ન્યૂઝ18 ગુજરાતી: રાજસ્થાનમાં ચૂંટણીની મતગણતરી શરૂ થતાં જ કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે. આશા છે કે અપક્ષ ઉમેદવારોની મદદથી કોંગ્રેસ રાજસ્થાનની સત્તા પર બેસશે. જોકે, પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે રાજસ્થાનનો તાજ કોના માથે મૂકશે. રાહુલ ગાંધીની સોમ યુવા નેતા તરીકે સચિન પાયલટ છે તો સામે અનુભવી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કદ પણ ઓછું નથી. જો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચાય છે તો બંને નેતાઓમાંથી કોણ મુખ્યમંત્રી બને છે. યુવા નેતા Vs પીઢ નેતા- રાહુલ કોને આપશે વધુ મહત્વ? અશોક ગેહલોત કોંગ્રેસના ઘણા અનુભવી નેતા છે અને પાર્ટી પર તેમની ઘણી મજબૂત પકડ છે. 2008માં તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા, પરંતુ 2013ની વિધાનસભા ચૂંટણીની હારે તેમનું કદ થોડું ઘટાડી દીધું. સચિન પાયલટ 2009ની યૂપીએ સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. યુવા ચહેરો હોવાની સાથોસાથા તેઓ ઉત્સાહ અને યુવા નેતૃત્વ તરીકે પણ પસંદ થઈ શકે છે. રાહુલ પીઢ કે યુવા નેતા બંનેમાંથી કોને પસંદ કરે છે તે જોવું રહ્યું. આ પણ વાંચો, બે તસવીરઃ કમલમ્ ખાતે કાગડા ઉડ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી! રાહુલનો સાચો સિપાહી કોણ? રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ગેહલોતે જોરદાર પ્રચાર કર્યો. પાયલટે રાજ્યમાં નબળા પડી રહેલા મૂળીયાઓને ફરી મજબૂત કર્યા. ગેહલોત કેન્દ્રીય નેતૃત્વનો ચહેરો છે તો સચિન પાયલટ પણ નાની ઉંમરમાં કેન્દ્રીય મંત્રી જેવું મોટું પદ પણ સંભાળી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં કિંગ મેકર નિર્ધારિત કરવામાં પાયલટની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. બંને નેતાઓએ હાઇકમાન્ડ પર છોડ્યો નિર્ણય સચિન પાયલટે કોંગ્રેસના સારા પરિણામ બાદ કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવી નક્કી છે. પાંચ વર્ષ સુધી કાર્યકરોએ કરેલી મહેનતનું આ પરિણામ છે. ભાજપને સતત હાર મળી રહી છે. કોને શું પદ મળશે તે કોંગ્રેસ હાઇકમાન્ડ, રાહુલ ગાંધી એન ધારાસભ્યો મળીને કરશે. બીજી તરફ, અશોક ગેહલોતે પણ અપક્ષ ઉમેદવારોનું સમર્થન માગ્યું. તેઓએ કહ્યું, જનતાનો નિર્ણય કોંગ્રેસના પક્ષમાં છે. અમે અપક્ષ ઉમેદવારોને આમંત્રણ આપ્યું છે. સ્પષ્ટ બહુમત મળ્યા બાદ પણ અપક્ષ ઉમેદવારો સહયોગ કરે છે તો તેમનું સ્વાગત છે. આ પણ વાંચો, કોંગ્રેસની જીતથી હાર્દિક હરખાયો, 'પહેલા કપિલને(મોદી) જોતા હતા, હવે વિરાટને (રાહુલ) જોઈએ છીએ'