Home /News /national-international /

MP, રાજસ્થાન, છત્તીસગઢમાં કોની બનશે સરકાર અને કોણ બનશે સીએમ?

MP, રાજસ્થાન, છત્તીસગઢમાં કોની બનશે સરકાર અને કોણ બનશે સીએમ?

નેટવર્ક 18 ક્રિએટિવ

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જો કોંગ્રેસ ચૂંટણી જીતે છે તો કોને સોંપાશે સીએમનું પદ?

  અનિલ રાય

  પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી કોણ બનશે? તેના માટે 11 ડિસેમ્બરની મતગણતરી, વિધાનમંડળ દળની બેઠક અને ત્યારબાદ પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયની રાહ જોવી પડશે. પરંતુ જો આપણે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલના આંકડાઓ માનીએ તો સીએમની તસવીર પણ દેખાવા લાગશે.

  મધ્ય પ્રદેશની વાત કરીએ તો કેટલાક એક્ઝિટ પોલલ ભાજપની સરકાર બનાવી રહી છે તો કેટલાક કોંગ્રેસની. ભાજપે પોતાના સીએમ શિવરાજસિંહ ચૌહાણન ચહેરા ઉપર જ ચૂંટણી લડી હતી, પરંતુ કોંગ્રેસની સરકાર બની તો મુખ્યમંત્રી કોણ હશે તેના સવાલના જવાબ પર કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે કમલનાથનું સીએમ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે.

  જે રીતે ચૂંટણીના 6 મહિના પહેલા કમલનાથને દિલ્હીથી લાવીને મધ્ય પ્રદેશનું સુકાન સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટિકિટ વહેંચણી અને ચૂંટણીમાં જ્યોતિરાદિત્યા સિંધિયા કેમ્પના વલણ બાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અંદરખાને ક્યાંક ને ક્યાં કોંગ્રેસ હાઈકમાન્ડ કમલનાથને સીએમ ચહેરા તરીકે નક્કી કરી ચૂકી છે.

  આ પણ વાંચો, Exit polls: સોશિયલ મીડિયાનાં રિએક્શન જોઇને તમે હસી હસીને થઇ જશો લોટપોટ

  કંઈક આવી જ સ્થિતિ રાજસ્થાનની છે. રાજસ્થાન જ એકલું એવું રાજ્ય છે જ્યાં લગભગ તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સત્તામાં વાપસી થતી જોવા મળી રહી છે. રાજસ્થાન ચૂંટણીમાં રાજેશ પાયલટ અને અશોક ગહલોત બે નામ સીએમ ઉમેદવારના રૂપમાં જોવા મળી રહ્યા છે પરંતુ કોંગ્રેસના અંદરના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ હાઇકમાન્ડ જૂના ચહેરા અશોક ગહલોત પર દાવ લગાવવાની તૈયારીમાં છે અને સચિન પાયલટની તેમાં મૌન સહમતિ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ પાયલટ અનેક વાર દિલ્હીના સક્રિય રાજકારણમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

  છત્તીસગઢની વાત કરીએ તો અહીં પણ અલગ-અલય એક્ઝિટ પોલ અલગ-અલગ આંકડા આપી રહ્યા છે. કેટલાકમાં ભાજપની સરકાર બની રહી છે તો કેટલાકમાં કોંગ્રેસની. ભાજપે તો સીએમ રમન સિંહના ચહેરા પર ચૂંટણી લડી પરંતુ કોંગ્રેસમાં અનેક નેતાઓએ પોતાને સીએમના રૂપમાં રજૂ કરવાનું શરૂ કરી દીધું છે.

  કોંગ્રેસના જે નેતાઓને સીએમના દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેમાં નેતા પ્રતિપક્ષ ટીએસ સિંહદેવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંત, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ રામદયાલ ઉઈકે તથા ડોક્ટર શિવ ડહરિયા અને પૂર્વ નેતા પ્રતિપક્ષ રવિન્દ્ર ચૌબે સૌથી આગળ છે. આ ઉપરાંત આદિવાસી, અનુસૂચિત જાતિ તથા સામાન્‍ય વર્ગના અનેક નેતા પણ પોતાને મુખ્યમંત્રીના દાવેદાર ગણાવી રહ્યા છે.

  આ પણ વાંચો, Exit Polls: છત્તીસગઢ અને MPમાં ખરાખરીનો જંગ, રાજસ્થાનમાં કોંગ્રેસ

  છત્તીસગઢમાં કોંગ્રેસની પાસે કોઈ જૂનો ચહેરો નથી. એવામાં છત્તીસગઢમાં કોંગ્રેસ માટે સીએમ ચહેરો પસંદ કરવો પડકાર છે. કોંગ્રેસ જૂના ચહેરાઓ પર જ દાવ કેમ લગાવી રહી છે તે સવાલનો જવાબ પણ ઓછો હેરાન કરનારો નથી. કોંગ્રેસના અંદરના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારની કમાન તે હાથોમાં આપવા માંગે છે તો પાર્ટી સંગઠનને એક સાથે રાખીને લોકસભા ચૂંટણી માટે ફંડ પણ મેનેજ કરી શકે.

  કારણ કે કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ કોંગ્રેસને મળનારું ફંડ ભાજપની સામે નહિંવત છે અને એ તમામ લોકો જાણે છે કે ચૂંટણી ફંડ વગર નથી લડી શકાતી. વાત કરીએ તેલંગાણાની તો ત્યાં મોટાભાગના એક્ઝિટ પોલ ટીઆરએસને બહુમત આપી રહ્યા છે એવામાં મુખ્યમંત્રીના ચહેરાનું અનુમાન લગાવવું પણ જરૂરી નથી. ચંદ્રશેખર રાવનો ચહેરો જ ટીઆરએસનો ચહેરો છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Assembly election 2018, Chhattisgarh, Madhya pradesh, એક્ઝિટ પોલ, કોંગ્રેસ, ભાજપ, રાજસ્થાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन