોટલ ખર્ચ કોણ ઉઠાવશે. ધ વોશિંગટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા કડક પ્રતિબંધોના કારણે કમજોર થઈ ગઈ છે.

ઉત્તર કોરિયાને જરૂરત છે કે, સિંગાપુર નદી પાસે ફુલટર્ન હોટલમાં તેમનો ખર્ચ કોઈ અન્ય દેશ ઉઠાવે. આ હોટલમાં એક પ્રેસિડેંશિયલ સુઈટનું એક રાત્રીનું ભાડુ 6000 ડોલર અટલે કે લગભગ 4 લાખ રૂપિયાથી વધારે છે.

કેટલાએ અટવાડિયાની અનિશ્ચિતતા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગત અટવાડીએ આ વર્તા રદ્દ કરી દીધી હતી, પરંતુ બંને પક્ષા રાજનૈતિક પ્રયાસ બાદ આ બેઠક ફરી પટરી પર આવી ગઈ છે.

સૂત્રોએ ધ પોસ્ટને જણાવ્યું કે, જ્યારે પણ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ તેમની પસંદગીની ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાના ખર્ચની વાત આવે છે તો, અમેરિકા તે ખર્ચ ઉઠાવવા તૈયાર છે, પરંતુ પ્યોંગયાંગ અમેરિકા દ્વારા ખર્ચ ઉઠાવવાને અપમાનની જેમ જોઈ શકે છે.

આવી સ્થિતિમાં અમેરિકા મેજબાન દેશ સિંગાપુર, ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળનો ખર્ચ ઉઠાવે તેવો વિચાર કરી રહ્યું છે.અમેરિકન વિદેશ વિભાગની પ્રવક્તા હિદર નોઅર્ટે શનિવારે આ સંભાવના પર ઈનકાર નથી કર્યો કે, અમેરિકા સિંગાપોરની હોટલમાં ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળનો ખર્ચ ભોગવવા માટે સિંગાપોર સરકારને કહેશે. હીથર કહે છે કે, પરંતુ વોશિંગ્ટન સિંગાપુરમાં ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળનો ખર્ચ નહીં ઉઠાવે.
First published: June 3, 2018, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading