Home /News /national-international /

ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ, WHO નું એલર્ટ, તરત ઉઠાવવા પડશે આ પગલાં

ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ, WHO નું એલર્ટ, તરત ઉઠાવવા પડશે આ પગલાં

દુનિયાભરમાં હજુ પણ ઓમિક્રોનના ચાર સ્વરૂપ સંક્રમણ ફેલાવી રહ્યા છે. જેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે

Corona Omicron Variant - કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી. તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે

    નવી દિલ્હી : કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ (Corona Omicron Variant) અંતિમ નથી. તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે. જેમાંથી ઘણા વેરિએન્ટ પહેલાની સરખામણીમાં વધારે સંક્રામક અને જાનલેવા પણ હોઈ શકે છે. દુનિયાભરમાં હજુ પણ ઓમિક્રોનના ચાર સ્વરૂપ સંક્રમણ ફેલાવી રહ્યા છે. જેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જોવામાં આવી રહ્યું છે કે કઇ-કઇ રીતથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.

    ડબલ્યૂએચઓની (WHO) ટેકનિકી વિશેષજ્ઞ ડોક્ટર મારિયા વેન કેરખોવે એ ચેતવણી આપી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા મારિયાએ કહ્યું કે અમને વાયરસ વિશે ઘણી જાણકારીઓ છે પણ બધી ખબર નથી. જેવું કે આપણે અત્યાર સુધી જોયું કે દરેક નવો વેરિએન્ટ પોતાની સાથે કેટલીક નવી ચીજો, નવા લક્ષણો, નવી ખાસિયતો લઇને આવી રહ્યો છે. ઓક્ટોબર 2020માં ભારતમાં સામે આવેલો ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant)સૌથી ઘાતક હતો. તેનાથી લાખો મોત થયા હતા, કરોડો લોકો સંક્રમિત થયા હતા.

    લગભગ એક વર્ષ પછી દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની (Omicron)જાણ થઇ હતી. જે સૌથી ઝડપથી ફેલાવનાર વેરિએન્ટ છે. તેનાથી દર્દી ગંભીર બીમાર તો પડી રહ્યો નથી પણ તેના સ્પાઇક પ્રોટિનમાં 30થી વધારે મ્યૂટેશન છે. તેનાથી આ વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને (Vaccine Immunity)પણ ચકમો આપી રહી છે. જેથી એ વાતની કોઇ ગેરન્ટી ના આપી શકાય કે કોરોના નબળો પડી રહ્યો છે અને ભવિષ્યમાં હવે તેમાં કોઇ પ્રકારનો નવો ફેરકાર આવશે નહીં.

    આ પણ વાંચો - Pakistan News: પાકિસ્તાનના સાંસદે તલાકના દિવસે જ કર્યા ત્રીજા લગ્ન, 49 વર્ષના સાંસદે 18 વર્ષની યુવતીને બનાવી દૂલ્હન

    હાલ વેક્સીન અને બૂસ્ટર ડોઝથી પણ બચાવ

    ડોક્ટર મારિયા મહામારી વિજ્ઞાન વિશેષજ્ઞ છે. તેમણે કહ્યું કે એ સાચું છે કે ઓમિક્રોન જેવા વેરિએન્ટ કોરોના વેક્સીનથી મળેલી ઇમ્યુનિટીને ચકમો આપી રહી છે. જોકે તેની બીજી પહેલું એ છે કે વેક્સીનના કારણે ઓમિક્રોન વધારે નુકસાન પહોંચાડી શક્યો ન હતો. આનાથી લોકો તો સંક્રમિત થયા પણ હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડી ન હતી. એ કહેવું ખોટું નહીં હોય કે વેક્સીન અને તેના બૂસ્ટર ડોઝથી આપણે ભવિષ્યમાં આવનાર વેરિએન્ટથી બચાવી શકે છે.

    તેમણે કહ્યું કે આ સિવાય કોરોના સંક્રમણથી બચાવ માટે સાવધાનીઓ પણ રાખવી જરૂરી છે. જેવી કે માસ્ક પહેરવું, સમય-સમય પર હાથ ધોવા, ભીડ ભાડવાળા સ્થળેથી દૂર રહેવું વગેરે. જો કોઇ લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવો જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Omicron variant, Who

    આગામી સમાચાર