Home /News /national-international /કોરોનાના નવા વેરિયન્ટ સામે બુસ્ટર ડોઝ અંગે કંઈ કહેવું ઉતાવળ ગણાશે- WHOના ટોચના વૈજ્ઞાનિક

કોરોનાના નવા વેરિયન્ટ સામે બુસ્ટર ડોઝ અંગે કંઈ કહેવું ઉતાવળ ગણાશે- WHOના ટોચના વૈજ્ઞાનિક

ગુજરાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, આગામી બે દિવેસ 8-9 જુલાઈ રાજ્યમાં કોરોનાની રસી નહીં મળે. નોંધનીય છે કે, સાતમી તારીખે પણ રસીકરણ કાર્યક્રમ બંધ રહ્યો છે. એટલે એવું કહી શકાય કે, 7-8-9 જુલાઈ એમ ત્રણ દિવસ રાજ્યની પ્રજાને રસી નહીં મળે. જોકે રાજ્યમાં વેક્સિનેશન અભિયાન શામાટે બંધ રાખવામાં આવ્યું છે તે અંગે આરોગ્ય વિભાગે કોઇ કારણ જણાવ્યું નથી.

કોરોના વેક્સીનને લઈ ઊભા થયેલા સવાલો પર WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આપ્યો જવાબ

    નવી દિલ્હી. વિશ્વના લગભગ તમામ દેશોમાં હાલ કોરોના વાયરસ (Coronavirus)થી લોકોને બચાવવા રસીકરણ (Covid Vaccination) ચાલી રહ્યું છે. આ સાથે કેટલાક દેશો અને કેટલીક ફાર્મા કંપનીઓ કોરોના વાયરસના વધુ ચેપી પ્રકાર(કોવિડ-19) પર હુમલો કરવા માટે રસીનો બૂસ્ટર ડોઝ (Corona Vaccine Booster Shot) તૈયાર કરી રહી છે. ત્યારે આરોગ્ય નિષ્ણાંતોના મતે આ બૂસ્ટર ડોઝની જરૂરિયાત અંગે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે. સાથે જ વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ મિશ્ર રસી પર વિચારણા કરી રહ્યા છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન (Soumya Swaminathan) કહે છે કે, 'અમારી પાસે એવી કોઈ માહિતી નથી કે જે સૂચવે છે કે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ જરૂરી છે કે નહીં. વિજ્ઞાન ક્ષેત્ર હજી વિકસિત થઇ રહ્યું છે.

    સ્વામિનાથને કહ્યું કે આવી વાટાઘાટો જરૂરિયાત પૂર્વે કરવામાં આવી છે. જ્યારે વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં વધુ સંવેદનશીલ વ્યક્તિઓએ રસીકરણનો પોતાનો પ્રથમ કોર્સ હજી સુધી પૂર્ણ નથી કર્યો.

    આ પણ વાંચો, COVID-19 Vaccination Policy: આજથી 18 વર્ષથી વધુ લોકોને Free Vaccine, જાણો નવી નીતિ વિષે બધી જ ડીટેલ

    શિયાળામાં કોરોનાના કેસમાં ઘટાડો થાય તે માટે બ્રિટનમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આરોગ્ય સચિવ મેટ હેનકોકે ગત મહિને કહ્યું હતું કે વિશ્વના પ્રથમ બૂસ્ટર અધ્યયન અંતર્ગત ઇંગ્લેન્ડના વોલન્ટિયર્સ પર સાત જુદી-જુદી રસીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Sarkari Naukri: સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની વેકન્સી, એક લાખથી વધુ છે પગાર

    સાથે જ સૌમ્યા સ્વામિનાથને પણ મિક્સ વેક્સિન ડોઝ પર ચર્ચા કરી છે. તેઓ કહે છે કે એવું લાગે છે કે મિક્સ રસીનો ડોઝ કોરોના વેરિએન્ટ સામે વધુ અસરકારક સાબિત થશે. તેમણે કહ્યું કે, 'મિક્સ વેક્સીન ડોઝ એવા દેશો માટે વધુ સારું પગલું હશે, જેમણે પોતાના મોટાભાગના નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે અને બીજા ડોઝની તૈયારી કરી રહ્યા છે.'

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રિટન, સ્પેન અને જર્મની પાસેથી મળેલા ડેટા અનુસાર આ 'મિક્સ એન્ડ મેચ' પદ્ધતિના ડોઝ બાદ લોકોમાં વધુ દુખાવો, તાવ અને સામાન્ય સાઈડ ઇફેક્ટ જોવા મળી છે.
    First published:

    Tags: Corona Vaccination, Coronavirus, COVID-19, Pandemic, Who