Home /News /national-international /Omicron News: WHOના વૈજ્ઞાનિકની ચેતવણી- કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનથી પણ વધુ ખતરનાક હોઇ શકે

Omicron News: WHOના વૈજ્ઞાનિકની ચેતવણી- કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનથી પણ વધુ ખતરનાક હોઇ શકે

રાજ્યમાં નવા કેસની ચર્ચા કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં 77, વડોદરા શહેરમાં 20, વડોદરા જિલ્લામાં 15, રાજકોટ જિલ્લામાં 06, સુરત શહેરમાં 05, ગાંધીનગર શહેર, સુરત જિલ્લામાં 4-4, આણંદ, જામનગર જિલ્લામાં 3-33 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લો, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, કચ્છ, તાપી જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસ (coronavirus) બાદ ઓમિક્રોન (Omicron) ડરાવી રહ્યો છે ત્યારે નવા વેરિઅન્ટની (coronavirus new variant) સંભાવનાએ ચર્ચા જગાવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના વૈજ્ઞાનિકે આ અંગે ચોંકાવનારી વાત કરી છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Cases) કારણે આખી દુનિયામાં સંક્રમણના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગુરુવારે જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 21 મિલિયન કેસ નોંધાયા હતા. જે એ વાતના સંકેત આપે છે કે કોવિડ-19 ની ત્રીજી લહેર (Third wave of Covid-19) કેટલી ઝડપી છે. વિશ્વભરના રિસર્ચર્સનું માનવું છે કે ઓમિક્રોન વેરિએન્ટ કોવિડનો અંતિમ પ્રકાર નથી. WHOના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19નો બીજો પ્રકાર જે ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપી ફેલાશે, તે ટૂંક સમયમાં જ દુનિયામાં જોવા મળી શકે છે.

તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન (Omicron) ઉપરાંત વિશ્વમાં ટૂંક સમયમાં એક નવો વેરિએન્ટ જોવા મળી શકે છે. વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે આ સાથે જ આ નવો વેરિએન્ટ ઓમિક્રોન (Corona new Variant) કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

સોશિયલ મીડિયામાં એક ચર્ચા દરમિયાન WHO વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવે (Maria Van Kerkhove) કહ્યું કે કોવિડ કેસમાં રેકોર્ડ વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે ઓમિક્રોન કોવિડના અગાઉના પ્રકારો જેટલો જોખમી નથી રહ્યો જેટલા કોવિડના પહેલના વેરિએન્ટ રહ્યા છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે કોવિડનો આગામી પ્રકાર આના કરતા વધુ ખતરનાક હોઈ શકે છે.

કોરોનાના નવા વેરિએન્ટને લઇ ભ્રમમાં ન રહેવું

મારિયાએ કહ્યું કે અત્યારે આખી દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોવિડનો આગામી પ્રકાર કેવી રીતે પ્રતિક્રિયા આપશે અને શું તે વધુ ઘાતક હશે કે ઓછો. તેમણે કહ્યું કે લોકોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે સમયની સાથે કોરોનાના પ્રકારો નબળા પડી જશે અને ઓછા લોકો બીમાર પડશે. તેમણે કહ્યું કે અમે આગામી વેરિએન્ટ ઓછો ખતરનાક હોવાની અપેક્ષા રાખી શકીએ પરંતુ તેની ખાતરી આપી શકતા નથી.

કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરો:મારિયા

WHOના વૈજ્ઞાનિકે કહ્યું કે જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ જોઈએ. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આગામી સંસ્કરણમાં પોતાને રસીથી બચાવવાની ક્ષમતા પણ હશે અને તે ઓમિક્રોન કરતાં વધુ ઝડપે ફેલાઇ શકે છે.
First published:

Tags: Who, ઓમિક્રોન, કોરોના વાયરસ