Home /News /national-international /WHO On China: WHOએ ચીનને ઝાટક્યું, કહ્યુ - કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો, ત્યારે ડ્રેગને સાચો આંકડો જણાવ્યો

WHO On China: WHOએ ચીનને ઝાટક્યું, કહ્યુ - કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો, ત્યારે ડ્રેગને સાચો આંકડો જણાવ્યો

ફાઇલ તસવીર

WHO On China: WHOએ ચીનને રોગચાળાની સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ થવા, રસીકરણ, સઘન સંભાળ અને મૃત્યુ સહિત રોગની અસર અંગેના ડેટા સહિત વધુ માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે. WHOએ પણ વધુ જોખમ ધરાવતા લોકો માટે ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા રસીકરણ અને બૂસ્ટરના મહત્વ વિશે પણ ફરીથી જણાવ્યું છે.

વધુ જુઓ ...
  બેઇજિંગ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) શુક્રવારે કોવિડ-19 કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ 60,000 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. હકીકતમાં ચીનમાં કોરોના સંક્રમણના વધારાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે હોસ્પિટલો અને કબ્રસ્તાનોમાં ભીડ હોવા છતાં, કેસ અને મૃત્યુના સત્તાવાર આંકડા ઓછા બતાવવામાં આવી રહ્યા છે. તેથી ડબ્લ્યૂએચઓએ ચીનને રીઅલ-ટાઇમ ડેટા શેર કરવા વિનંતી કરી હતી, જેથી અન્ય દેશો અસરકારક રીતે જવાબ આપી શકે.

  WHOએ ચીનને ઠપકો આપ્યો


  ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે, ડબ્લ્યુએચઓએ ચીનને રોગચાળાની સ્થિતિ વિશે વધુ માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવા સહિત રોગની અસર, દેશમાં કેટલી રસી મળી છે, સઘન સંભાળ અને મૃત્યુનો ડેટા રજૂ કરવા સુધીનો સમાવેશ થાય છે. WHOએ પણ વધુ જોખમ ધરાવતા લોકો માટે ગંભીર રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવા રસીકરણ અને બુસ્ટર ડોઝના મહત્વની જાણકારી ફરીથી આપી છે.

  આ પણ વાંચોઃ અમદાવાદ જમીનમાં સમાઈ જશે? ISROનો રિપોર્ટ

  કોરોના વેરિયન્ટનું વિસ્તૃત વિશ્લેષણ કરવા જણાવ્યું


  બેઇજિંગના નેશનલ હેલ્થ કમિશન (NHC)ના ડિરેક્ટર મા ઝિયાઓવેઇ સાથેની વાતચીત દરમિયાન, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે ચીનના ઊંડા સહયોગ અને પારદર્શિતાના મહત્વની વાત ફરીથી કરી અને ચીનને કોરોના વાયરસના ડેટા મામલે વધુ વિસ્તૃત વિશ્લેષણ કરવા માટે જણાવ્યું છે. જેથી ખબર પડી શકે કે કયો વેરિયન્ટ આ તબાહી માટે જવાબદાર છે.


  કેમ યોજવામાં આવી હતી બેઠક?


  ડબ્લ્યુએચઓએ ચીનને કહ્યું કે, આ બેઠક ચીનની સ્થિતિ વિશે વધુ માહિતી મેળવવા અને વધુ સમર્થન આપવા માટે યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ અને રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રના અધિકારીઓએ WHOને ચીનની વ્યૂહરચના અને રોગચાળા, વેરિઅન્ટ મોનિટરિંગ અને રસીકરણ અંગેની કાર્યવાહી વિશે માહિતી આપી હતી.

  આ પણ વાંચોઃ આગામી 50 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે આવેલા બંદરો ડૂબી જશે?

  ચીને કોરોનાના આંકડા છુપાવ્યાં


  જ્યારે WHOએ ચીન પર આકરા પ્રહારો કર્યા ત્યારે ચીનના NHC (નેશનલ હેલ્થ કમિશન)એ શનિવારે કહ્યું કે, દેશમાં 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી વચ્ચે કોવિડને કારણે 59,938 લોકોના મૃત્યુ થયા છે. 2019ના અંતમાં ચીનના શહેર વુહાનમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયાના લગભગ ત્રણ વર્ષ પછી કેસોમાં વધારો થયો છે. ત્યારથી 650 મિલિયન (65 કરોડ)થી વધુ પુષ્ટિ COVID કેસ અને 6.6 મિલિયન (66 લાખ)થી વધુ મૃત્યુ નોંધાયા છે. પરંતુ વિશ્વ ચીન પર વિશ્વાસ કરવા સક્ષમ નથી, કારણ કે તેણે આંકડા છુપાવ્યા છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Corona cases, Coronavirus, Covid 19 cases

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन