વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને કહ્યું, ચીન પાસેથી શીખો અને પ્રદુષણ ઘટાડો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને કહ્યું, ચીન પાસેથી શીખો અને પ્રદુષણ ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેન (હુ)એ ભારતને કહ્યુ છે કે, ચીન પાસેથી શીખ લે અને ભારતના શહેરોમાં વધી રહેલા હવાના પ્રદુષણને કાબુમાં લે. નોંધનીય છે કે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા તાજેતરમાં વિશ્વના સૌથી 20 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 20માંથી ભારતના 14 શહેરનો સમાવેશ થાય છે.

  હુ સંસ્થાના 4300 શહેરાના ડેટામાં ભારતના દિલ્હી, વારાણસી અને પટના જેવા શહેરો વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદુષણ ધરાવતા શહેરોમાં સ્થાન ધરાવે છે. આ શહેરોમા હવામાં દરેક ક્યુબીક મિટરમાં 2.5 પી.એમ. (પાર્ટીક્યુલેટ મેટર)થી ઓછા માઇક્રોગ્રામના રજકણો જોવા મળે છે. જે ખતરનાક છે. ચીનના ઝીંગતાઇ, સીઝીયાગુઆ અને સાઉદી અરેબિયાના જુહેલ જેવા શહેરો પણ હવાના પ્રદુષણ મામલે સૌથી વધુ ખતરનાક છે. જો કે, હુ સંસ્થાએ જણાવ્યુ છે કે, ચીન દ્વારા હવાના પ્રદુષણને કાબુમાં લેવા માટે અસરકારક પગલા લેવામાં આવ્યા છે અને તેની હકારાત્મક અસર પણ જોવા મળી રહી છે અને ભારતે ચીનના આ પહેલનું અનુકરણ કરવું જોઇએ.  "ચીનમાં સરકાર દ્વારા હવાના પ્રદુષણ સામે રીતસરનું યુધ્ધ છેડવામાં આવ્યુ છે. ચીનમાં નાગરિકો એવી હવામાં જીવી રહ્યા હતા કે જે ખરેખર તે જીવન માટે જોખમી છે. અમને ખુબ આંનદ થશે કે ચીને જે રીતે હવાના પ્રદુષણને કાબુમાં લેવા જે પગલા લીધા તેવા જ પગલા ભારત લે. ભારતના પ્રદુષણ વિશે અમને ખરેખર ચિંતા છે" હુ સંસ્થાએ જણાવ્યુ હતું.

  વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યુ કે, આ પૃથ્વી પર દરેક દશ નાગરિકમાંથી નવ નાગરિક પ્રદુષિત હવા શ્વસે છે અને દર વર્ષે 70 લાખ લોકો આ પ્રદુષણને કારણે મૃત્યુ પામે છે. આ મૃત્યુ પામનાર મોટાભાગના લોકો એશિયા અને આફ્રિકાના દેશના છે. છેલ્લા છ વર્ષમાં હવાનું પ્રદુષણ વિશ્વભરમાં ભયજનક રહ્યુ છે અને તેમો કોઇ સુધારો જોવા મળ્યો નથી.

  2016ના પ્રદુષણના આંકડાઓ મુજબ, વિશ્વનુ સૌથી પ્રદુષિત શહે ઇરાનનું ઝેબોન હતુ પણ તેણે તેના પ્રદુષણનું પ્રમાણ અડધો અડધ ઘટાડ્યું અને હવે આ શહેર ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા કરતા પણ વધુ સ્વચ્છ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:May 02, 2018, 09:30 am